33.4 C
Gujarat
October 24, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન સ્વસ્તિક યાત્રાનું પહેલું કઠિન ચરણ અકલ્પનીય સફળતાથી કેદારનાથનાં ચરણોમાં પૂર્ણ થયું

બીજું શુભ ચરણ લાભપાંચમથી.

સ્વસ્તિક યાત્રા-૧ની સફર,સુફલ,સફલતાથી સંપન્ન થઇ

ચાર ધામ શંકરાચાર્યનો સાથિયો છે.

ચારધામ એ તીર્થ સ્વસ્તિક છે.

દુર્ગમ સ્થાનમાં આધ્યાત્મિક યાત્રામાં ચેતનાઓ વ્યવસ્થા કરે જ છે,આ મારો અનુભવ છે:બાપુ.

આ યાત્રાથી ચાર વસ્તુ પ્રાપ્ત થઇ: છે: ભીક્ષા,ભજન,સમાધિ અને સામ(નેદ-ગાન).

 

દક્ષિણનાં કેરળ-કાલડીથી શરુ થયેલી સનાતન ભારતનાં દિલોને જોડતી આધ્યાત્મિક યાત્રા-૧ સતત ૧૪ દિવસની ‘સફર’ કરીને ૨૩ તારીખને શુક્રવારે પંચકેદારમાંનાં પૌરાણિક ધામ કેદારનાથ (ઉતરાખંડ)પહોંચી ત્યારે માઇનસ ૩-૪ ડીગ્રી ઠંડીએ વોર્મ્થ વેલકમ કર્યું.સ્વસ્તિક યાત્રાનાં ઊભા ચરણની પૂર્ણાહૂતિ વખતે ઉપસંહારક વાતો માંડતા બાપુએ બીજ પંક્તિઓનું ગાયન કર્યું:

मंगल भवन अमंगल हारी।

उमा सहित जेहि जपत पुरारी॥

मंगल भवन अमंगल हारी।

द्रवहु सो दसरथ अजिर बिहारी।

भनिति भदेस बस्तु भलि बरनी।

राम कथा जग मंगल करनी॥

सो बनु सैलु सुभायँ सुहावन।

मंगलमय अति पावन पावन॥

ને કહ્યું કે:ભગવાન કેદારેશ્વરની અસીમ કૃપાથી આજે બધા અહીં છે.વિરામનો દિવસ.દિવ્ય સ્વર્ગ ધારામાં માનસિક ડૂબકી લગાવી,આચમન કરીને પર્વતરૂપી વેદ અને પુરાણ ઊભા છે એને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે જગતગુરુ શંકરાચાર્યજીએ અહીં આવીને સમાધિનો નિર્ણય લીધો અને નિર્વાણને પ્રાપ્ત થયા.

પ્રશાસન અને સરકારે પણ આ યાત્રાને ખૂબ આવકાર આપ્યો.ભગવાન શંકરાચાર્ય કાલડીથી નીકળી ને કેદાર આવ્યા ત્યારે ચાર સ્થાનોને પસંદ કર્યા:જમનોત્રી,ગંગોત્રી(ગૌમુખ),બદ્રીનાથ અને કેદારનાથ.આ ચારધામ શંકરાચાર્યનો સાથિયો છે. ચારે ધામ વિશેષ પ્રસિદ્ધ થઈ ગયા,દરેકનો પોતાનો સ્વતંત્ર મહિમા છે.આ તીર્થ સ્વસ્તિક છે.

તમને અને મને આ યાત્રાથી શું મળ્યું?વારંવાર ઇન્ટરવ્યૂમાં પૂછાતું રહ્યું છે.

દેશ અને દુનિયાને જોડવાના ઘણા ઉપાય હોય છે કોઈ ચાલીને જાય,કોઈ સડક માર્ગથી વાહનથી,નદી અને સમુદ્રમાં જહાજ અને નૌકાથી જોડાણ થઈ શકે,હવાઈ માર્ગથી પણ દેશને જોડી શકાય. આધ્યાત્મિક દ્રષ્ટિમાં રાષ્ટ્રને,ભારત દ્વારા વિશ્વને જોડવાનો ગુરુકૃપાથી વિનમ્ર પ્રયાસ છે.

આપણને શું મળ્યું?

એક ખૂબ જ જૂની સાખી જવાબ દેવામાં મદદ કરે છે આવી યાત્રામાં ચેતનાઓ મદદ કરે કે નહીં?લૌકિક રીતે કોઈ મહાપુરુષ આવે તો વ્યવસ્થા થઈ જાય તો વ્યાસપીઠ જ્યારે દુર્ગમ સ્થાનમાં આવે તો ચેતનાઓ વ્યવસ્થા કરે જ છે.આ મારો અનુભવ છે અને આ જ બળ પર હું ચાલી રહ્યો છું.

એટલે આ સાખી જાણે આ યાત્રા માટે જ લખાઇ હશે.તમે સ્વીકારો કે ના સ્વીકારો મેં માની લીધું છે. કેદારની સાક્ષીએ કોઈ સનાતન અવધૂતે લખેલી સાખી એનું પ્રમાણ છે:

સ્વસ્તિક સુભગ સકલ દિશી,

દક્ષિણ ઉત્તર ધામ;

પશ્ચિમ પૂરણ પૂર્ણતા,

ભક્ષા અરુ ભજન,સમાધિ અરુ સામ

આ યાત્રાથી ચાર વસ્તુ પ્રાપ્ત થાય છે:ભીક્ષા,ભજન જે શંકરાચાર્યજીએ પણ પ્રાપ્ત કરી ઉપરાંત તેઓએ સમાધિ મેળવી.બધાજ સ્તોત્રો ગેય-જે સામવેદની જેમ ગાઇ શકાય

આ ચારેય અમારી નિમ્બાર્કીય પ્રવાહી પરંપરાને પૂરેપૂરી લાગુ પડે છે એનો અવર્ણનીય,અકથનીય આનંદ છે.

જાણે બધું જ પહેલેથી કોઇએ ગોઠવ્યું હોય!

એ પછી કથાપ્રવાહમાં સેતુબંધ ઉપર ભીડ થઈ.ઘણા લોકો પગપાળા પાર કરે-એ કર્મમાર્ગ.કોઈ લોકો આકાશ માર્ગે-એ જ્ઞાન માર્ગી,પણ પરમાત્મા ઊભા રહ્યા,એનું દર્શન કરવા વિશાળ કાય જળચરો બહાર નીકળ્યા.જળ ચંચળ,જળચરો ચંચળ,વાંદરાઓ પણ ચંચળ! અને પ્રભુ ઉભા ત્યારે બધા એક ટક, સમાધિષ્ઠ થઈ ગયા-આ ત્રીજો પરમાત્માનો કૃપા અને કરુણાનો માર્ગ.સેતુ પાર કરી અને સંધિ માટે કરેલો પ્રયાસ નિષ્ફળ ગયો.ભયાનક યુદ્ધ પછી રાવણને નિર્વાણ આપીને રામકથાનાં સારરૂપ સૂત્રો સત્ય,પ્રેમ,કરુણાનું ગાન કરી કથાનું સુફળ જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીને સમર્પિત કરી કથાનો વિરામ થયો.

કથા-વિશેષ:

માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું બીજું ચરણ ગુજરાત જ નહિ પણ ત્રિભુવનીય સનાતન હિન્દુ પરંપરાની સર્વોચ્ચ ઊંચાઇ સમા જગદગુરૂ શંકરાચાર્યજીની સનાતન પીઠ અને સપ્તપુરીમાંની એક યોગેશ્વર શ્રી કૃષ્ણની દ્વારિકાપુરીથી ૧૪ નવેમ્બર(લાભ પંચમી)ની શુભ સંધ્યાથી શરૂ થઇ ૨૨ નવેમ્બરનાં જગન્નાથ પુરીમાં વિરામ પામશે.

જેનું જીવંત પ્રસારણ પહેલા દિવસે સાંજે ૪ વાગ્યાથી,બાકીનાં દિવસોમાં યાત્રાનાં રૂટ મુજબ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.

== સમાપ્ત ==

Related posts

Ai+ સ્માર્ટફોન નોવા 2 અલ્ટ્રાનો ડે 1 સેલ 17 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે

amdavadlive_editor

સેમસંગ ભારતમાં 2024 Neo QLED અને OLED AI ટેલિવિઝનના લોન્ચ સાથે ટીવી બિઝનેસમાંથી INR 10,000 કરોડના વેચાણની અપેક્ષા રાખે છે

amdavadlive_editor

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

amdavadlive_editor

Leave a Comment