30.6 C
Gujarat
August 22, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

લખનૌ અને કેન્યાની ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

અમદાવાદ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી અને તેમાં ૧૫ વિધાર્થીઓનાંઅકાળે અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. લખનૌની આ ઘટના અંગેના સમાચાર પ્રાપ્ત થતાં પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા વિદ્યાર્થીઓ માટે હનુમાનજીની સાંત્વના રુપે પ્રત્યેક ના પરિવારજનોનેરુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

બીજી તરફ આફ્રિકાના પશ્ચિમ કેન્યાનાપોકોટ વિસ્તારમાં એક ખાણ દુર્ઘટનામાં ૧૯ લોકોનાં મોત નિપજયા હતા. તે જ રીતે કાજીઆડોપ્રાંતમાં એક મકાન ધરાશયી થતાં ૪ લોકો મોતને ભેટયા હતા.  પૂજ્ય બાપુને આ વ્યથિત કરનારી દુર્ઘટના અંગે સમાચારો મળતાં તેમણે સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂ બાપુ દ્વારા રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે જે રામકથાનાનાઈરોબી સ્થિત શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાંચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વેરેબલ્સની રેન્જ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરાઈ

amdavadlive_editor

હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય

amdavadlive_editor

Leave a Comment