31 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા તેની કાર અને એસયુવી માટે અતુલનીય કિંમતો સાથે ફેસ્ટિવલ ઓફ કાર્સ લોન્ચ કર્યું

ઉપરાંત ગ્રાહકો માટે ઘણા બધા વધુ લાભો

સર્વ કિંમતો અને ઓફરો 31મી ઓક્ટોબર, 2024 સુધી માન્ય 

મુખ્ય રૂપરેખાઓઃ

  • તહેવારોના અવસર માટે ખાસ આકર્ષક નવી કિંમતો- આઈસ વાહનો પર રૂ. 2.05 લાખ સુધી ઘટાડો.
  • પેટ્રોલ, ડીઝલ અને સીએનજી દ્વારા પાવર્ડ સર્વ એસયુવી અને કાર્સ પર વિશેષ કિંમતોની ઓફર.
  • અનેક લોકપ્રિય મોડેલો માટે માની નહીં શકાય તેવી નવી પ્રવેશ સ્તરીય કિંમતોઃ
    • ટિયેગો ₹99 લાખ
    • અલ્ત્રોઝ ₹49 લાખ
    • નેક્સોન ₹99 લાખ
    • હેરિયર ₹99 લાખ
    • સફારી ₹49 લાખ
  • ગ્રાહકોને અન્ય લાભોમાં અમારા શોરૂમોમાં ઉપલબ્ધ રૂ. 45,000 સુધીની એક્સચેન્જ ઓફરોનો સમાવેશ.

મુંબઈ 09 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આ તહેવારના અવસર માટે આકર્ષક ઓફરો સાથે તેનો સૌથી મોટો ફેસ્ટિવલ ઓફ કાર્સ રજૂ કરવામાં આવ્યો છે. તેની અનેક લોકપ્રિય કાર અને એસયુવી માટે અગાઉ ક્યારેય નહીં તેવી કિંમતો ઉપરાંત અમારા શોરૂમોમાં વધારાના ઘણા બધા ગ્રાહક લાભો સાથે ગ્રાહકો રૂ. 2.05 લાખ સુધી એકત્રિત લાભો માણી શકે છે, જે તેને સપનાની કિંમતની પાર તેમની સપનાની કાર ખરીદી કરવા ગ્રાહકોને ઉત્તમ તક આપે છે. વિશેષ તહેવારની ઓફરો પેટ્રોલ, ડીઝલ અને સીએનજી દ્વારા પાવર્ડ સર્વ કાર અને એસયુવી પર 31મી ઓક્ટોબર, 2024 સુધી મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ થશે.

ફેસ્ટિવલ ઓફ કાર્સની ઘોષણા કરતાં  ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી વિવેક શ્રીવસ્તે જણાવ્યું હતું કે, “તહેવારો શરૂ થયા છે ત્યારે અમને અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે અદભુત આકર્ષક ઓફરો આપવાની ખુશી છે. આઈસ વાહનો પર રૂ. 2.05 લાખ સુધી કુલ લાભો સાથે આ વર્ષની તહેવારોની ઉજવણીમાં મર્યાદિત સમય સુધી આકર્ષક કિંમતોમાં ઘટાડો અને આકર્ષક એક્સચેન્જ તથા રોકડ લાભોનો સમાવેશ થાય છે, જેથી તેને નવા શુભારંભના જોશને અપનાવવા માટે ઉત્તમ અવસર બનાવે છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો પોતાની ટાટા કાર વસાવવા માટે આ ઉત્તમ તકનો લાભ લેતાં શ્રેષ્ઠતમ સુરક્ષા અને ડિઝાઈન ઘેર લઈ જઈને આ તહેવારના અવસરને ખરા અર્થમાં વિશેષ બનાવશે.”

 

આઈસ રેન્જ માટે ફેસ્ટિવ ઓફરની વિગતોઃ 

કાર/એસયુવી નવી પ્રવેશ કિંમત (મર્યાદિત સમયગાળાની ઓફર) ₹ કિંમતમાં ઘટાડો (સુધી) (વેરિયન્ટ- ડિપેન્ડન્ટ)

*

ટિયેગો 4,99,900 65,000
ટિગોર 5,99,900 30,000
અલ્ત્રોઝ 6,49,900 45,000
નેક્સોન 7,99,990 80,000
હેરિયર 14,99,000 1,60,000
સફારી 15,49,000 1,80,000

* અમારા શોરૂમો ખાતે લોકપ્રિય મોડેલો પર રૂ. 45,000 સુધી વધારાના ગ્રાહક લાભો.

Related posts

નારાયણ જ્વેલર્સે ઇન્ડિયા કોચર વીક 2024 માં રિમઝિમ દાદુના પ્રદર્શનમાં “એલિસિયન ગ્લો” નું અનાવરણ કર્યું

amdavadlive_editor

ભારત 2036 માં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે: અમિત શાહ

amdavadlive_editor

અમદાવાદમાં મુખ્યાલય ધરાવતા રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

amdavadlive_editor

Leave a Comment