મુંબઈ 12 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી મોટા ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડરમાની એક અને ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડની પેટા કંપની ટાટા પાવર ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ લિમિટેડે આજે તમામ મેટ્રો સિટી જેમ કે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતામાં ઈલેક્ટ્રીક કોમર્શિયલ વ્હીકલ માટે 26 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચર ટાટા મોટર્સની સાથે સમજૂતી કરાર – એમઓયુ કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક પહેલ નાના ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે સરળ ચાર્જિંગ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને સસ્ટેનેબ મોબિલિટી સોલ્યુશન પ્રદાન કરવામાં પોતાના સહયોગને વિસ્તૃત કરે છે.
આ પહેલ અંતર્ગત ટાટા મોટર્સ અને ટાટા પાવર ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક સીવી માલિકો માટે વિશિષ્ટ ચાર્જિંગ ટેરિફ પ્રદાન કરશે, જેના પરિણામે પોતાના ગ્રાહકો માટે ઓપરેટિંગ ખર્ચ ઓછો થશે અને નફાકારકતામાં વધારો થશે. ચાર્જિંગ નેટવર્કના આયોજિત વિસ્તરણ સાથે સમગ્ર દેશમાં ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના વપરાશકારો ટૂંક સમયમાં વ્યૂહાત્મક રૂપથી લગભગ 1000 ફાસ્ટ ચાર્જર્સ સુધી પહોંચવાનો લાભ મળશે.
ટાટા મોટર્સ ના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ ( એસસીવી અને પીયુ)શ્રી વિનય પાઠક એ જણાવ્યું હતું કે, “અમે દેશભરમાં સુવિધાજનક સ્થાનો પર ફાસ્ટ ચાર્જર ની સરળતા પહોંચ સુનિશ્ચિત કરવા ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માટે ટાટા પાવર સાથેની અમારી ભાગીદારીને મજબૂત કરવામાં આનંદ થાય છે. સમગ્ર દેશમાં અમારો પ્રયાસ છે કે, માત્ર વિશ્વ કક્ષાના ઈલેક્ટ્રિક વાહનોનું નિર્માણ જ નહીં, પરંતુ આ ઈકો-ફ્રેન્ડલી અને ઉત્સર્જન મુક્ત વાહનોના ઉપયોગને લોકશાહી બનાવવા માટે પણ આ ભાગીદારી ઈલેક્ટ્રીક વ્હીકલના સંચાલનને ગ્રીન બનાવવા માટે રિન્યુએબલ એનર્જીના ઉપયોગથી વધુમાં વધુ સારા માર્ગ શોધવામાં આવશે.
ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના સીઈઓ અને એમડી શ્રી દીપેશ નંદાએ જણાવ્યું હતું કે, “દેશભરમાં સૌથી મોટા EV ચાર્જિંગ નેટવર્કમાંના એક સાથે ટાટા પાવર સમગ્ર દેશમાં તેના વિશ્વસનીય અને સુલભ ચાર્જિંગ સોલ્યુશન્સ દ્વારા ઇલેક્ટ્રિક વાહન માલિકોને સક્ષમ કરી રહ્યું છે. પબ્લિક, સેમી પબ્લિક, બસ/ફ્લીટ અને હોમ ચાર્જર જેવા વિવિધ સેગમેન્ટ્સ અમે કોમર્શિયલ વ્હીકલ ચાર્જિંગ સેગમેન્ટમાં વિસ્તરી રહ્યા છીએ. આ સાથે EV ચાર્જિંગ સોલ્યુશન્સનો પણ વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. આ સહયોગ એક વિસ્તૃત અને વિશ્વસનીય EV પ્રદાન કરીને ઈ-મોબિલિટીને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ટાટા પાવરે 530 શહેરો અને નગરોમાં 1100થી વધુ બસ ચાર્જિંગ સ્ટેશનો સાથે 1,00,000 હોમ ચાર્જર, 5,500 થી સાર્વજનિક, અર્ધ-જાહેર અને ફ્લીટ ચાર્જિંગ પોઈન્ટ્સ સાથે EZ ચાર્જના બ્રાન્ડ નામ હેઠળ તેનું નેટવર્ક વિસ્તરણ કર્યું છે. આ ચાર્જર્સ હાઇવે, હોટેલ્સ, મોલ્સ, હોસ્પિટલો, ઓફિસો, રહેણાંક સંકુલ વગેરે જેવા વિવિધ અને સુલભ સ્થળોએ વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવ્યા છે. આ સંયુક્ત પ્રયાસ ભારતમાં ઇલેક્ટ્રિક ગતિશીલતાના વિકાસને સરળ બનાવવા માટે નિમિત્ત બન્યો છે.
ટાટા મોટર્સ ભારતનું સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક સ્મોલ કોમર્શિયલ વ્હિકલ Ace EV રજૂ કરે છે, જે દેશભરમાં 150 થી વધુ ઇલેક્ટ્રિક વાહન સેવા કેન્દ્રો દ્વારા સમર્થિત છે. Ace EV એ અદ્યતન બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ‘ફ્લીટ એજ’ ટેલીમેટિક્સથી સજ્જ છે, જે વાહનની સ્થિતિ, હેલ્થ, લોકેશન અને ડ્રાઇવર વર્તણૂકની વાસ્તવિક સમયની આંતરદૃષ્ટિ સાથે વાહનના અપટાઇમ અને માર્ગ સલામતીને સુધારવા માટે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.