26 C
Gujarat
October 28, 2026
Amdavad Live
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિભાવના સમન્વય સાથે ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’ દ્વારા નવરાત્રીનો અનોખો અનુભવ માણવાની તક

અમદાવાદ, ગુજરાત | ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ | અમદાવાદમાં નવરાત્રીના યાદગાર મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’ દ્વારા 10 ઑક્ટોબર, 2026થી ગરબા પ્રેમીઓનું સ્વાગત કરવામાં આવશે. લાઇવ મ્યુઝિક, પરંપરાગત મંડળી ગરબા અને સિંધુભવન રોડ પર આવેલા વિશાળ સ્થળ પર આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’  પરંપરા સંસ્કૃતિ સાથે ભવ્યતા સંકલ્પ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીએ ભક્તિભાવ અને ઉત્સાહના સંગમ સાથે લોકોને નવરાત્રીની ઉજવણી માટે ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’  એક વિશેષ મંચ પૂરો પાડવાનો છે.

આ વર્ષની નવરાત્રી મહોત્સવની વિશેષતાઓમાંનું એક મુખ્ય આકર્ષણ તેનું સિંધુભવન રોડના મુખ્ય માર્ગ પર આવેલું સ્થળ છે, જે મુલાકાતીઓ માટે સરળ અને સુગમ પહોંચ સુનિશ્ચિત કરે છે. સાંકડી ગલીઓની અંદર આવેલા અન્ય સ્થળોથી વિપરીત, મુખ્ય માર્ગ પરનું આ સ્થળ ગરબાપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે અવરજવરની સુવિધા વધુ સરળ બનાવે છે, જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વિના નવરાત્રીના ઉત્સવનો આનંદ માણી શકે.

10,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા વિશાળ મેદાનમાં અંદાજે 5,000થી 6,000 ગરબારસિકો એકસાથે ગરબે ઘૂમી શકશે. આ નવરાત્રી મહોત્સવ દરરોજ સાંજે 7 વાગ્યાથી મધરાત બાદ 12:30 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમ દરમિયાન લાઇવ મ્યુઝિકની સાથે પરંપરાગત મંડળી ગરબાનું આયોજન કરવામાં આવશે, જે ગરબા પ્રેમીઓને ઉત્સાહસભર અને જીવંત માહોલમાં નવરાત્રીની પરંપરા, ભક્તિભાવ અને આનંદનો અનોખો અનુભવ કરાવશે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન આયોજક ધીરજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’ ના આયોજન પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ માતાજીની આરાધના કરવાની સાથે અમદાવાદના લોકોને ગરબાની ઉજવણી માટે ઉત્તમ સંગીત અને સુવિધાસભર સ્થળ પૂરું પાડવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો એકસાથે જોડાય, આપણી પરંપરાઓની ઉજવણી કરે અને ભક્તિભાવ તથા આનંદ સાથે નવરાત્રીના પર્વને માણે.” સિંધુભવન રોડ પર મુખ્ય માર્ગે આવેલું સ્થળ, વિશાળ મેદાન અને પરંપરાગત ગરબા પર વિશેષ ભાર સાથે ‘સંકલ્પ નગરી ગરબા એન્ડ મંડળી’ અમદાવાદના નાગરિકો માટે નવરાત્રીના પર્વને યાદગાર અને વિશિષ્ટ અનુભવ બનાવવાની આશા રાખે છે.

== સમાપ્ત ==

Related posts

સ્વિફ્ટએનલિફ્ટ ટેક એલએલપી એ ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ્સ 2024નું આયોજન કર્યું

amdavadlive_editor

અમદાવાદ ટીમના દિવ્ય નંદને ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ સિઝન ઓપનરમાં શાનદાર ડ્રાઈવ બાદ ત્રીજું સ્થાન મેળવ્યું

amdavadlive_editor

સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા

amdavadlive_editor

Leave a Comment