ગ્રીન ઇન્ટ્રા–સિટી માસ મોબિલિટી માટે એકદમ નવી ટાટા અલ્ટ્રા ઇવી 7Mનું અનાવરણ કર્યું
બેંગલુરુ 29મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે પ્રવાસ 4.0માં અદ્યતન માસ મોબિલિટી સોલ્યુશન્સની પ્રભાવશાળી શ્રૃંખલાને પ્રદર્શિત કરી છે. આ ત્રણ-દિવસીય દ્વિવાર્ષિક ઇવેન્ટ છે, જે સલામત, સ્માર્ટ અને ટકાઉ સંકલિત સામૂહિક ગતિશીલતા ઉકેલોને હાઇલાઇટ કરે છે. કંપનીએ એકદમ નવી ટાટા અલ્ટ્રા EV 7Mનું અનાવરણ કર્યું – એક શૂન્ય-ઉત્સર્જન, ઇન્ટ્રા-સિટી ઇલેક્ટ્રીક બસ શહેરી સમૂહ ગતિશીલતા માટેની આવશ્યકતાઓને અનુરૂપ સંપૂર્ણપણે ડિઝાઇન અને એન્જિનિયર કરવામાં આવી છે. ટાટા મોટર્સે ટાટા મેગ્ના ઇવી, ટાટા મેજિક બાય-ફ્યુઅલ, ટાટા અલ્ટ્રા પ્રાઇમ સીએનજી, ટાટા વિંગર 9એસ, ટાટા સિટીરાઇડ પ્રાઇમ અને ટાટા એલપીઓ 1822 સહિત વિવિધ પેસેન્જર ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પણ પ્રદર્શિત કર્યા છે, જેનો હેતુ વિવિધ એપ્લિકેશન્સમાં કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે.
તદ્દન નવી ટાટા અલ્ટ્રા ઇવી 7Mમાં 21 મુસાફરો માટે બેસવાની આરામદાયક જગ્યા છે અને તેની સરળ ગતિશીલતા અને આદર્શ પરિમાણો સાથે સાંકડી ગલીઓ અને ઉચ્ચ ટ્રાફિકવાળા શહેરી લેન્ડસ્કેપ્સનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે. તે 213kW ઇલેક્ટ્રિક મોટર અને IP67-રેટેડ 200kWh લિ-આયન બેટરી દ્વારા સંચાલિત છે. આ એકવાર ચાર્જ કરવા પર 160 કિમી સુધીની રેન્જ પ્રદાન કરે છે અને ઝડપી ચાર્જિંગ ક્ષમતા સાથે આવે છે, તેનાથી માત્ર 2.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરવામાં સક્ષમ છે. સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક ડ્રાઈવટ્રેન ઈલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સહિત અદ્યતન સલામતી સુવિધાઓ દ્વારા પૂરક છે. બસ ઓટોમેટિક પેસેન્જર કાઉન્ટરથી સુસજ્જ છે અને તેની ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) સાથે ઉચ્ચ સલામતી અને સુરક્ષા ધોરણો ધરાવે છે. વધુમાં અલ્ટ્રા EV 7Mમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેક્નોલોજી સામેલ છે, જે તેની કાર્યક્ષમતા અને રેન્જને વધારે છે.
અનાવરણ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સ, કોમર્શિયલ પેસેન્જર વ્હીકલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી આનંદ એસ એ જણાવ્યું હતું કે, પ્રવાસ 4.0 ની સલામત, સ્માર્ટ અને ટકાઉ ગતિશીલતાની થીમ અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે. આ કાર્યક્રમ અમને હિતધારકો સાથે જોડાવવાની અને અમારા અદ્યતન સોલ્યુશન્સને પ્રદર્શિત કરવા માટેનો એક અનોખો અવસર પ્રદાન કરે છે. અમને અમારા સંબંધિત ક્ષેત્રોમાં અનુકૂલિત સમાધાન પ્રદાન કરનાર પ્રદર્શનોની એક વિસ્તૃત શ્રૃંખલા પ્રસ્તુત કરવા પર ગર્વ છે, જેમાં ઇલેક્ટ્રિક બસ સ્પેસમાં અમારી નવીનતમ ઓફર અલ્ટ્રા ઇવી 7એમ પણ સામેલ છે. આ બિલકુલ નવું મોડલ મહાનગરો અને નાના શહેરો બંને માટે બિલકુલ ઉપયુક્ત છે, જે અમારા ગ્રાહકોની અનોખી માંગોને પૂરી કરે છે. પ્રવાસ 4.0માં અમારી ભાગીદારી અભિનવ, કુશલ અને સંધારણીય ગતિશીલતા સમાધાન પ્રદાન કરવા માટે અમારા સમર્પણને રેખાંકિત કરે છે જે અમારા ગ્રાહકો માટે ઉચ્ચ કમાણીની ક્ષમતા અને લાભપ્રદાન સુનિશ્ચિત કરે છે.
ટાટા મોટર્સ ઘણી પાવરટ્રેન્સ અને ઉત્સર્જન તકનીકોમાં તેના સ્વચ્છ અને ટકાઉ ઉકેલોની સાથે મોબિલિટીના ભાવિને આકાર આપવામાં અગ્રણી છે. કંપની ઇલેક્ટ્રિક બસોના ક્ષેત્રમાં બાજારનું નેતૃત્વ કરે છે. જેના સમગ્ર ભારતમાં 2900થી વધુ ઇ-બસો તૈનાત છે, જે 16 કરોડ કિલોમીટરથી વધુના પ્રભાવશાળી સંચિત અંતરને આવરી લે છે. વધુમાં કંપની દેશની અંદર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સને આગળ વધારવામાં અગ્રણી છે. વૈકલ્પિક ઇંધણથી ચાલતા વાહનોની વિશાળ શ્રેણી સાથે ટાટા મોટર્સ ઓપરેટરો માટે ઓછા ઓપરેશનલ ખર્ચ અને વધુ નફાકારકતાની ખાતરી આપે છે. વધુમાં ટાટા મોટર્સ ફ્લીટ એજ સાથે તેના સોલ્યુશનને વધારે છે, જે કનેક્ટેડ વ્હીકલ પ્લેટફોર્મ છે જે ફ્લીટ મેનેજમેન્ટ, વ્હીકલ અપટાઇમ અને સુરક્ષાને શ્રેષ્ઠ કરવા માટે સ્માર્ટ ટેકનોલોજીનો લાભ ઉઠાવે છે.