અમદાવાદ 12 નવેમ્બર 2024: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક પોતાના કર્મચારીઓમાં નૈતિક બેન્કિંગ પ્રેક્ટીસિસ વિશે સતર્ક રહેવા અને સંવર્ધન કરવા પર જાગૃત્તિમાં વધારો કરવા માટે 11 નવેમ્બરથી 16 નવેમ્બર 2024 સુધી ‘વિજીલન્સ અવેરનેસ સપ્તાહ’ (તકેદારી જાગૃત્તિ સપ્તાહ)ની ઉજવણી કરી રહી છે. આ વર્ષે બેન્કના કર્મચારીઓની કેમ્પેન “વોચઆઉટ ફોર ઇચ અધર ” (એકબીજાની દેખરેખ રાખવી) અરસપરસની તકેદારીની અગત્યતા પર ભાર મુકે છે, જે ભારત સરકારની થીમ: “રાષ્ટ્રની સમૃદ્ધિ માટે અખંડિતતાની સંસ્કૃતિ” સાથે સંરેખિત છે. મુખ્ય મહેમાન કર્ણાટક સરકારના આઇપીએસ (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ-સીઆઇડી) ડૉ. એમ.એ. સલીમએ ઔપચારિક દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, હતું, અને ચાવીરૂપ સંબોધન કર્યુ હતું. ડૉ. સલીમે જે તે વ્યક્તિની દ્રઢતા સંસ્થાઓની અખંડિતતા તરફ કેવી રીતે દોરી જાય છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓએ ગ્રાહકના ભંડોળના સંચાલનમાં ક્યારેય બેદરકારી રાખવી જોઈએ નહીં, તેમજ એવી ચેતવણી આપી હતી કે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં બેંક સ્ટાફ દ્વારા કોઈપણ સંડોવણી બેંક માટે ગંભીર નાણાકીય જવાબદારીમાં પરિણમશે.
અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં બેન્ક બોર્ડના ઓડીટ કમિટીના સ્વતંત્ર ડિરેક્ટર અને ચેરપર્સન કુ. સુધા સુરેશ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સંજીવ નૌટીયાલ, પૂર્ણકાલીન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કુ. કેરોલ ફુર્ટેડો અને ચિફ વિજીલન્સ ઓફિસર શ્રી જોહ્ન કિર્સ્તીનો સમાવેશ થાય છે.
સપ્તાહ દરમિયાન ઉજ્જીવન અસંખ્ય જાગૃત્તિ કાર્યક્રમો, વર્કશોપ્સ અને ક્વીઝનું તેની તમામ શાખામાં આયોજન કરશે જેથી બિઝનેસ અને ઓપરેશન્સની નૈતિક વર્તણૂંક, છેતરપીંડી અવરોધન પ્રોત્સાહન આપી શકાય અને અને ગ્રાહકોના વિશ્વાસનું સંવર્ધન કરી શકાય. વધુમાં બેન્ક એવા શ્રેષ્ઠ કર્મચારીઓને ઓળખી કાઢશે જેમણે કાર્ય પ્રત્યે અખંડિતતા અને ઊંચા નૈતિક ધોરણો દર્શાવ્યા હોય.
વિજીલન્સ અવેરનેસ વિક એ ઉજ્જીવન માટે નૈતિક બેન્કિંગ પ્રેક્ટિસીસની પ્રતિબદ્ધતા પર ભાર મુકવાની અને પોતાની વર્કફોર્સમાં તકેદારીની સંસ્કૃતિને વધુ દ્રઢ બનાવવાની તક છે.