24 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રમીકલ્ચર ભારતના વિકસતા ઓનલાઇન ગેમિંગ સેક્ટરમાં જવાબદાર ગેમિંગ અને કૌશલ્ય-વિકાસ માટે અગ્રેસર

અમદાવાદ 23 નવેમ્બર 2024: કૌશલ્ય-આધારિત ઓનલાઇન ગેમ કંપની ગેમ્સક્રાફ્ટનું ફ્લેગશીપ પ્લેટફોર્મ રમીકલ્ચર ભારતના ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત વૃદ્ધિ સાથે એક સુરક્ષિત અને ન્યાયી ગેમિંગ માહોલ પ્રદાન કરવા માટે તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2028 સુધીમાં આ માર્કેટ 7.5 અબજ યુએસ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે ત્યારે રમીકલ્ચરના નેતૃત્વમાં ઓનલાઇન રમી સેક્ટર આ વિકાસમાં અગ્રેસર છે, જે ઇનોવેશન, જવાબદારી તથા ખેલાડીઓના સંતોષ ઉપર મજબૂત ફોકસ સાથે આગળ વધી રહ્યું છે.

ભારતમાં કૌશલ્ય-આધારિત ગેમિંગઃ વિકસતી ઇન્ડસ્ટ્રી

ભારતમાં ઓનલાઇન ગેમિંગ સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યું છે, જે દેશની આથિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી 20 ટકાની સીએજીઆર વૃદ્ધિ સાધશે તેવો અંદાજ છે, જેમાં રિયલ-મની ગેમર્સ (આરએમજી)માં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી શકે છે. આ વૃદ્ધિના મૂળભૂત કારણોમાં રમી જેવી કાર્-આધારિય રિયલ-મની ગેમ છે, જે આરએમજી માર્કેટમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે તેમજ સમગ્ર ભારતમાં ખેલાડીઓના વિવિધ સમૂહને એક કરે છે.

રમીકલ્ચરઃ જવાબદાર ગેમિંગમાં લીડર

રમીકલ્ચરની સ્થાપના વર્ષ 2017માં થઇ હતી અને તે ઓનલાઇન રમીમાં સૌથી વિશ્વસનીય અને પ્રમુખ પ્લેટફોર્મ પૈકીનું એક છે, જેણે ઇનોવેશન અને પ્લેયરની સુખાકારી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ કર્યું છે. આ પ્લેટફોર્મ તેના અદ્યતન ટેક્નોલોજીકલ ફ્રેમવર્ક સાથે વિશિષ્ટ ઓળખ ધરાવે છે, જે સુરક્ષિત ગેમપ્લે, ન્યાયી કામગીરી તથા ખેલાડીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મૂકે છે.

રેન્ડમ નંબર જનરેશન (આરએનજી), નોબોટ સિસ્ટમ અને એસએસએલ-સિક્યોર્ડ પેમેન્ટ ગેટવે જેવાં ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી સુરક્ષિત પગલાઓથી સજ્જ રમીકલ્ચરને યુનોમર રિસર્ચ* દ્વારા ‘રાષ્ટ્રની વિશ્વસનીય રમી એપ’ તરીકે માન્યતા અપાઇ છે. સુરક્ષિત અને વિશ્વસનીય ગેમિંગ માહોલ જાળવી રાખવા ઉપર સમર્પિત રમીકલ્ચર ટાઇમ-આઉટ વિકલ્પ, ગેમ વેલ્યુ લિમિટ અને યોરદોસ્તના માધ્યમથી મનોવૈજ્ઞાનિક સપોર્ટ જેવી સુવિધાઓ સાથે જવાબદાર ગેમિંગને પ્રોત્સાહન આપે છે.

ખેલાડીઓના કૌશલ્ય અને નિષ્પક્ષ રમતને પ્રોત્સાહન

રમીકલ્ચર ખેલાડીઓને તેમના કૌશલ્યોને આગળ વધારવા માટે ડિઝાઇન કરેલા ટુલ્સથી સજ્જ કરવા ઉપર કેન્દ્રિત છે. પ્લેટફોર્મની ઉત્કૃષ્ટ ગેમ મોનિટરિંગ સિસ્ટમ નિષ્પક્ષ રમત સુનિશ્ચિત કરે છે તથા તેની અદ્યતન ટેક્નોલોજી ખેલાડીઓને તેમની વ્યૂહરચના બનાવવા તથા તેમના પર્ફોર્મન્સમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે. બ્રાન્ડના મલ્ટી-ઇનપુટ ડીપ ન્યૂરલ નેટવર્ક મોડલ SPADENetને એઆઇ 2024 ઉપર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આઇઇઇઇ કોન્ફરન્સમાં માન્યતા પ્રદાન કરાઇ છે, જે ખેલાડીઓને તેમના કૌશલ્યને મજબૂત કરવા અને તેમના ગેમપ્લેને વિકસિત કરવામાં મદદ કરવા માટે છે.

 સ્થાનિક અને રાષ્ટ્રીય સાફલ્યગાથા 

રમીકલ્ચર ખેલાડીઓના આધારમાં વધારો કરવા પ્રયત્નશીલ છે અને તેણે સમગ્ર ભારત અને વિશેષ કરીને પશ્ચિમના પ્રદેશોમાં મજબૂત ઉપસ્થિતિ સ્થાપી છે. આ પ્લેટફોર્મ ઉપર 2.5 મિલિયનથી વધુ ખેલાડીઓ રજીસ્ટર્ડ છે. ગુજરાતમાં જ સુરત, અમદાવાદ અને રાજકોટ જેવાં શહેરોમાં સરેરાશ 31 ટકા જીતનો દર નોંધાયો છે. આ આંકડા સૂચવે છે કે રમી કૌશલ્યની રમત છે, જ્યાં સફળતા ખેલાડીઓના લોકેશન અથવા વસ્તી વિષયક બાબતોને આધારે નહીં, પરંતુ તેમના કૌશલ્યોને આધારે નક્કી થાય છે.

ભવિષ્ય તરફ નજર

રમીકલ્ચર નવા ફીચર્સ, રોમાંચક ટુર્નામેન્ટ્સ અને ગેમપ્લેમાં ઇનોવેટિવ સુધારાને રજૂ કરતાં ખેલાડીઓનો અનુભવ વિકસાવવા માટે કટીબદ્ધ છે. આ બ્રાન્ડ સતત વૃદ્ધિ સાધી રહી છે ત્યારે વિશ્વાસ, કૌશલ્ય વિકાસ અને જવાબદાર ગેમિંગ માટેનું તેનું સમર્પણ રમીકલ્ચરને ભારતના વિકસતા ઓનલાઇન ગેમિંગ લેન્ડસ્કેપમાં એક મજબૂત કંપની તરીકે સ્થાપિત કરે છે. 

*As per a study conducted by Unomer (February 2023) which surveyed 2,000 rummy players across India, aged 21–50, who play rummy on their smartphones. 

1https://www.lumikai.com/post/indian-gaming-industry-poised-for-strong-growth-projected-to-reach-7-5-bn-by-fy28 

2https://www.lumikai.com/post/indian-gaming-industry-poised-for-strong-growth-projected-to-reach-7-5-bn-by-fy28

Related posts

ગ્રાન્ડ શોપ્સી મેલાનો સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો

amdavadlive_editor

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

amdavadlive_editor

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadlive_editor

Leave a Comment