18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

અમર્યાદિત રિવોર્ડ્સ, ડિજિટલ ફર્સ્ટ અનુભવ અને અન્ય આકર્ષક લાભોના કારણે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ભારતમાં સૌથી ઝડપથી વિકસતું કો-બ્રાન્ડેડ કાર્ડ બન્યું

  • VISA દ્વારા સંચાલિત એમેઝોન પે ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ દેશભરમાં 5 મિલિયનથી વધુ ગ્રાહકોને ઓનબોર્ડ કરનારું ભારતનું પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ બન્યું
  • એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ઇન્સ્ટન્ટ ઇશ્યુ, જોડાવાની અને વાર્ષિક ફીમાંથી મુક્તિ, અમર્યાદિત રિવોર્ડ્સ અને બીજા કેટલાય આકર્ષક લાભોની વિવિધ રેન્જ ઓફર કરે છે

મુંબઇ 29 ઑગસ્ટ 2024: એમેઝોન પે ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ દેશભરમાં 5 મિલિયનથી વધુ ગ્રાહકોને ઓનબોર્ડ કરનારું ભારતનું પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ બની ગયું હોવાની કંપનીએ આજે ​​મુંબઇમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં જાહેરાત કરી હતી. તે VISA દ્વારા સંચાલિત સૌથી ઝડપથી વિકસતા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડમાંથી એક છે. આ કાર્ડ પર મળતા લાભોની યાદીમાં તદ્દન સરળ અને અમર્યાદિત રિવોર્ડ નિર્માણ, આજીવન ફ્રી કાર્ડ, વિના અવરોધે વીડિયો KYC દ્વારા 30 મિનિટમાં ઇન્સ્ટન્ટ ઇશ્યુ અને પેપરલેસ ઓનબોર્ડિંગનો સમાવેશ થાય છે.

એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ, તેના ડિજિટલ-ફર્સ્ટ અભિગમની મદદથી આ ઉદ્યોગમાં સૌથી વધુ NPS સ્કોર કરનાર પૈકી એક છે. તેનો આકર્ષક રિવોર્ડ પ્રોગ્રામ અને અવરોધરહિત ગ્રાહક અનુભવ તેને ફ્લાઇટ અને હોટલ બુકિંગ જેવા ઉચ્ચ મૂલ્યના ટ્રાન્ઝેક્શન અને યુટિલિટી બિલ તેમજ કરિયાણા જેવા નાના ટિકિટના ટ્રાન્ઝેક્શન માટે પસંદગીની પસંદગીનું કાર્ડ બનાવે છે. પરિણામે, ઉદ્યોગના ધોરણોની સરખામણીએ વપરાશકર્તા દીઠ કાર્ડનો સરેરાશ ખર્ચ 22% વધારે છે. આ ઉપરાંત, તે Amazon.in પર લાખો ઉત્પાદનો પર છ-મહિનાના નો-કોસ્ટ EMI વિકલ્પો ઓફર પૂરા પાડે છે. તે ટૅપ એન્ડ પે ટ્રાન્ઝેક્શન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ક્રેડિટ કાર્ડ્સમાંથી એક છે, જે ગ્રાહકોને સગવડતાપૂર્વક અને અસરકારક રીતે ચુકવણી કરવા સશક્ત બનાવે છે.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ દરમિયાન આ સીમાચિહ્ન હાંસલ કરવા અંગે એમેઝોન પે – ક્રેડિટ અને લેન્ડિંગના ડાયરેક્ટર મયંક જૈને જણાવ્યું હતું કે, “એમેઝોન પે ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ સમગ્ર ભારતના ગ્રાહકો સાથે આટલી મજબૂત રીતે કેવું જોડાઇ ગયું છે તે જોઇને અમે ઘણા ઉત્સાહિત અને કૃતજ્ઞ છીએ. 5 મિલિયન ગ્રાહકની સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરવી એ અસાધારણ વેલ્યૂ, કાર્ડ ઇશ્યુ કરવાનો અવરોધરહિત અનુભવ અને ગ્રાહકો માટે એક સીધું રિવોર્ડ આપવાનું સ્ટ્રક્ચર પ્રદાન કરવા પરના અમારા નિરંતર ફોકસનો પુરાવો છે. અમારા ગ્રાહકોએ અમારા પર મૂકેલા વિશ્વાસની અમે પ્રશંસા કરીએ છીએ અને અમારા દ્વારા આપવામાં આવતી ઓફરોમાં સતત ઇનોવેશન અને વિસ્તરણ કરીને તેમના નાણાકીય અનુભવોને વધુ ઉન્નત બનાવવા માટે સમર્પિત રહીએ છીએ. VISA અને ICICI બેંકના સહયોગમાં, અમે આગળ વધીને વધુ અનુકૂળ અને લાભદાયક નાણાકીય ઉકેલો પૂરા પાડવા બદલ ઉત્સાહિત છીએ.”

ICICI બેન્કમાં પ્રોડક્ટ હેડ કાર્ડ્સ, અમરજીત સિંઘ વાલિયાએ જણાવ્યું હતું કે, “ઓક્ટોબર 2018માં એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી ત્યારથી તેને સમગ્ર દેશના લાખો ગ્રાહકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ કાર્ડે અનેક સીમાચિહ્નો પાર કર્યા છે અને તેની સફળતાનો શ્રેય ઉદ્યોગમાં શ્રેષ્ઠ રિવોર્ડ અને અવરોધરહિત ઓન-બોર્ડિંગ પ્રક્રિયાને આપી શકાય છે. આ સીમાચિહ્ન અમારા ગ્રાહકોને સલામત, સુરક્ષિત અને ઝંઝટમુક્ત અનુભવ સાથે નવી અને વિશિષ્ટ ઓફરો આપવાના અમારા ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરે છે.”

VISA ઇન્ડિયા અને સાઉથ એશિયા માટે મર્ચન્ટ સેલ્સ એન્ડ કો-બ્રાન્ડ્સના વડા ઋષિ છાબરાએ જણાવ્યું હતું કે, “કાર્ડની અપીલ અને ગ્રાહકોને મળતી આકર્ષક વેલ્યૂ તેની સફળતાનું કારણ છે, જેણે અવરોધરિહત ડિજિટલ ઇશ્યુઅન્સ, આકર્ષક લાભો અને એક એકીકૃત ડિજિટલ સફર દ્વારા ટોપ-ઓફ-વોલેટ ક્રેડિટ કાર્ડ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એમેઝોન પે અને ICICI બેંક સાથેની આ યાત્રામાં ભાગીદાર બનવા અને 5 મિલિયન ક્રેડિટ કાર્ડનો આંકડો પાર કર્યો હોવાનું VISAને ગૌરવ છે. સાથે મળીને, અમે વપરાશકર્તાઓને શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ પૂરો પાડીએ છીએ અને VISA દ્વારા સમર્થિત અપવાદરૂપ સુરક્ષા પ્રદાન આપીએ છીએ અને આ પ્રકારે ચુકવણી કરવાની શ્રેષ્ઠ રીત બનવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવીએ છીએ.”

હાલના સમયમાં ઘણા ક્રેડિટ કાર્ડ પ્રદાતાઓ લાભો પાછા ખેંચી રહ્યા છે તેવા સમયમાં એમેઝોન પે અને ICICI બેંક પોતાના ગ્રાહકોને ઓફર કરવામાં આવતી વેલ્યૂ પ્રદાન કરવામાં મક્કમ છે. કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઉન્નત રિવોર્ડ પ્રદાન કરે છે, જેમાં એમેઝોન પરથી કરેલી ખરીદી પર પ્રાઇમ મેમ્બર માટે 5% અમર્યાદિત કૅશબૅક અને નોન-પ્રાઇમ મેમ્બર માટે 3% કૅશબૅક, બિલની ચુકવણી પર 2% કૅશબૅક અને અન્ય તમામ ટ્રાન્ઝેક્શન પર 1% કૅશબૅકનો જેવા લાભો સામેલ છે. કૅશબૅક પોઇન્ટની મુદત ક્યારેય પૂરી થતી નથી અને 1 પોઇન્ટની વેલ્યૂ INR 1 બરાબર છે, રિવોર્ડ્સને આપમેળે એમેઝોન પે બેલેન્સમાં જમા કરવામાં આવે છે, Amazon.in પર અને બહાર બંને પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. વધુમાં, ગ્રાહકો મર્યાદિત સમયની ઑફર્સ, જેમ કે ફ્લાઇટ પર અમર્યાદિત 5% કૅશબૅક અને પ્રાઇમ મેમ્બર માટે હોટેલ બુકિંગ, નોન-પ્રાઇમ મેમ્બર માટે 3% કૅશબૅક, નવા નોન-પ્રાઇમ ગ્રાહકો માટે ત્રણ મહિનાની મફત પ્રાઇમ મેમ્બરશિપ અને નવા કાર્ડધારકો માટે આકર્ષક વેકલમ રિવોર્ડ્સનો લાભ ઉઠાવી શકે છે.

ગ્રાહકો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ માટે સીધા જ Amazon.in વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પરથી અરજી કરી શકે છે. મંજૂરી મળ્યા પછી, તેમને સંપૂર્ણપણે કોન્ટેક્ટલેસ અને પેપરલેસ પ્રક્રિયા દ્વારા ડિજિટલ કાર્ડ મળે છે. ત્યારબાદ ICICI બેંક દ્વારા ગ્રાહકના સરનામે થોડા દિવસોમાં પત્રવ્યવહાર દ્વારા ફિઝિકલ કાર્ડ મોકલવામાં આવે છે. કાર્ડનો પ્રારંભિક અનુભવ વધારવા માટે તેમાં સાથે વેલકમ રિવોર્ડ્સની રેન્જ આવે છે.

Related posts

ટોયોટા કિર્લોસ્કર મોટરે અર્બન ક્રુઝર હાઇરાઇડરની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ રજૂ કરી

amdavadlive_editor

“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

amdavadlive_editor

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

amdavadlive_editor

Leave a Comment