21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

ઉજ્જીવન SFBએ નવી બ્રાન્ડ કેમ્પેનનો પ્રારંભ કર્યો: ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy’; બેન્કિંગની સુગમતા અને સરળતા પર ભાર મુકે છે

બેંગલોર 02 સપ્ટેમ્બર 2024: ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બેન્ક ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઉજ્જીવન)એ તેની નવી બ્રાન્ડ કેમ્પેન ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy (તમે ચાહો છો તેવી બેન્ક, ઉજ્જીવન તેને અત્યંત સરળ બનાવે છે)’. આ કેમ્પેન બેન્કની સરળતા, સુરક્ષિત અને અંતરાય-મુક્ત અનુભવ સાથે ગ્રાહકોને સ્વતંત્રતા આપવાની સમર્પિતતા પર ભાર મુકે છે.

કેમ્પેનનો ધ્યાનાકર્ષક ઝણકાર (જિંગલ), ‘Banking Jaise Meri Marzi, Ujjivan makes it easy-easy,’ (બેન્કિંગ જૈસે મેરી મરજી, ઉજ્જીવન મેક્સ ઇટ ઇઝી-ઇઝી) ઉજ્જીવન સાથેનું બેન્કિંગનો માર્ગ તેને વધુ સરળ અને સુગમ બનાવે છે, જે સમય અને પ્રયત્નોનો બચાવ કરે છે. આ ફિલ્મ એવુ નિરુપણ કરે છે કે ઉજ્જીવન સાથેનું બેન્કિંગ ફિજીટલ પ્લેટફોર્મ્સમાં પ્રયાસ વિનાનું અને આનંદદાયક છે. ઉજ્જીવન ગ્રાહકોની સરળતાએ તેમની વિવિધ જરૂરિયાતોને સંતોષે છે, ચાહે તે ઍક્સેસિબીલીટી, સુગમતા ઇચ્છતા કામ કરતા વ્યાવસાયિક હોય અને સરળતા અને પરંપરાગત બેન્કિંગમાં વિશ્વાસ રાખતા વ્યક્તિગતો કે વરિષ્ઠ નાગરિકો કેમ ન હોય.

7 સપ્તાહની બ્રાન્ડ કેમ્પેન 2 સપ્ટેમ્બર 2024ના રોજ અગિયાર પ્રાદેશિક ભાષાઓમાં શરૂ થાય છે. તેને પ્રભાવકની સામેલગીરી સાથે વેબ, ઓટીટી ચેનલ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર તેમજ ઉજ્જીવનની શાખાઓ પર રજૂ કરવામાં આવશે.

ઉજ્જીવનના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કુ. કારોલ ફુર્ટાડોએ જણાવ્યું હતુ કે, “એક જવાબદાર વ્યાપક માર્કેટ બેંક તરીકે, અમે અમારા ગ્રાહકો માટે નાણાકીય અને ડિજિટલી સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી નવી કેમ્પેન બેંકિંગને સરળ, સુલભ બનાવવાની ખાતરી છે – કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ, ફિજીટલ ચેનલોમાં, સુરક્ષિત અને સલામત રીતે. અમારા ડિજિટલ બેંકિંગ પ્રોડક્ટ સ્યુટનો હેતુ અમને એક સરળ અને અનુકૂળ બેંકિંગ પાર્ટનર તરીકે સ્થાપિત કરવાનો છે.”

ઉજ્જીવનના ચિફ માર્કેટિંગ ઓફિસર શ્રી લક્ષ્મણ વેલાયુથમએ જણાવ્યું હતુ કે, “ગ્રાહકો બેંકિંગને એક જરૂરી સમય માંગી લેતું કામ હોવાનું માને છે. અમારું નવું અભિયાન એ વાત પર ભાર મૂકે છે કે ઉજ્જીવન સાથે બેંકિંગ હવે સરળ-સરળ છે. અમારા ડિજિટલ મૂળ ગ્રાહકોએ આ જિંગલ અને જિગને પ્રેરણા આપી છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ દરેક એકસાથે લાવશે અને બેંકિંગ અને બહેતર જીવન નિર્માણનો સરળ રસ્તો શોધી કાઢશે.”

આ કેમ્પેનની રચના અને સર્જન પ્લાન બી એડવર્ટાઇઝીંગ દ્વારા કરવામાં આવી છે.  કેમ્પેન વિશે બોલતા પ્લાન બી એડવર્ટાઇઝીંગના સીઇઓ શ્રી સુનીલ પેનુગોંડાએ જણાવ્યું હતુ કે, “હાલમાં અનેક બેન્કો છે.  ઉજ્જીવન જેવી બેંક તમને ભાગ્યે જ મળે છે. એક બેંક જે ગ્રાહકને કેન્દ્રમાં રાખવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. અમે પ્રથમ વખત એવી બેંક જોઈ છે કે જ્યાં ગ્રાહક સેવા સુવિધાને બદલે સંસ્કૃતિનો ભાગ છે. સરળ અને અનુકૂળ એ જ છે જે ફિલ્મ કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે માનીએ છીએ કે સરળ બેંકિંગનો આ પ્રસ્તાવ લોકોના મનમાં સ્થાયી થશે, જે જિંગલને આભારી છે, જે સરળ, સીધી અને યાદગાર છે.”

આ કેમ્પેન વિશે બોલતા પ્લાન બીના ક્રિયેટીવ ડિરેક્ટર શ્રી કાર્તિક વેંકટરામનએ ઉમેર્યું હતુ કે “ઉત્પાદનો અને સેવાઓની વિપુલતા અને તેમના લાભો વિશે વાતચીત કરવા માટે, અમે તેમને ખુશખુશાલ, નમ્ર જિંગલ સાથે રજૂ કરવાનું પસંદ કર્યું છે. પછી અમે તેને કેટલાક મનોરંજક, નવા યુગના હૂક સ્ટેપ્સ સાથે જોડી દીધું છે, એક સરળ અને અનોખી રીતે કોરિયોગ્રાફ કર્યું છે! સાથે મળીને, તેઓ યાદગાર રીતે અમારા અર્પણોને જીવંત બનાવે છે.”

 

અહીં વીડિયો જુઓ

ફિલ્મ: https://bit.ly/ubc90

માઇક્રોસાઇટ: https://bit.ly/ubc-24

Related posts

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadlive_editor

LG ઈલેક્ટ્રોનિક્સ પ્રસ્તુત કરે છે એક્સક્લુઝિવ સ્વતંત્રતા દિવસ ઓફર્સ

amdavadlive_editor

આ તહેવારોની સીઝનમાં Amazon ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સાથે તમારા ઘર, રસોડા અને આંગણને અપગ્રેડ કરો

amdavadlive_editor

Leave a Comment