29.9 C
Gujarat
October 25, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અહીં એક વસ્તુ નક્કી છે કે અહીં કાંઈ નક્કી નથી ! મોરારી બાપુ

  • હિમાલયના કેદારનાથમાં ‘માનસ ભારત યાત્રા 1 નું’ ભાવ ભક્તિમય વાતાવરણમાં સમાપન
  • ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા- 2’ રામકથા (દ્વારકાથી જગન્નાથ પુરી) તા 14/11/26 થી 22/11/26 દરમ્યાન યોજાશે
  • ચારધામ એ જગદ્ગુરૂ શંકરાચાર્યનું સ્વસ્તિક છે

પ્રિય બાપુની રામકથા ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નું પ્રથમ ચરણનું ગઈકાલે હિમાલયની ગોદમાં બેઠેલા કેદારનાથ ભગવાનના શરણમાં સમાપન થયું હતું. હવે પછીની બીજા ચરણની રામકથા દ્વારકા ધામથી જગન્નાથ ધામની તા 14/11/26 (લાભ પાંચમ) થી તા 22/11/26 દરમ્યાન ખાસ ટ્રેઇન ‘કૈલાશ’ અને ‘ચિત્રકૂટ’ દ્વારા યોજાશે. રામકથાના સમાપનીય સંવાદમાં પ્રિય બાપુએ કહ્યું હતું કે, કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નું (પ્રથમ ચરણ) આવી છે ત્યારે ખૂબ પ્રસન્નતા નો અનુભવ થાય છે. આ હિમાલયના પર્વતો એ પર્વતો નથી પણ અહીં વેદ – પુરાણો ઊભા છે. તુલસીદાસનું માનવું છે કે આ હિમાલયના પર્વતો એ આપણા વેદ અને પુરાણો છે. સ્વસ્તિક ચારે તરફ પ્રસરી રહ્યો છે. અને દુનિયાનો પ્રથમ મુશાયરો હવે ‘સ્વસ્તિક મુશાયરો’ થઈ રહ્યો છે. તા. 27 ઓક્ટોબર – ગાજીયાબાદમાં ‘સ્વસ્તિક મુશાયરાનું’ આયોજન થવાનું છે, પ્રિય બાપુની સાક્ષીએ હિન્દી- ઉર્દૂના શાયરો આ સ્વસ્તિક મુશાયરામાં સ્વસ્તિકરૂપ શબ્દરૂપ રંગ લાવશે.

શંકરાચાર્યજી એ હિમાલયની યાત્રા દરમિયાન જમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે પરમ સ્થાનો પર સાધના કરી છે. કદાચ ગૌમુખ પણ ગયા હશે (જોકે એના આધાર પરિણામો નથી મળ્યાં) આ ચારધામ એ શંકરાચાર્યજીનું સ્વસ્તિક છે. ભારત સ્વસ્તિક યાત્રા રાષ્ટ્રને જોડવાનો એક નમ્ર પ્રયત્ન છે અને આ દ્વારા દુનિયાને જોડવાનો આ સ્વાભાવિક પ્રયાસ છે. ભગવાન રામ પણ સેતુબંધ દ્વારા આપણને પરસ્પર જોડવાનો સંદેશો આપે છે. મને એક જૂની સાખી મળે છે. એનો સર્જક – કવિ કોણ છે એની ખબર નથી પણ આ સાખી જાણે કે આપણી આ ભારત સ્વસ્તિક યાત્રા માટે જ લખાઈ હોય એવું લાગી રહ્યું છે. અને સાખીનો પ્રારંભ પણ સ્વસ્તિક શબ્દથી જ થાય છે. સનાતન ધર્મના કોઈ બંદાએ, કોઈ અવધૂતે આ લખી હશે. પણ આ સાખી સ્વસ્તિક યાત્રા માટે વર્ષો પૂર્વે કોઈ લખી હોય એવું મને અનુભવાઈ રહ્યું છે બાપ ! તો સાખી આપને પ્રસાદ તરીકે વહેચું…

સ્વસ્તિક સુભગ સકલ દિશી દક્ષિણ- ઉત્તર ધામ પશ્ચિમ- પૂરણ પૂર્ણત: સમાધિ અરુ સામ.

આ સ્વાભાવિકસહજ યાત્રા કોઈની કરુણા – કૃપાથી થઈ રહી છે. હવે બીજા ચરણની યાત્રા દિવાળી પછી શરૂ થશે. મને પ્રદીપ પૂછતો હતો કે – બાપુ આવી યાત્રાઓમાં કોઈ ચેતનાઓ મદદ કરે? મારો અનુભવ કહે છે કે તમે કોઈ પણ બુદ્ધપુરુષ કે કોઈ પણ દિવ્યચેતનાઓને યાદ કરો ત્યારે એ ચેતના તમારી આસપાસ ઊર્જા રૂપે હોય જ છે. એ અનુભૂતિની વાત છે. પણ કોઈને કોઈ ચેતના આપણી યાત્રામાં સહાયરૂપ હોય જ છે બાપ…

પૂજ્ય શ્રી મોરારી બાપુએ કથા રત્નો રજૂ કરતા કહ્યું કે, કન્યાકુમારી આજે કેદારનાથને મળવા આવી છે : ધનંજય શાસ્ત્રી બાપુએ કહ્યું કે, ભજન અને ભિક્ષા આજે પણ અમારી પરંપરા રહી છે, અમારો સ્વભાવ છે. જગદંબા તુમ્હારી જય જય હો, વૈષ્ણોદેવી માં ભવાની, અંબિકા અમરનાથ કેદારનાથ, રઘુનાથ, ગુરુદેવ, મહાદેવ, સદગુરુ, જગદગુરુ આચાર્ય અતિથી સ્વસ્તિક, કન્યાકુમારી, મીનાક્ષી, અન્નપૂર્ણા તુમ્હારી જય જય હો…. બાપુએ કહ્યું, ઉપનિષદ એ સ્વસ્તિકનું કેન્દ્ર બિંદુ છે. રામચરિત માનસ પરમ સાધુ ગ્રંથ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથી દેવો ભવ એ કાશ્મીરનું સ્વસ્તિક છે. તેમણે ઉલ્લેખ્યું કે, તુજે અપના સમજકર મેં આયા માંગને તો દુનિયા પડી હૈ… તેરી મહેફિલ મેં કરુણા સજી હે… કમલી વાલે કી મહેફિલ સજી હૈ…

બાપુએ કહ્યું કે, ભક્ત અપરાધ, ભગવાન અપરાધ ભગવદ્ ગ્રંથનો અપરાધ થાય તો પરશુરામસ્તુતિ એનું પ્રાયશ્ચિત છે. અંતે બાપુએ કહ્યું કે, જેમ બાળકનો સ્વભાવ હોય એમ રાષ્ટ્રનો પણ સ્વભાવ હોય છે !

== સમાપ્ત ==

Related posts

સ્વિગી ડાઇનઆઉટનાGIRF 2026 એમ્બેસેડર તરીકે ભુવન બામ જોડાયા; ‘બિલ હાફ. પાર્ટી ફુલ’ સાથે BB કી વાઇન્સના પાત્રોને જીવંત બનાવ્યા

amdavadlive_editor

બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026ની મજબૂત ઉદ્યોગ ભાગીદારી અને નેટવર્કિંગ સાથે શરૂઆત થઈ

સેમસંગ દ્વારા ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતો માટે આધુનિક એઆઈ ફીચર્સ સાથે બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરાઈ

amdavadlive_editor

Leave a Comment