30.8 C
Gujarat
August 3, 2026
Amdavad Live
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતની પ્રથમ ઉચ્ચ શિક્ષણની સંસ્થા હોવાનું ગૌરવ ધરાવતી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને યંગ ઇન્ડિયા રીસર્ચ ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. (MoU) સંપન્ન

અમદાવાદ, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | તા. ૮/૬/૨૦૨૬ના રોજ  ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અને યંગ ઇન્ડિયા રીસર્ચ ફાઉન્ડેશન (YIRF) વચ્ચે શૈક્ષણિક, સંશોધનાત્મક અને સામાજિકક્ષેત્રે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ કુમાર સોલંકી તેમજ YIRFના ડાયરેક્ટર્સ ડૉ. આશિષ પાટીવાલા અને સુશ્રી શીતલ કોઇસાએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ MoUનો મુખ્ય હેતુ યુવાશક્તિ અને નારીશક્તિના સર્વાંગી વિકાસ માટે કૌશલ્યવર્ધન, નેતૃત્વવિકાસ અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સરકારની નવી શિક્ષણનીતિ (NEP) અને ભારતીય જ્ઞાન પરંપરાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા બંને સંસ્થાઓ આગામી ત્રણ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું સંયુક્ત આયોજન કરશે.

સમજૂતી કરાર અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સામાજિક કલ્યાણને લગતા કાર્યક્રમો, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, શૈક્ષણિક સેમિનારો, સંશોધન આધારિત કાર્યશાળાઓ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ તમામ પ્રવૃત્તિઓ બિન-વ્યાવસાયિક ધોરણે માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક, વ્યાવસાયિક અને વ્યક્તિગત વિકાસને કેન્દ્રમાં રાખીને હાથ ધરવામાં આવશે.

આ સહયોગમાં કોલેજના આશરે ૧૦૦ જેટલા અનુભવી પ્રાધ્યાપકોના જ્ઞાન અને સંસ્થાના માળખાકીય સંસાધનોનો લાભ મળશે, જ્યારે YIRF દ્વારા દેશ-વિદેશના નિષ્ણાત ટ્રેનર્સ અને તાલીમ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બંને સંસ્થા વચ્ચેનો સહયોગ યુવાનોને સ્વનિર્ભર, સશક્ત અને જવાબદાર નાગરિક તરીકે ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ શિક્ષણ, સંશોધન અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે.

== સમાપ્ત ==

Related posts

EDII દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

amdavadlive_editor

ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું

amdavadlive_editor

મગજની શક્તિ અને યાદશક્તિમાં વધારો કરતી સરળ આદતો

amdavadlive_editor

Leave a Comment