18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત 25મી ઓગસ્ટ 2024: ભારતના પૂર્વીય રાજય ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે નદીમાં પુર તેમજ જમીન ધસી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૨ લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય બાપુને આ ઘટનાની જાણ થતાં તેમણે પુરને કારણે માર્યો ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સેવા ત્રિપુરા સ્થિત રામકથાના શ્રોતાઓ ( કાનુભાઈ જાલન) દ્વારા પહોંચતી કરવામાં આવશે. 
બીજી તરફ નેપાળમાં મહારાષ્ટ્રના યાત્રાળુઓની એક બસ ખીણમાં ખાબકતા ૨૭ લોકોનાં મોત નિપજયા છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  નેપાળમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી વિગતો મેળવીને મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને કુલ મળીને રુપિયા ૭,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

Related posts

૧૬ વર્ષ આર્મીમાં સેવા આપનાર ગામના સપૂતને વધાવવા બરવાળા ગામ હિલોળે ચડ્યું

amdavadlive_editor

તમારી છેલ્લી ઘડીની બચત મહત્તમ બનાવવા માટે આ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન પેનો વપરાશ કરવાના 9 લાભદાયક કારણો

amdavadlive_editor

સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર

amdavadlive_editor

Leave a Comment