34.8 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

જાવા યેઝદી મોટરસાયકલસે Amazon.in અને ફ્લિપકાર્ટ પર રોડસ્ટાર રેડ વુલ્ફ સાથે તેની ડિજિટલ પહોંચનો વિસ્તાર કર્યો

મુંબઈ | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | જાવા યેઝદી મોટરસાયકલસે Amazon.in અને ફ્લિપકાર્ટ પર યેઝદી રોડસ્ટાર રેડ વુલ્ફ લોન્ચ કરી છે, જેથી ભારતના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા આ નવીનતમ રોડસ્ટરને વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચાડી શકાય. આ પગલું બ્રાન્ડના ‘ડિજિટલ-ફર્સ્ટ’ અભિગમને મજબૂત કરે છે, જેનાથી ગ્રાહકો તેના વધતા જતા અધિકૃત ડીલરશિપ નેટવર્કના સપોર્ટ સાથે ઓનલાઈન માધ્યમથી સરળતાથી બાઇક શોધી શકે અને તેને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી શકે.

યેઝદીના 1970ના દાયકાના વારસાથી પ્રેરિત, રેડ વુલ્ફ તેના ડાર્ક રેડ ફિનિશ, વ્યાપક ક્રોમ ડિટેલિંગ અને બોલ્ડ રોડસ્ટાર સ્ટાન્સ સાથે અલગ તરી આવે છે. 6-સ્પીડ ગિયરબોક્સ અને અસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ સાથેના 350 આલ્ફા2 લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત, આ મોટરસાયકલ રિફાઈન્ડ છતાં રોમાંચક રાઈડિંગ અનુભવ આપે છે. લાંબા અંતરની સફરના આરામ માટે ડિઝાઇન કરાયેલ, આ બાઇકમાં રિલેક્સડ એર્ગોનોમિક્સ, ડ્યુઅલ-ચેનલ ABS અને 350 કિમીથી વધુની રેન્જ આપતી 12.5 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.

જવા યેઝદી મોટરસાઈકલ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “યેઝદી રોડસ્ટાર તેની વિશિષ્ટ સ્ટાઇલિંગ અને રિફાઇન્ડ એન્જિનિયરિંગના કારણે રાઇડર્સ વચ્ચે લોકપ્રિય રહી છે, અને જ્યારે રેડ વુલ્ફ આવી, ત્યારે તેણે એક અલગ જ આકર્ષણ ઊભું કર્યું. ભારતના અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધતા સાથે, રેડ વોલ્ફ વિવિધ ભારતીય શહેરોમાં પોતાની બોલ્ડ ઓળખ પહોંચાડી શકે છે. રાઇડર્સ ઓનલાઈન માધ્યમથી બાઇકની માહિતી મેળવી શકે અને તેમની ખરીદીની સફર સરળતાથી શરૂ કરી શકે તે માટે ઓનલાઈન હાજરી અમારા માટે અનિવાર્ય બની ગઈ છે, અને અમે અમારી પર્ફોર્મન્સ ક્લાસિક્સ રેન્જને વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ ચાલુ રાખીશું.”

ડિજિટલ માધ્યમથી પ્રોડક્ટ શોધવાની અને અનુકૂળ ખરીદી તરફ ગ્રાહકોના વધતા જતા ઝુકાવ સાથે, આ પહેલ બ્રાન્ડને પરંપરાગત શોરૂમથી આગળ વધીને પોતાની પહોંચ વિસ્તારવામાં અને દેશભરના રાઇડર્સના વિશાળ વર્ગ સાથે જોડાવામાં મદદ કરે છે. આ પગલું ભારતમાં પ્રીમિયમ મોટરસાયકલના વેચાણ માટે ઈ-કોમર્સનો ઉપયોગ કરવામાં કંપનીની પ્રારંભિક લીડરશિપને પણ મજબૂત બનાવે છે.

યેઝદી રોડસ્ટાર રેડ વુલ્ફની કિંમત રૂ 2,09,950 (એક્સ-શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે અને તે અધિકૃત ડીલરશિપ પર ઉપલબ્ધ છે તેમજ Amazon.in અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાય છે.

ઓનલાઈન ખરીદી કેવી રીતે કામ કરે છે:

  1. Amazon.in અથવા ફ્લિપકાર્ટ પર એક્સ-શોરૂમ બુકિંગ રકમ ચૂકવો.
  2. અધિકૃત સ્થાનિક ડીલર ઓર્ડરની પુષ્ટિ કરે છે અને બાકીની ઓન-રોડ ચુકવણી માટે ગ્રાહકને માર્ગદર્શન
    આપે છે.
  3. રજિસ્ટ્રેશન અને ઈન્સ્યોરન્સની કામગીરી ડીલરશિપ પર પૂર્ણ થાય છે, અને ત્યારબાદ આખરી હેન્ડઓવર કરવામાં આવે છે.
  4. એક્સેસરીઝ અને વધારાની વસ્તુઓ ડીલરશિપ પરથી ખરીદવાની રહેશે.

ઓનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ:

જાવા યેઝદી મોટરસાયકલ્સ ગ્રાહક સંતોષ અને ઝંઝટ-મુક્ત માલિકીને પ્રાધાન્ય આપતાં, ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઓનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામ ચાલુ રાખે છે. તેમાં શામેલ છે:

  • 4-વર્ષ/50,000-km સ્ટાન્ડર્ડ વોરંટી*
  • 6 વર્ષ સુધીના એક્સટેન્ડેડ વોરંટી વિકલ્પો*
  • 8 વર્ષ સુધીની રોડસાઈડ આસિસ્ટન્સ*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધીનું AMC*
  • દેશભરમાં 450+ વેચાણ અને સર્વિસ ટચપોઈન્ટ્સ પર વ્યાપક ઓનરશિપ લાભો ઉપલબ્ધ છે

*નિયમો અને શરતો લાગુ

== સમાપ્ત ==

Related posts

ઈફકોના એમડી ડો. ઉદયશંકર અવસ્થીને ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

amdavadlive_editor

શહેરનાં આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં ધો.12 પાસ તથા કૉલેજના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા GPSC – UPSC કરિયર ગાઇડન્સ ટોક શોનું આયોજન થશે

amdavadlive_editor

WhatsApp દ્વારા ભારતમાં બીજી બિઝનેસ સંમિટનું આયોજન; લોકો અને બિઝનેસીસને કનેક્ટ અને બિઝનેસ કરવાના ફીચર્સનું નિરૂપણ કરે છે

amdavadlive_editor

Leave a Comment