31 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EVs પર આશ્ચર્યજનક કિંમતો સાથે TATA.ev ‘ફેસ્ટીવલ ઓફ કાર્સ’ની ઉજવણી કરી રહી છે

  • પોતાના EVs  માટે અગુ ક્યારેય ન હોય તેવી કિંમતની ઘોષણા
  • Nexon.evની પેટ્રોલ/ડીઝલની એકસમાન કિંમત
  • 6 મહિના વિના ચાર્જીંગનનો લાભ રજૂ કરે છે
  • દરેક કિંમતો અને ઓફ્સ 31 ઓક્ટોબર 2024 સુધી માન્ય

મહત્ત્વના અંશો:

  • TATA.ev પોતાના મુખ્ય EVs અને દેશભરમાં વધી રહેલી EVની સ્વીકાર્યતા પરત્વે મોટુ પગલું ભરે છે – પોતાના શ્રેષ્ઠ વેચાણ ધરાવતા Evsની ક્રાંતિકારી કિંમતની ઘોષણા કરે છે
  • લોકપ્રિય SUVs માટે અતુલ્ય નવી પ્રારંભિક કિંમત
    • Punch.ev ફક્ત રૂ. 9.99 લાખથી શરૂ થાય છે
    • Nexon.ev ફક્ત રૂ. 12.49 લાખથી શરૂ થાય છે – પેટ્રોલ/ડીઝલની એકસમાન કિંમત
  • ખાસ તહેવારની ઓફર સાથે EVs પર રૂ. 3 લાખ સુધીની બચત
  • ટાટા પાવર ચાર્જીંગ પોઇન્ટ્સ ખાતે 6 મહિના વિના મૂલ્યે ચાર્જીંગ 

મુંબઇ, 11 સપ્ટેમ્બર, 2024: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિમાં અગ્રણી TATA.evએ પોતાના શ્રેષ્ઠ વેચાણ ધરાવતા મોડેલો Tiago.ev, Punch.ev અને Nexon.ev પર પોતાના ફેસ્ટીવલ ઓફ કાર્સના ભાગરૂપે અગાઉ ક્યારેય ન હોય તેવી કિમતની ઘોષણા કરી છે. મુખ્યપ્રવાહના ગ્રાહકો માટે EVs વધુને વધુ ઍક્સેસિબલ બનાવવા પર ફોકસ રાખીને Nexon.ev માટેની કિંમતમાં રૂ. 3 લાખ સુધીનો અને Punch.ev માટે રૂ. 1.20 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

TATA.ev ગ્રાહકોને સ્થાનિકીકરણ અને ટેક્નોલોજી સુધારણાના લાભો પહોંચાડી રહી છે, અને ગયા મહિને લોન્ચ કરાયેલ Curvv.ev સાથે ICE કિંમત સમાનતા લાવવામાં સક્ષમ છે. આ ખાસ ઓફર સાથે, TATA.evis સૌથી વધુ વેચાતી Nexon.ev ની કિંમતો ICE મોડલ્સની સમકક્ષ તેમજ મર્યાદિત સમય માટે લાવે છે. વધુમાં, Punch.ev અને Tiago.ev પર ઉત્સવની ઑફર્સે પણ તેમની કિંમતોને તેમના ICE સમકક્ષોની નજીક લાવી છે. આ માન્યામાં ન આવે તેવી કિંમતો ઉપરાંત, ગ્રાહકો ઉપરના બે સેગમેન્ટમાંથી અત્યંત ઓછા રનીંગ ખર્ચ, સાયલન્ટ અને સરળ ડ્રાઇવ્સ ઉપરાંત સુવિધાઓનો આનંદ માણશે.

ગ્રાહકો સમગ્ર દેશમાં 5,500 થી વધુ ટાટા પાવર ચાર્જિંગ પોઈન્ટ્સમાંથી કોઈપણ પર 6 મહિનાના મફત ચાર્જિંગનો પણ આનંદ માણી શકે છે, જે આંતર-અને શહેર-અંદરની મુસાફરીને મુશ્કેલી મુક્ત તેમજ ખર્ચ મુક્ત બનાવે છે. ગ્રાહકો માટે શ્રેષ્ઠ કિંમતે તેમની મનપસંદ EV બુક કરાવવા અને ઘરે લઈ જવાનો હવે આદર્શ સમય છે, કારણ કે આ વિશેષ, તહેવારોની ઑફર માત્ર મર્યાદિત સમયગાળા માટે, એટલે કે 31મી ઑક્ટોબર 2024 સુધી ઉપલબ્ધ છે.

અગાઉ કોઇ પણ ઉજવણીમાં ન હોય તેવી ઘોષણા કરતા, ટાટા પેસેન્જર લેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના ચિફ કોમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવાસ્તવએ જણાવ્યુ હતુ કે, “Tata.ev ખાતે અમારો એકમાત્ર હેતુ મુખ્યધારાના Evsને નિયમિત કાર ખરીદનારાઓ માટે અંતરાયો તોડીને અને વધુ ઍક્સેસિબલ બનાવવાનો છે. આ ખાસ, મર્યાદિત સમયની કિંમત સાથે અમે Evs માટેના ઊંચા ખર્ચના અંતરાયને તોડીએ છીએ જેમાં પેટ્રોલ/ડીઝલ વ્હિકલ્સની કિંમતની નજીકની કિંમત છે. ગ્રાહકો માટે હવે અમારી આધુનિક યુગની, ઊંચા પર્ફોમન્સવાળી, ઝીરો સ્ત્રાવ વાળી અને ઝીરો અવાજવાળા Evsને માણવાનું શરૂ કરવાની યોગ્ય તક છે, જે ઓછુ રનીંગ ખર્ચ અને વધુ સારો ડ્રાઇવીંગ આરામ પણ પ્રદાન કરે છે. ગ્રાહકોને વધુમાં ટાટા પાવર ચાર્જર્સ ખાતે વિના મૂલ્યે પબ્લિક ચાર્જીંગ ઓફરિંગથી પણ પુષ્કળ લાભ થશે. અમે ગ્રાહકો જ્યારે EV ક્રાંતિમાં જોડાઇ રહ્યા છે ત્યારે તેમના નજીકના ટાટા મોટર્સ અને TATA.Ev શોરુમ્સ ખાતે આવકારવાની અપેક્ષા સેવીએ છીએ.”

TATA.ev રેન્જ માટે તહેવારની ઓફર 

કાર/એસયુવી નવી પ્રારંભિક કિંમત

(મર્યાદિત સમયની ઓફર)

કિંમત ઘટાડો (સુધી)

(વેરિયાંટ પર આધારિત)

Tiago.ev 7,99,000* 40,000
Punch.ev 9,99,000 1,20,000
Nexon.ev 12,49,900 3,00,000

 * Tiago.evની પ્રારંભિક કિંમત યથાવત છે.

Related posts

HONOR એ ભારતમાં HONOR 200 સિરીઝ લોન્ચ કરી, જે AI-સંચાલિત સ્ટુડિયો-લેવલ પોટ્રેટ ફોટોગ્રાફી સાથે મોબાઈલ ઈમેજિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે

amdavadlive_editor

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

amdavadlive_editor

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

amdavadlive_editor

Leave a Comment