33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા ટ્રસ્ટે મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનીંગને પ્રોત્સાહન આપવા માટે શેફ સંજીવ કપૂરને સમાવતી સામાજિક જાગૃત્તિ ફિલ્મ લોન્ચ કરી

મુંબઇ, મહારાષ્ટ્ર, 18 જુલાઇ, 2024 : ભારતમાં સ્તન કેન્સરનો બોજ જાહેર આરોગ્ય ચિંતા પર તાત્કાલિક ધ્યાન દેવા યોગ્ય છે, જેમાં દર ચાર મિનીટે એક મહિલામાં આ રોગનું નિદાન થાય છે.[i]વહેલાસર નિદાન શક્તિશાળી પગલું સાબિત થાય છે જે વધી રહેલા કેસ સામે એક સહાયક તરીકે સાબિત થાય તેમ છે. સ્તન કેન્સર જાગૃત્તિમાં વધારો કરવાથી જે તે વ્યક્તિમાં જાણકારીની દહેશતની હકીકતને પ્રસ્થાપિત કરી શકે છે, તેમજ મહિલાઓને તેમની સ્વસ્થતાનો સક્રિય રીતે હવાલો લેવામાં સશક્ત બનાવી શકે છે.

ટાટા મેમોરિયલ હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. શલાકા જોષીએ ઉમેર્યું હતુ કે, “ભારતમાં સ્તન કેન્સર30માંથી 1 મહિલાને માઠી અસર પહોંચાડે છે, જે બનવાન દર છેલ્લા 25 વર્ષોથી વધી રહ્યો છે. વહેલાસર નિદાન ઊંચો ઉપચાર દર હાંસલ કરવા માટે નિર્ણાયક છે, જેમાં વહેલાસર નિદાનને કારણે છેલ્લા પાંચ વર્ષોમાં 90% સફળતા પ્રાપ્ત થઇ છે. કમનસીબે આપણા દેશની 60% જેટલી મહિલાઓમાં લક્ષણોની વહેલાસર જાગૃત્તિના અભાવે, સ્ક્રીનીંગના અભાવને કારણે, અંગત આરોગ્યની અવગણના અને સારવારના ભયને કારણે આગોતરા તબક્કે તેનું નિદાન થાય છે. વહેલાસર નિદાન ઓછી તીવ્ર સારવાર અને જીવનની વધુ સારી ગુણવત્તામાં પરિણમે છે. મારા ક્લિનીકલ અનુભવ દરમિયાન જોયુ છે કે અસંખ્ય મહિલાઓ તેમા સ્તનમાં સોજે અવગણે છે કેમ કે તેમને દુઃખાવો થતો નથી, પરંતુ તે સમજવું મહત્ત્વનું છે કે દુઃખાવા વિનાનો સોજો જોખમથી રહિત હોતો નથી. યુવાન મહિલાઓમા સ્તન કેન્સર વિકસે છે અને જે તે મહિલાઓએ ધ્યાન આપવુ જોઇએ. આ અવગણના સામે તેની પર ધ્યાન આપવાનું અને મહિલાઓને સ્તન પ્રત્યે સાવધાની રાખવા પ્રોત્સાહન આપવાનુ અને વહેલાસર તબીબી ધ્યાન મેળવે તે અમારુ મિશન છે. આ જાણકારી સાથે મહિલાઓને સશક્ત બનાવવાથી તેમના રોગના બોજમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરી શકે તેવી સંભાવના છે.”

ટાટા ટ્રસ્ટ 1940થી ભારતમાં કેન્સર કેરમાં આગવુ રહ્યુ છે, જેમાં ઓન્કોલોજી રિસર્ચમા અગ્રણીયતાથી લઇને વ્યાપક કેન્સર સંભાળ પ્રોગ્રામ સ્થાપિત કરવા માટે સારવારની પ્રગતિઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટે રાજ્ય સરકારો અને નેશનલ હેલ્શ મિશન સાથે મળીને સ્ક્રીનીંગ કિઓસ્ક અને નૈદાનિક એકમોની સ્થાપના કરી છે જેથી ઉચ્ચ ગુણવત્તાવાળી અને પોષણક્ષમ સંભાળનો લાભ ઉઠાવી શકાય અને સ્તન કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને ટેકો આપી શકાય છે. તેની સાથે તે પણ એટલુ જ અગત્યનુ છે કેમ કે આંતરમાળખાને મજબૂત બનાવવુ અને કરૂણા ધરાવતી સંભાળનો હવે લાભ ઉઠાવી શકાય તેમ છે જે ભારતમાં ચારે બાજુ મહિલાઓમા સ્તન કેન્સરની જાગૃત્તિને પ્રોત્સાહન આપે છે.

આ ઉદ્દેશ્ય સાથે, ટાટા ટ્રસ્ટે એક અનોખા કેમ્પેન ગાંઠ પે ધ્યાન‘ (‘ફોકસ ઓન ધ લમ્પ‘) પણ શરૂ કરી છે, જે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ભોજન રાંધવા અને તેમના ખોરાકમાં ગઠ્ઠો બનતા અટકાવતી સાવચેતીપૂર્વકની કાળજી રાખવાની પ્રેરણા આપે છે. ગાંઠ‘ (ગઠ્ઠો)ની કોઈપણ નિશાની માટે નિયમિતપણે તેમના સ્તનોની સ્વ-તપાસ કરવા માટે પણ એટલુ જ ધ્યાન આપો.

સ્થાનિક સમુદાયો સાથે ઓન-ગ્રાઉન્ડ સક્રિયતામાં વધારો કરતા ટ્રસ્ટે વધુને વધુ મહિલાઓને તેમના આરોગ્યને અગ્રિમતા આપવા અને સ્વ સંભાળ અપનાવવા પર ધ્યાન આપવા માટેસામાજિક જાગૃત્તિ ફિલ્મ લોન્ચ કરી છે. પદ્મશ્રીથી સન્માનિક શેફ સંજીવ કપૂરને આ ફિલ્મનો ઉદ્દેશ મહિલા દર્શકોને સાંકળવાની સાથે તેમના સુધી પહોંચવાનો અને પડઘો પાડવાનો છે. રાંધણ અને સ્તન સ્વ-પરીક્ષણને સાંકળતા સરળ રૂપકની શોધ કરીને સર્જનાત્મક રીતે બનાવવામાં આવેલી આ ફિલ્મ સ્તન સ્ક્રીનીંગ કરવા માટે મહિલાઓને ઓળખી કાઢવા, તેમજ તેમના આરોગ્યને નહી અવગણવા માટે અને જિંદગીઓ બચાવવામાં સહાય કરે છે. તે એવા અનેક વિવિધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મહિલાઓ માટે વિલંબિત તબીબી ધ્યાનમાં પરિણમી શકે છે જેમાં ઓછી જાગૃત્તિથી લઇને સામાજિક નિયમો અને તબીબી સહાય મેળવવામાં પરિવારના અન્ય સભ્યો પરની નિર્ભરતા જેવા જાતિય પક્ષપાતનો સમાવેશ થાય છે.

ટાટા ટ્રસ્ટ ખાતે અમે એવી નિર્ણાયક ભૂમિકાને ઓળખી કાઢીએ છીએ કે જાગૃત્તિ સ્વ-સ્તન પરીક્ષણ મારફતે વહેલાસર નિદાનની અગત્યતા પર મહિલાઓને શિક્ષણ આપવામાં ભાગ ભજવી શકે છે. ગાંઠ પે ધ્યાન એ મહિલાઓને આ જટિલ વર્તન પરિવર્તન અપનાવવા અને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે એક સરળ રોજિંદી સમજનો ઉપયોગ કરવાનો અમારો પ્રયાસ છે. દેશભરમાં અમારા સામુદાયિક કાર્યક્રમો દરમિયાન મહિલાઓએ આ સંદેશને જે પ્રતિધ્વનિ દર્શાવ્યો હતો, તેણે અમને ફિલ્મ દ્વારા વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કર્યા, તેઓને તે કેટલું સરળ અને સહેલુછે અને તે જીવનને કેટલું સંભવિત રૂપે બદલી શકે છે તે સમજવામાં મદદ કરે છે,”એમ ટાટા ટ્રસ્ટના બ્રાન્ડ અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સના શિલ્પી ઘોષે નોંધ્યુ હતુ.

નિવારક અને સક્રિય આરોગ્યસંભાળ પ્રથાઓને પ્રાધાન્ય આપીને, ટાટા ટ્રસ્ટ્સનો ઉદ્દેશ્ય માહિતગાર વાર્તાલાપને પ્રોત્સાહન આપવાનો, જાગરૂકતામાં નિર્ણાયક અવકાશને બંધ કરવાનો અને સંયુક્ત પગલાંને પ્રેરણા આપવાનો છે. સામાજિક પ્રયોગ ફિલ્મ જેવા પ્રયાસો શક્તિશાળી ઉત્પ્રેરક તરીકે કામ કરે છે, સમગ્ર સમુદાયોમાં આશા અને આરોગ્યની લહેર ઉભી કરે છે, દરેક મહિલા, પૃષ્ઠભૂમિ અથવા સ્થાનને ધ્યાનમાં લીધા વિના, તેણીને જરૂરી કાળજી પ્રાપ્ત કરે છે અને સુખાકારી તરફની તેણીની યાત્રામાં સમર્થન મળે છે તેની ખાતરી કરે છે.

[i]https://www.dailyrounds.org/blog/breast-cancer-awareness-month-2020-a-wake-up-call-for-india/

 

 

Related posts

ટાટા મોટર્સની ઓટોમોટિવ સ્કિલ લેબ્સ પહેલ ભાવિ તૈયાર વાહન કુશળતાઓ સાથે વાર્ષિક 4000થી વધુ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે

amdavadlive_editor

સોની લાઈવ બે વાર એમી એવોર્ડ- નોમિની સિરીઝ પરથી બનાવવામાં આવેલી ભારતીય આવૃત્તિ મિલિયન ડોલર લિસ્ટિંગ પ્રસ્તુત કરવા માટે સુસજ્જ છે

amdavadlive_editor

ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સમાં 150 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

amdavadlive_editor

Leave a Comment