20.2 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ગેલેક્સી S24 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેરઃ હવે ભારતમાં INR 109999થી શરૂઆત કરતાં ઉપલબ્ધ

ગુરુગ્રામ, ભારત 12 સપ્ટેમ્બર 2024ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા સ્માર્ટફોન પર અગાઉ ક્યારેય નહીં તેવી કિંમતની ઘોષણા કરવામાં આવી હતી.

12 સપ્ટેમ્બર, 2024થી શરૂઆત કરતાં ગેલેક્સી S24 અલ્ટ્રા મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે ફક્ત INR 109999માં ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનની મૂળ કિંમત INR 129999થી શરૂ થતી હતી. વિશેષ કિંમતમાં INR 12000ના વધારાના અપગ્રેડ બોનસ સાથે INR 8000ના તુરંત કેશબેકનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે ગ્રાહકો INR 12000નું બેન્ક કેશબેક પણ ઉપલબ્ધ કરી શકે છે. ઉપરાંત બહેતર એફોર્ડેબિલિટી ચાહતા ગ્રાહકો 24 મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઈન લાભ લઈ શકે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રાએ મોબાઈલ AIના નવા યુગમાં પ્રવેશ કરીને ગેલેક્સી AI સાથે વધુ કરવા માટે ગ્રાહકોને સુસંગત બનાવ્યા છે. ગેલેક્સી S24 અલ્ટ્રા ફોનની સૌથી સૈદ્ધાંતિક ભૂમિકાઃ નેટિવ એપમાં ફોન કોલ્સના લાઈવ ટ્રાન્સલેટ સાથે કમ્યુનિકેશન, ટુ-વે, રિયલ- ટાઈમ વોઈસ અને ટેક્સ્ટ ટ્રાન્સલેશન્સ બહેતર બનાવે છે અને નવી વ્યાખ્યા કરે છે. ઈન્ટરપ્રીટર સાથે લાઈવ કન્વર્સેશન્સ તુરંત સ્પ્લિટ-સ્ક્રીન વ્યુ પર ટ્રાન્સલેટ કરી શકાય છે. તે મેસેજીસ અને અન્ય એપ્સ માટે સેલ્યુલર ડેટા અથવા Wi-Fi વિના પણ કામ કરે છે. ઉપરાંત ચેટ આસિસ્ટ કમ્યુનિકેશન નિર્ધારિત અનુસાર જ થાય તેની ખાતરી રાખવા માટે વાર્તાલાપનો ટોન ઉત્તમ રહે તેમાં મદદરૂપ થઈ શકે છે. સેમસંગ કીબોર્ડમાં નિર્મિત AI હિંદી સહિત 13 ભાષામાં અસલ સમયમાં મેસેજીસ ટ્રાન્સલેટ પણ કરી શકે છે.

સેમસંગ નોટ્સમાં નોટ આસિસ્ટ ફીચર સાથે ઉપભોક્તાઓને AI- જનરેટેડ સમરીઝ મળે છે અને ટેમ્પ્લેટ્સ નિર્માણ કરી શકે છે, જે પ્રી-મેડ ફોર્મેટ્સ સાથે નોટ્સને સ્ટ્રીમલાઈન કરે છે. વોઈસ રેકોર્ડિંગ્સ માટે ઘણાં બધાં સ્પીકર હોય તો પણ ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ રેકોર્ડિંગ્સ ટ્રાન્સક્રાઈબ, સમરાઈઝ અને ટ્રાન્સલેટ કરવા માટે પણ AI અને સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા ગૂગલ સાથે ‘સર્કલ ટુ સર્ચ’ પણ મેળવે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રામાં પ્રોવિઝયુઅલ એન્જિન, AI- પાવર્ડ ટૂલ્સની વ્યાપક શ્રેણી પણ છે, જે ઈમેજ મઢી લેવાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવે છે અને ક્રિયેટિવ આઝાદી મહત્તમ બનાવે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા પર ક્વેડ ટેલી સિસ્ટમ 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ સાથે આવે છે, જે એડપ્ટિવ પિક્સેલ સેન્સરને આભારી 2x, 3x, 5x to 10x પરથી ઝૂમ લેવલ્સે ઓપ્ટિકલ ગુણવત્તાની કામગીરી અભિમુખ બનાવવા માટે 50MP સેન્સર સાથે કામ કરે છે. ઈમેજીસ બહેતર ડિજિટલ ઝૂમ સાથે 100xએ એકદમ સાફ પરિણામ પણ દર્શાવે છે. અપગ્રેડેડ નાઈટોગ્રાફી ક્ષમતાઓ સાથે ગેલેક્સી S24 અલ્ટ્રા પર શોટ કરેલા ફોટોઝ અન વિડિયોઝ ઝૂમ-ઈન કરાય ત્યારે પણ કોઈ પણ સ્થિતિમાં ઉત્તમ રહે છે. ગેલેક્સી S24 અલ્ટ્રાનો વિશાળ પિક્સેલ આકાર હવે 1.4 μm, 60% મોટો છે, જે ઝાંખી સ્થિતિઓમાં વધુ પ્રકાશ મઢી લેવામાં મદદ કરે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રા 6.8” ફ્લેટ ડિસ્પ્લે ધરાવે છે, જે વ્યુઈંગ સાથે ઉત્પાદકતા માટે પણ મહત્તમ છે. તે ગેલેક્સી માટે સ્નેપડ્રેગન ® 8 Gen 3 મોબાઈલ મંચ સાથે આવે છે, જે અતુલનીય રીતે કાર્યક્ષમ AI પ્રોસેસિંગ માટે અનન્ય NPU સુધારણા પ્રદાન કરે છે. ગેલેક્સી S24 અલ્ટ્રામાં પીક બ્રાઈટનેસના 2600 nitsનો સમાવેશ થાય છે.

ગેલેક્સી S24 અલ્ટ્રા પર કોર્નિંગ® ગોરિલા® આર્મર ઉત્કૃષ્ટ ટકાઉપણા માટે ઓપ્ટિકલ રીતે બહેતર બનાવાયું છે. તે લાઈટિંગની વ્યાપક શ્રેણીની સ્થિતિઓમાં 75% સુધી પ્રતિબિંબ નાટકીય રીતે ઓછું કરીને સ્મૂધ, આરામદાયક વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. ચાર વાઈબ્રન્ટ રંગો- ટાઈટેનિયમ ગ્રે, ટાઈટેનિયમ વાયોલેટ, ટાઈટેનિયમ બ્લેક અને ટાઈટેનિયમ યેલોમાં ઉપલબ્ધ ગેલેક્સી S24 અલ્ટ્રા સૌપ્રથમ એવો ગેલેક્સી ફોન છે, જેમાં ટાઈટેનિયમ ફ્રેમ છે, જે તેનું ટકાઉપણું અને આયુષ્ય વધારે છે. ગેલેક્સી S24 અલ્ટ્રાની નોંધપાત્ર રીતે પાતળી બોડી વધુ આરામદાયક પકડ સાથે હાલતાચાલતા વધુ અનુભવવા માટે અભિમુખ બનાવે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રાએ ઉપભોક્તાઓને તેમના ગેલેક્સી ડિવાઈસીસની કામગીરી વધુ લાંબો સમય મહત્તમ બનાવવા માટે વિશ્વસનીય અનુભવ માટે મદદરૂપ થવા OS અપગ્રેડ્સની સાત પેઢીઓ અને સિક્યુરિટી અપડેટ્સનાં સાત વર્ષ ઓપર કરીને પ્રોડક્ટનું જીવનચક્ર વધારવાની સેમસંગની કટિબદ્ધતાને ચાલુ રાખી છે. ગેલેક્સી S24 અલ્ટ્રા મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને એન્ડ-ટુ-એન્ડ સિક્યોર હાર્ડવેર, અસલ સમયમાં ખતરાની શોધ અને એકત્રિત રક્ષણ સાથે નિર્બળતાઓ સામે રક્ષણ માટે સેમસંગ નોક્સ દ્વારા સંરક્ષિત છે.

ગેલેક્સી S24 અલ્ટ્રા સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

 

Related posts

કાઇલૈક (Kylaq): સ્કોડા ઓટો ઇન્ડિયાની આગામી તમામ ન્યૂ કોમ્પેક્ટ એસયુવી

amdavadlive_editor

બેલાએરોમા: ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે મેડિટેરેનિયન કલીનરી જર્નીનું અનાવરણ કરાયું

amdavadlive_editor

ફેસ્ટિવ સીઝન પહેલા નથિંગ ઇન્ડિયા સર્વિસ સેન્ટરે નેટવર્કનું વિસ્તરણ કર્યું

amdavadlive_editor

Leave a Comment