35.1 C
Gujarat
April 26, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બર્જર પેઈન્ટ્સ દ્વારા ‘ગરમી ગોન, ઠંડક ઓન’ હોમ કૂલિંગ સોલ્યુશન્સ રેન્જ સાથે ભારતની હીટ ચેલેન્જને પ્રતિસાદ

રાષ્ટ્રીય | ૧૩મી એપ્રિલ ૨૦૨૬ — ગરમીમાં વર્ષ દર વર્ષ વધારો થઈ રહ્યો છે ત્યારે કૂલ રહેવું તે હવે ફક્ત કમ્ફર્ટ નહીં પરંતુ ભારતના લાખ્ખો પરિવારો માટે રોજિંદો પડકાર બની ગયું છે. આ ધ્યાનમાં લેતાં દેશની દ્વિતીય સૌથી વિશાળ પેઈન્ટ કંપની અને પ્રોટેક્ટિવ કોટિંગ્સમાં આગેવાન બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિ.એ તેની હોમ કૂલિંગ પેઈન્ટ્સ રેન્જ થકી વધતી ગરમી સામે વધુ જ્ઞાનાકાર અને રોમાંચક પદ્ધતિ રજૂ કરી છે. તેને રાષ્ટ્રવ્યાપી કમ્પેઈન ગરમી ગોન, ઠંડક ઓન દ્વારા ટેકાયો અપાયો છે, જે જીવનની વધુ સ્માર્ટ અને વધુ ઊર્જા કાર્યક્ષમ રીતને પ્રોત્સાહન આપે છે.

દીવાલો, છત અને માળખાકીય મુખ થકી ઘરમાં પ્રવેશ કરતા ગરમીના નોંધપાત્ર પ્રમાણને ધ્યાનમાં રાખીને બર્જર પેઈન્ટ્સ હોમ કૂલિંગ રેન્જ નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો થકી વ્યવહારુ સમાધાન પ્રદાન કરે છે, જેમાં બર્જર એન્ટી ડસ્ટ કૂલ અને બર્જર રૂફ કૂલ એન્ડ સીલનો સમાવેશ થાય છે, જે દીવાલો અને છતમાં ગરમી શોષવાનું ઓછું કરવા માટે તૈયાર કરાઈ છે. રેન્જમાં બર્જર ટેન્ક કૂલનો પણ સમાવેશ થાય છે, જે ગરમીનો મોટે ભાગે અવગણના કરાતો સ્રોત એવી કાળઝાળ ઉનાળામાં અતિ ગરમ થઈ જતી કાળી સિન્થેટિક પાણીની ટાંકીઓને પહોંચી વળે છે. એકંદરે રેન્જ સ્રોત ખાતે ભીતરના તાપમાનને ઓછું કરવા માટે પરિપૂર્ણ અભિગમ પૂરો પાડે છે.

કેમ્પેઈનના હાર્દમાં એર કંડિશનિંગની પાર જતા સાદા પરંતુ શક્તિશાળી વિચાર વધુ સ્માર્ટ કૂલિંગમાં છે. ગરમીના તેના ઉદભવમાં જ પહોંચી વળતાં બર્જર પેઈન્ટ્સ તેનું સમાધાન અસરકારક અને પહોંચ નીવડવા સાથે ઊર્જા સઘન કૂલિંગ પદ્ધતિઓ પ્રત્યે વધુ સક્ષમ વિકલ્પ પણ છે. સમાધાન સપાટી અને ભીતરના તાપમાનને 10 ડિ.સે. સુધી ઓછું કરવામાં મદદ કરી શકે છે, જેથી ખાસ કરીને તેમને ગરમીવાળા પ્રદેશો અને ખર્ચ સતર્ક પરિવારો માટે સુસંગત બનાવે છે.

આ કટિબદ્ધતાને વધુ આગળ લઈ જતાં બર્જર પેઈન્ટ્સે સ્માઈલ ફાઉન્ડેશન સાથે ભાગીદારી થકી વંચિત સમુદાયો સુધી તેના કૂલિંગ સમાધાન પહોંચાડ્યા છે. આ પહેલના ભાગરૂપે કંપની ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 30 સરકારી શાળાઓમાં શાળા સૌંદર્યકરણ કાર્યક્રમ લઈ જશે. શાળાની ઈમારતોમાં ગરમી પ્રતિરોધક કોટિંગ્સ લગાવીને આ પહેલનું લક્ષ્ય ભીતરનું તાપમાન ઓછું કરવાનું અને વધુ આરામદાયક, ગરમી સ્થિતિસ્થાપક ભણવાનું વાતાવરણ બનાવવાનું છે. ખાસ કરીને પીક ઉનાળામાં તીવ્ર ગરમી શાળાઓમાં હાજરી ઓછી થાય છે, એકાગ્રતા ઓછી થાય છે અને એકંદર વિદ્યાર્થી સુખાકારી પર થતી અસરને રોકવાનું લક્ષ્ય છે.

આ પહેલ ભારતના અમુક સૌથી વધુ ગરમી અસરગ્રસ્ત પ્રદેશો પર કેન્દ્રિત રહેશે, જે હવામાન અનુકૂલનતા પ્રત્યે વધતી તાકીદી સાથે સુમેળ સાધે છે. હવામાનની શૈલીઓએ બદલાવાનું ચાલુ રાખ્યું છે ત્યારે બર્જર પેઈન્ટ્સની કૂલ રેન્જ ભારત રિએક્ટિવ સમાધાનથી પ્રતિબંધાત્મકમાં ખસીને ભારત કૂલિંગ પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે તેમાં વ્યાપક રૂપાંતરનો સંકેત આપે છે.  પગલું હેતુ સાથે નાવીન્યતાને જોડીને પરિવારો અને સમુદાયોને વધુ કાળઝાળ ઉનાળામાં સારી રીતે નિભાવવામાં મદદરૂપ થાય છે.

બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અભિજિત રોયે જણાવ્યું હતું કે, “બર્જર પેઈન્ટ્સ ખાતે અમે હંમેશાં ગ્રાહકોની જરૂરતોની આગળ રહેવામાં માનીએ છીએ અને અમે ઉદ્યોગ પ્રથમ નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો લોન્ચ કરવા માટે ઓળખાતા હોઈ ગરમીવાળા પ્રદેશોમાં ગરમીનો સામનો કરતા પરિવારોને વધતા પડકારોને સારી રીતે જાણીએ છીએ. અમારી હોમ કૂલિંગ રેન્જ સાથે અમે ગરમી મહેસૂસ થાય તેની બદલે જ્યાંથી શરૂ થાય ત્યાં તેને પહોંચી વળવા ધ્યાન આપીએ છીએ. ગરમી ગોન ઠંડક ઓન કેમ્પેઈન થકી અમે સ્માઈલ ફાઉન્ડેશન સાથે અમારી ભાગીદારી થકી સમુદાયો પર આ પ્રભાવ વિસ્તારીને કૂલિંગ વ્યવહારોને વધુ સક્ષમ અને પહોંચક્ષમ બનાવવા તરફ મોટે પાયે વર્તનમાં પરિવર્તન પ્રેરિત કરવા માગીએ છીએ.’’

Related posts

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

amdavadlive_editor

ઉજ્જીવન SFBએ નવી બ્રાન્ડ કેમ્પેનનો પ્રારંભ કર્યો: ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy’; બેન્કિંગની સુગમતા અને સરળતા પર ભાર મુકે છે

amdavadlive_editor

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadlive_editor

Leave a Comment