November 2, 2026
Amdavad Live
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની Samukમાં વિનિત કુમાર સિંહની એન્ટ્રી, મહત્વની ભૂમિકામાં જોવા મળશે

અમદાવાદ, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની આગામી સાયન્સ-ફિક્શન એલિયન સર્વાઇવલ-ઍક્શન થ્રિલર Samukને લઈને નવી માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, ‘મુક્કાબાઝ’ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર અભિનેતા વિનિત કુમાર સિંહ પણ આ ફિલ્મનો ભાગ બની ગયા છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનિત કુમાર સિંહ ડિરેક્ટર કનિષ્ક વર્માની આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, તેમના પાત્ર અને ફિલ્મની વાર્તા વિશે હાલમાં વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનિતની રૉ અને ઇન્ટેન્સ સ્ક્રીન પ્રેઝન્સને ધ્યાનમાં રાખીને તેમને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમના પાત્રમાં એક અલગ પ્રકારની એનર્જી અને ઇન્ટેન્સિટી જોવા મળશે.

Samukની કાસ્ટિંગ ખૂબ જ સ્પષ્ટ ક્રિએટિવ વિઝન સાથે કરવામાં આવી રહી છે. મેકર્સ એવા કલાકારોને સાથે લાવવા માંગે છે, જે ફિલ્મની દુનિયામાં વિશ્વસનીયતા અને પોતાની અલગ ઓળખ ઉમેરી શકે. વિનિત પોતાના પાત્રોમાં સંપૂર્ણપણે ઢળી જવા માટે જાણીતા છે અને ફિલ્મમાં તેઓ અક્ષય કુમાર સાથે એક મોટા મિશનનો ભાગ બનશે. તેમનું પાત્ર વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવશે અને અક્ષયના પાત્ર સાથે તેમનું એક મજબૂત બોન્ડ પણ જોવા મળશે.

વિનિત કુમાર સિંહે પોતાની કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. અનુરાગ કશ્યપની ‘મુક્કાબાઝ’માં તેમના અભિનયની ખાસ પ્રશંસા થઈ હતી. આ ઉપરાંત તેઓ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘ગોલ્ડ’, ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’, ‘સાંડ કી આંખ’, ‘જાટ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

વિપુલ અમૃતલાલ શાહના પ્રોડક્શન હાઉસ સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી Samukને આશીન એ. શાહ કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન કનિષ્ક વર્મા કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહ 13 વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને હાલમાં લંડનમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે.

મોટા પાયે બની રહેલી Samukમાં સાયન્સ-ફિક્શનની સાથે ઍક્શન, સર્વાઇવલ અને હૉરરનું અનોખું મિશ્રણ જોવા મળશે. ફિલ્મને મોટા પડદા માટે એક અલગ પ્રકારના જૉનર સ્પેક્ટેકલ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.

Samukના 2027માં થિયેટરમાં રિલીઝ થવાની શક્યતા છે. હાલમાં સૌથી વધુ ઉત્સુકતા એ વાતને લઈને છે કે ફિલ્મમાં વિનિત કુમાર સિંહનું પાત્ર શું હશે. જોકે, મેકર્સ હાલમાં આ સવાલનો જવાબ આપવાની ઉતાવળમાં નથી.

== સમાપ્ત ==

Related posts

ડ્રીમ ટેકનોલોજીએ ભારતમાં L40 Ultra AE અને D20 Ultra ઓલ-ઇન-વન રોબોટિક વેક્યુમ લોન્ચ કરીને તેના ઉત્પાદન પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો

amdavadlive_editor

Škoda Auto India એ “સહેલાઇથી પ્રેમમાં પડી જવાય” તેવી નવી Kushaq ને બજારમાં રજૂ કરીને મૂલ્યવર્ધન, પ્રદર્શન અને સલામતીની નવી પરિભાષા આપી

amdavadlive_editor

ઓર્કિડ ફાર્મા એ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના વધતા જોખમનો સામનો કરવા માટે ઓર્કિડ એએમએસ ડિવિઝનના નેશનલ લોન્ચની જાહેરાત કરી

amdavadlive_editor

Leave a Comment