33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

અમદાવાદ, 29 જુલાઇ, 2024: બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ મોટુલ ઇન્ડિયાના સહયોગથી “તેરે શહેર મેં V 2.0″નું સફળ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃકતા ફેલાવવાનો હતો, જેમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના 225થી વધુ રાઇડર્સ જોડાયાં હતાં.

આ કાર્યક્રમની શરૂઆત રવિવારે સવારે 6 વાગે સિંધુભવન રોડ ઉપર ગોટીલા ગાર્ડનથી થયો હતો, જ્યાં બાઇકર્સ એકત્રિત થયા હતાં, જ્યાં બાઇકર્સે તેમની મોટરસાઇકલની અલગ-અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમની એકજૂટતા દર્શાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું ખૂબજ કાળજીપૂર્વક આયોજન કરાયું હતું, જ્યાં દરેક બાઇકર ભેગા થયાં બાદ તેમને સવારે 6.15 વાગે કૂપન વિતરિત કરાઇ હતી, સવારે 6.45 કલાકે બ્રિફિંગ આપ્યાં બાદ સવારે 6.55 કલાકે ફ્લેગ-ઓફ કરાઇ હતી.

બાઇકર્સે ગોટીલા ગાર્ડનથી શરૂ કરીને પકવારન ક્રોસ રોડ, ગોતા, વૈશ્ણોદેવી, અડાલજ, છ સર્કલથી ગિફ્ટ સિટીની સફર કરી હતી, જે દરમિયાન તેમણે માર્ગ સલામતીનો સંદેશો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બાઇકર્સ ક્લબ ઇન્ડિયાની વ્યાપક પહેલ “તેરે શહેર મેં V 2.0″ના ભાગરૂપે દેશના 14 રહેરોમાં એકસાથે રાઇડ યોજાઇ હતી. આ રાઇડમાં દેશભરમાંથી 2500થી વધુ રાઇડર્સે ભાગ લઇને ગુજરાત અને સમગ્ર ભારતમાં ટ્રાફિક અને માર્ગ સલામતીનો સંદેશો આપ્યો હતો.

બાઇકર્સ ક્લબ ઇન્ડિયા તેના 10,000થી વધુ સદસ્યો સાથે જવાબદારીભર્યા રાઇડિંગને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે. અનુભવી રાઇડર્સ રચના વોરા અને રૂપેશ દલાલના નેતૃત્વમાં અમદાવાદ એમ્બેસીએ આ મૂવમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ક્લબ અને રાઇડિંગ કમ્યુનિટી પ્રત્યેની તેમની કટીબદ્ધતા પ્રશંસનીય છે.

રચના વોરાએ 200,000 કિલોમીટર રાઇડ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે નવેમ્બર 2022માં સમગ્ર ભારતની રાઇડ પૂર્ણ કરી છે તેમજ દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24,000 કિલોમીટરનું અંતર કાપીને અને માત્ર 84 દિવસમાં આઠ આંતરરાષ્ટ્રીય સરહદોને સ્પર્શ કર્યો છે. તેમની મુસાફરી તેના જુસ્સા અને સવારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વધુમાં તેમણે મોટરસાઇકલ પર ચાર ધામ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાઇડર હોવાનો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ધરાવે છે.

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસી વતી પ્રતિક્રિયા આપતાં રચના વોરાએ જણાવ્યું હતું કે, “તેરે શહેર મેં V 2.0″ને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ માર્ગ સલામતી પ્રત્યે વધતી જાગૃકતાનો પુરાવો છે તેમજ મોટી સંખ્યામાં રાઇડર કમ્યુનિટીનું એકત્રિત થવાનું જોઇ ખૂબજ ખુશી થાય છે. અમે દરેક વ્યક્તિ માટે માર્ગ સુરક્ષિત કરવાના નિરંતર પ્રયાસોમાં સહયોગ બદલ મોટુલ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ.

ક્લબના બીજા સદસ્ય રૂપેશ દલાલે અત્યાર સુધીમાં 250,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેમના સાહસોમાં ભારતના ચાર ખૂણાઓ, ચાર ધામમાંથી બે તીર્થયાત્રાઓ અને રચના સાથે મળીને સમગ્ર ભારતની બાઇક ઉપરની સફરનો સમાવેશ થાય છે. તેઓ સાથે મળીને અમદાવાદ એમ્બેસીનું સુકાન સંભાળે છે, જે રાઇડર્સને ગુજરાતની અંદર રહેવાની સગવડ, બાઇકની જાળવણી અને મુસાફરી માર્ગદર્શન સહિત અપ્રતિમ સહાય પૂરી પાડે છે.

Related posts

અમર્યાદિત રિવોર્ડ્સ, ડિજિટલ ફર્સ્ટ અનુભવ અને અન્ય આકર્ષક લાભોના કારણે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ભારતમાં સૌથી ઝડપથી વિકસતું કો-બ્રાન્ડેડ કાર્ડ બન્યું

amdavadlive_editor

WhatsAppએ યુઝર્સને સુરક્ષિત રાખવા માટે ગ્રુપ મેસેજિંગમાં કોન્ટેક્સ્ટ કાર્ડ રજૂ કર્યા

amdavadlive_editor

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

amdavadlive_editor

Leave a Comment