31.5 C
Gujarat
October 7, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શાંકરી ભૂમિથી થયું રામકથાનુ સમાપન; ૯૮૦મી કથાધારા ૪-જૂલાઇથી દેવભૂમિ હરિદ્વારથી વહેશે.

નામસંગ, પ્રસન્નતાનો સંગ સાધુસંગ-આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક, પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે.

વિશ્વ યોગદિવસ, ફાધર્સડે અને વિશ્વ સંગીત દિવસનાં સંગમ દિવસે સૌને વધાઇઅપાઇ.

મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે.

મુક્તિ, ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક, પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે.

નામની પાસે બેસો, કારણકે રૂપ મોહિત પણ કરી શકે, ભ્રમિત પણ કરી શકે છે.

શરીર ધર્મનું સાધન છે, મોક્ષનું દ્વાર, ભવસાગર તરવા માટેની નાવડી છે.

———————————-

બીજ પંક્તિઓ:

અતિસયદેખિ ધર્મ કૈ ગ્લાનિ;

પરમ સભીત ધરા અકુલાની

-બાલકાંડ-દેહા-૧૮૩,ચૌપાઇ-૪

ધેનુ રૂપ ધરી હ્રદય બિચારી;

ગઇ તહાં જહં સુર મુનિ ઝારી.

-બાલકાંડ-દોહા૧૮૩,ચૌપાઇ-૭

હરિહઉં સકલ ભૂમિ ગરુઆઇ;

નિર્ભય હોહુ દેવ સમુદાઇ

-બાલકાંડ-દોહા-૧૮૬,ચૌપાઇ-૭

આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે કોચી-કેરલમ ખાતે ચાલી રહેલી રામકથાનાંપૂર્ણાહૂતિનાં દિવસે આજે વિશેષ સંયોગ એવા વિશ્વ યોગદિન,ફાધર્સડે અને વિશ્વ સંગીત દિનનાં સંગમ તેમજ યોગદિનની વધાઈ સાથે કહ્યું કે આપણને બધાને વારંવાર ભગવદ કથાનો યોગ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.

નિમિતમાત્રમનોરથીરમાબેનજસાણીપરિવારની દીકરીઓ દ્વારા બધા તરફ ધન્યવાદ-આભારની લાગણી વ્યક્ત કરી એને બાપુએ ધન્યવાદ આપ્યા. ગઈ સતી જહાં પ્રભુ સુખધામા- સતી પરીક્ષા કરવા ગઈ ત્યારે સુખધામ રામ પાસે ગઈ,છતાં પણ દુઃખી છે.શંકર ન ગયા અને નામની પાસે બેઠા રહ્યા.નામની પાસે બેસો,કારણકે રૂપ મોહિત પણ કરી શકે,ભ્રમિત પણ કરી શકે છે.

રામચરિતમાનસની ચાર વિધા,પરમાત્મા અવતાર લે છે ત્યારે ચાર વસ્તુઓ સાથે આવે છે:નામ,રૂપ,ચરિત્ર લીલા-ગાથા અને ધામ.આ ચાર ન હોય તો કથા અખંડ નથી.કથાચતુષ્પાદ ગાય,કામદુર્ગાછે.ગાય લંગડી કે અપંગ ન હોવી જોઈએ.

આ ચારેય સાથે આપણો યોગ કેવો હોવો જોઈએ? નામ સાથે ત્રણ વાતો જોડાયેલીછે:નામજપ-જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.નામ સ્મરણ અને નામ સંકીર્તન રૂપનું ધ્યાન કરો.જો કે છેલ્લું ધ્યાન સમાધિ તરફ ગતિ કરે ત્યારે રૂપ પણ છૂટી જાય છે.લીલા સાથે ત્રણ વસ્તુ જોડાયેલીછે:લીલાનું વર્ણન,શ્રવણ અને દર્શન ધામમાં શરણ હોય છે.રામનું ધામ વિશ્રામ આપે છે. વિનય પત્રિકામાંતુલસીજીલખે છે કે આપણે બડભાગી છીએ કે ભારત ભૂમિમાં જન્મ થયો છે. મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે.મુક્તિ, ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક,પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે. જ્યાં સૂરસરિ ગંગા વહે છે.

દુર્ભાવમયી સ્પર્ધા ઊર્જાનો ક્ષય કરે છે.એક તો દેશ,ભૂમિ પુણ્યશ્લોક છે,કાળ પણ સારો છે.કળિયુગ નું વિસ્તૃત વર્ણન ઉત્તરકાંડમાં કરીને છેલ્લે તુલસીજી કહે છે કળિયુગ જેવો કોઈ યુગ નથી.કારણ કે અન્ય યુગમાં ધ્યાન,યજ્ઞ,પૂજા અર્ચના કરવા પડે છે.એ બધી જ પ્રાપ્તિ માત્ર નામથી પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્યતાનો મહિમા ઉત્તરકાંડમાંરામેકર્યો.એકપ્રવચનમાં રામ કહે છે:

બડે ભાગ માનુષ તનુંપાવા;

સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા.

મનુષ્યત્વ,મુમુક્ષત્વ અને સાધુસંગસૂરજદુર્લભ છે એવું શંકરાચાર્ય કહે છે.

શરીર ધર્મનું સાધન છે,મોક્ષનું દ્વાર છે.શરીર ભવસાગર તરવા માટેની નાવડી છે.અનુગ્રહ એ અનુકૂળ પવન છે અને સદગુરુ કર્ણધાર-કપ્તાન છે. દેશ,કાળ,પાત્ર યોગ્ય પ્રાપ્ત થયા.મૃત્યુ છે તો લોક છોડવો જ પડશે.પણ ધન્યભાવ, અહોભાવ, ઉત્સવ સાથે છોડવો હોય તો ત્રણ કામ કરવા પડશે:૧-નામ સ્મરણ.૨-કોઈ પણ પરિસ્થિતિ આવે,મુસ્કુરાતા રહેવું.૩-પ્રભુને પ્રાર્થના કરવી કે તું નહીં કોઈ સાધુ જોઈએ. આમનામસંગ,પ્રસન્નતાનો સંગ સાધુસંગ આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક,પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે.

કથા માટે દરેક પ્રકારની પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું કે નિર્ભય રહો.

આ રામકથાનું સુ-ફળ બધા મળીને જગતગુરુ આદિ શંકરાચાર્યનાંચરણોમાં સમર્પિત કરીને શેષ કથામાં રામનો રાજયાભિષેક કરાવી રામકથાને વિરામ આપવામાં આવ્યો.

આગામી-૯૮૦મી રામકથા પરમ દેવભૂમિ હરિદ્વાર(ઉતરાખંડ)થી,૪ થી ૧૨ જૂલાઇ દરમિયાન યોજાશે.

જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમયે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામતલગાજરડાયુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.

== સમાપ્ત ==

Related posts

ભારત-કેનેડા વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026

amdavadlive_editor

ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન્સ કંપની IPO મારફત રૂ. 10.14 કરોડ એકત્ર કરશે

amdavadlive_editor

અમદાવાદમાં બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન

amdavadlive_editor

Leave a Comment