August 4, 2026
Amdavad Live
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોશ્યલ મીડિયાના સ્ટાર ‘બકાભાઈ’ હવે મોટા પડદા પર લાવશે લાગણીનો અહેસાસ ફિલ્મ ‘લાગણી’નું ટ્રેલર રિલીઝ

અમદાવાદ, ગુજરાત | ૦૬ એપ્રિલ ૨૦૨૬ ​ગુજરાતી મનોરંજન જગતમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ‘બકાભાઈ’ તરીકે લોકપ્રિય બનેલા જાણીતા નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર રાહુલ વેગડ હવે એક હૃદયસ્પર્શી પારિવારિક ફિલ્મ ‘લાગણી’ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સોશ્યલ મીડિયા પર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.​

​રાહુલ વેગડ માત્ર વિડિયો સર્જક જ નહીં, પરંતુ એક સફળ ગીતકાર પણ છે. જીજ્ઞેશ કવિરાજના કંઠે ગવાયેલું ‘મારા મલકના મેના રાણી’, રાકેશ બારોટનું ‘લાલ પીળી લોટરી’ અને ‘ઘડિયાળના ટકોરે’, તેમજ વિક્રમ ઠાકોરનું સુપરહિટ ગીત ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ જેવા અનેક યાદગાર ગીતો તેમણે આપ્યા છે. પોતાની યુ-ટ્યુબ ચેનલ પર ૧૨૦૦થી વધુ કોમેડી વિડિયો દ્વારા લાખો લોકોનું મનોરંજન કર્યા બાદ, હવે તેઓ એક ગંભીર અને સંવેદનશીલ વિષય સાથે મોટા પડદા પર પદાર્પણ કરી રહ્યા છે.​

​ફિલ્મ ‘લાગણી’ની વાર્તા પિતા અને પુત્રીના અતૂટ અને પવિત્ર સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા કલાકાર જગજિતસિંહ વાઢેર અને પંક્તિ પટેલ જોવા મળશે. ટ્રેલર પરથી સ્પષ્ટ જણાય છે કે આ ફિલ્મ પ્રેક્ષકોની આંખો ભીની કરવાની સાથે સાથે પરિવાર પ્રત્યેની જવાબદારી અને પ્રેમનો સંદેશ પણ આપશે.​

​ફિલ્મના સંગીત પક્ષે પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. બોલિવૂડના સુપરસ્ટાર સિંગર સોનુ નિગમ, ગુજરાતના લોક લાડીલા કિર્તીદાન ગઢવી અને કવિતા દાસ જેવા દિગ્ગજ કલાકારોએ ફિલ્મના ગીતોને પોતાનો મધુર કંઠ આપ્યો છે, જે ફિલ્મના ભાવને વધુ મજબૂત બનાવે છે.​

​સમગ્ર પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી આ સાફ-સુથરી પારિવારિક ફિલ્મ ૧૭ એપ્રિલના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ વિશે વાત કરતા રાહુલ વેગડ (બકાભાઈ) એ જણાવ્યું હતું કે, “મેં અત્યાર સુધી લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે, પણ આ ફિલ્મ દ્વારા હું દરેક ગુજરાતીના હૃદયને સ્પર્શવા માંગુ છું. ‘લાગણી’ એ દરેક ઘરની વાર્તા છે.” સૌ દર્શકો ને મારી વિનંતી છે આપ સહકુટુંબ આફીલમ ને એકવાર સિનેમા ઘરમાં અચૂક જોજો તમને મજા પડશે.

Related posts

અમદાવાદમાં રોટરી સર્વમ દ્વારા “સ્પેલબાઉન્ડ– સુહાની શાહ લાઇવ”નો અનોખો કાર્યક્રમ સમાજ હિત માટે યોજાયો

amdavadlive_editor

એબોટ્ટએ પ્રત્યેક મિનીટે ગ્લુકોઝના સતત વાંચન અને વૈકલ્પિક એલાર્મ સાથે નેક્સ્ટ-જેન ફ્રીસ્ટાઇલ લિબ્રે®2 પ્લસ લોન્ચ કરી

amdavadlive_editor

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

amdavadlive_editor

Leave a Comment