30.3 C
Gujarat
November 22, 2024
Amdavad Live
અવેરનેસઓટોમોબાઈલગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સની CSR પહેલથી FY24માં 1 મિલીયન જિંદગીઓ પ્રસ્થાપિત કરાઇ, 10મો વાર્ષિક CSR અહેવાલ પ્રસિદ્ધ કરાયો

મુંબઈ 21 નવેમ્બર 2024: ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સએ પોતાના વ્યૂહાત્મક સામુદાયિક હસ્તક્ષેપની પરિવર્તશીલ અસરની ઉજવણી કરતા આજે તેનો 10 મો વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (CSR) અહેવાલ રજૂ કર્યો હતો. 1 મિલીયનથી વધુ લોકો પર કરવામાં આવેલી ટકાઉ અસરને ઉજાગર કરતા, “કરોડો સ્વપ્નાઓનું એકસાથે નિર્માણ કરતા” (“Building Together a Million Dreams”) શિર્ષકવાળો આ સીમાચિહ્નરૂપ અહેવાલ જે ભાગીદારીઓએ આ દાયકાઓ લાંબી યાત્રામાં અગત્યની ભૂમિકા ભજવી છે તેને સમર્પિત છે. 40 ટકાથી વધુ લાભાર્થીઓ SC અને ST સમુદાયોના છે, ત્યારે ટાટા મોટર્સે નજીકના સમુદાયો સુધી પણ પોતાની CSR હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જે 26 રાજ્યોમાં અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો સુધી 94 અપેક્ષિત જિલ્લાઓ સુધી પહોંચી છે.

10મા વાર્ષિક CSR અહેવાલને લોન્ચ કરતા ટાટા મોટર્સના CSR વડા વિનોદ કુલકર્ણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “અમે અમારી પ્રતિબદ્ધ CSR પહેલ દ્વારા 10 લાખ (1 મિલીયન)થી વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં જે પ્રગતિ કરી છે તેના પર અમને ખૂબ જ ગર્વ છે. અમારી નવીન ‘મોર ફોર લેસ ફોર મોર’ વ્યૂહરચનાએ અમને કાર્યક્ષમતા વધારવા, ટેક્નોલોજી અપનાવવા, સંસાધનોને ઇષ્ટતમ કરવા અને કાર્યક્રમોને વિસ્તારવા, અમારી પહોંચને વિસ્તૃત કરવા અને દેશભરમાં અમારી અસરને વધુ ઊંડી બનાવવા માટે સશક્તિકરણ કર્યું છે. આ સફળતા અમારા ભાગીદારોના અતૂટ સમર્થન અને અમે સેવા આપીએ છીએ તે સમુદાયોના વિશ્વાસનો પુરાવો છે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ તેમ, અમે ગંભીર સામાજિક મુદ્દાઓને સંબોધવા અને શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પર્યાવરણીય સંરક્ષણમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સમર્પિત રહીએ છીએ.”

સમગ્ર વર્ષ દરમિયાન, ટાટા મોટર્સે આરોગ્ય (આરોગ્ય), શિક્ષણ (વિદ્યાધનમ), રોજગારક્ષમતા (કૌશલ્યા), અને પર્યાવરણ (વસુંધરા) માં કેન્દ્રિત સામાજિક હસ્તક્ષેપોને અમલમાં મૂકવા માટે જળ સંરક્ષણ અને સંકલિત ગ્રામ વિકાસ પર વિશેષ ભાર મુકવા સાથે સરકારી, બિન-સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં તાકાતના સંકલન પર ભાર મૂક્યો હતો.

ટાટા મોટર્સના FY24 માટેના CSR અહેવાલના મુખ્ય અંશો 

જળ સુરક્ષિતતતાને એડવાન્સ કરતા

NAAM ફાઉન્ડેશન, MGNREGA વિભાગ અને મહારાષ્ટ્ર સરકાર સાથેની ભાગીદારી દ્વારા, ટાટા મોટર્સે ભારત સરકારના અમૃત સરોવર મિશન હેઠળ ગ્રામીણ મહારાષ્ટ્રમાં 106 જળાશયોને પુનર્જીવિત અને વિકસિત કર્યા છે. આજની તારીખ સુધીની આ પહેલ મારફતે પાલઘર, પુણે અને સતારા જિલ્લામાં 1,860 મિલિયન લિટર પાણીની ક્ષમતા બનાવી છે, કૃષિ ઉત્પાદકતામાં વધારો કર્યો છે, પાણીના ટેબલ્સ ઉભા કર્યા છે, પીવાલાયક પાણીની પહોંચ પૂરી પાડી છે અને વર્ષભર સિંચાઈ સુનિશ્ચિત કરી છે.

અખંડિત સામુદાયિક વિકાસ મારફતે ગ્રામિણ ગુજરાનમાં વધારો કરતા

ટાટા મોટર્સ સ્થાનિક શાસનને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ સમુદાયો સાથે જોડાવા માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવે છે. સંકલિત વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IVDP), જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહરના આદિવાસી બ્લોકમાં શરૂ થયો હતો, તેની હવે પુણે, સાણંદ, જમશેદપુર અને લખનૌ જેવા અન્ય પ્લાન્ટ સ્થળોના નજીકના સમુદાયોમાં નકલ કરવામાં આવી છે.

જવાહરમાં પાંચ ગ્રામ પંચાયતો સુધી તેની સંલગ્નતા વિસ્તારીને, IVDPએ સ્થળાંતર 45 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યું છે, ઘરની સરેરાશ આવકમાં 60 ટકાનો વધારો કર્યો છે અને આ આદિવાસી પટ્ટામાં આખું વર્ષ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. ટાટા મોટર્સે જેમાં વંચિત આદિવાસી સમુદાય વસે છે તેવા અમદાવાદ જિલ્લાના નવાપરાના ઉજ્જડ ગામની કાયાપલટ કરી છે. આખું વર્ષ પીવાના પાણીની ઉપલબ્ધતા સાથે, 230 માંથી 190 પરિવારોએ આવકના મુખ્ય સ્ત્રોત તરીકે મત્સ્યઉદ્યોગને અપનાવ્યો છે. સમુદાયના સ્થળાંતરમાં 40 ટકાનો ઘટાડો થયો છે અને શાળા છોડવાના દરમાં 10 ટકાનો ઘટાડો થયો છે.

વઘુ હરિયાળા અને વધુ ટકાઉ પર્યાવરણનું સર્જન કરતા

મહાત્મા ગાંધી NREGA યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર અને BAIF સંસ્થાના સહયોગથી, ટાટા મોટર્સે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 17 લાખ રોપાઓનું વાવેતર કર્યું છે, જેનાથી 13,000 ખેડૂતોને ફાયદો થયો છે અને 13,000 એકર બિનઉપયોગી ખેતીની જમીનને ઉત્પાદક ઉપયોગમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

ટાટા મોટર્સની અર્બન ફોરેસ્ટ્રી પહેલ, TERRE પોલિસી સેન્ટર સાથે ભાગીદારીમાં, પુણે અને તેની આસપાસના 200 હેક્ટરના સંચિત વિસ્તારમાં 125,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ શહેરી જંગલો વાર્ષિક 300,000 કિલો કાર્બનનું શોષણ કરે છે, જૈવવિવિધતાનું રક્ષણ કરે છે અને હવાની ગુણવત્તામાં સુધારો કરે છે.

ઉન્નત શૈક્ષણિક સમર્થન દ્વારા વિદ્યાર્થીઓનું સશક્તિકરણ

નવોદય વિદ્યાલય સમિતિ, અવંતિ ફેલો અને એક્સ-નવોદય ફાઉન્ડેશનના સહયોગથી એન્જિનિયરિંગ NEET એડમિશન બ્રિજ એક્સિલરેટેડ લર્નિંગ એંગેજમેન્ટ (ENABLE) પ્રોગ્રામ, 550 થી વધુ જવાહર નવોદય વિદ્યાલયોને કોચિંગ, લાઇવ ક્લાસ અને JEE અને NEET પરીક્ષા માટે મોક ટેસ્ટ સાથે સપોર્ટ કરે છે. વાર્ષિક ધોરણે ENABLE શિક્ષકો અને સલાહકારો 18,000 જેટલા ધોરણ 1 અને 12ના વિજ્ઞાનના વિદ્યાર્થીઓને મેડીકલ અને એન્જિનીયરીંગ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સલાહ આપે છે. 2023-24માં, ENABLE ઓનલાઇન પ્રોગ્રામમાંથી 27 ટકા વિદ્યાર્થીઓ IIT JEE માટે જ્યારે 79 ટકા NEET પરીક્ષાઓ માટે ક્વોલિફાઇ થયા હતા.

યુવાનો માટે કારકિર્દીના નવા માર્ગોનું નિર્માણ

લર્ન, અર્ન એન્ડ પ્રોગ્રેસ (LEAP), એક મુખ્ય સામાજિક જવાબદારી કાર્યક્રમ, મોટર મિકેનિક વ્હીકલ (MMV)માં ઓટો ટ્રેડ કૌશલ્યો ખાસ કરીને શાળા છોડી દેનારાઓ કે જેમની પાસે રોજગારી મેળવવાની કુશળતાનો અભાવ છે તેવા વંચિત સમુદાયોના યુવાનોને આપે છે. ITIs, Skills for Progress (SKIP) અને ટાટા મોટર્સ ડીલરો સાથે ભાગીદારી કરીને, તે ત્રણ મહિનાની થિયરી તાલીમ આપે છે અને ત્યારબાદ નવ મહિનાની ઓન-જોબ-ટ્રેનિંગ (OJT)આપે છે. 16 રાજ્યોમાં તેની હાજરી સાથે, LEAP વાર્ષિક આશરે 1500 યુવાનોને તાલીમ આપે છે, જેમાંથી ~80 ટકા ટાટા મોટર્સ ઇકોસિસ્ટમની અંદર અથવા બહાર મૂકવામાં આવે છે. LEAPના લાભાર્થીઓનો નોંધપાત્ર ભાગ પ્રથમ પેઢીના શીખનારાઓ છે.

આદિવાસીઓની આજીવિકામાં સુધારો

વન પેદાશો પર પ્રથમ અને કુદરતી અધિકારો હોવા છતાં, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જુન્નર અને અંબેગાંવ તાલુકાના આદિવાસી પરિવારોને સરકાર દ્વારા હિરડા બેરીની વ્યાવસાયિક ખરીદી અથવા વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. 2020માં, ટાટા મોટર્સ અને શાશ્વતસંસ્થાના માર્ગદર્શન હેઠળ હિરડાની ખરીદી અને વેચાણ માટે સ્થાનિક યુવાનોને તાલીમ આપવા અને રોજગાર આપવા માટે એક ખેડૂત ઉત્પાદક જૂથ (FPG)ની સ્થાપના કરવામાં આવી હતી.

FPG 11 ગામોના 300 પરિવારોમાંથી ચાર તાલુકામાં 5,000થી વધુ પરિવારો સુધી વિકસ્યું છે. ખેડૂતોને પૂરા પાડવામાં આવેલ વાસ્તવિક સમય, વાજબી ભાવોના પરિણામે ચાર વર્ષમાં રૂ. 4 કરોડની આવક થઈ છે. આ પહેલથી કુટુંબની આવકમાં વધારો થયો છે, સ્થળાંતર અટકાવવામાં આવ્યું છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળ્યું છે.

સર્વગ્રાહી આરોગ્ય પહેલ

2023-24માં જમશેદપુરમાં કુપોષણ સારવાર કેન્દ્ર (MTC) એ પરિવાર કલ્યાણ સંસ્થાન (PKS) સાથેની ભાગીદારીમાં, દૂરના વિસ્તારોમાં તેની આરોગ્યસંભાળ સેવાઓનો વિસ્તાર કર્યો હતો અને આંગણવાડી કાર્યકરો માટે ક્ષમતા-નિર્માણ કાર્યક્રમોમાં વધારો કર્યો હતો. MTC, જે વાર્ષિક ધોરણે ગંભીર તીવ્ર કુપોષણ (SAM) વાળા 5,500 બાળકોની સારવાર કરે છે, તેણે તેની પહોંચમાં બે ગણાથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે.

આ સફળતાના આધારે, ટાટા મોટર્સે પરવરિશ કેન્દ્રોની સ્થાપના કરવા અને સંવેદનશીલ સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઉત્તરાખંડમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ ડેવલપમેન્ટ (ISD) અને બાળ વિકાસ વિભાગ સાથે સહયોગ કરીને કુપોષણ સામે લડવાના પ્રયાસોનો વિસ્તાર કર્યો છે. 

કર્મચારી સ્વયંસેવીને મજબૂત બનાવવું

ટાટા મોટર્સે સ્વયંસેવીને સંગઠનાત્મક સંસ્કૃતિ તરીકે મજબૂત કરવા પરિવર્તનકારી પગલાં હાથ ધર્યા છે. કંપનીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 59 ટકા કર્મચારીઓની ભાગીદારી નોંધાવી છે કારણ કે તેઓએ સમુદાય સેવા માટે 1,17,000 કલાક સ્વૈચ્છિક સેવા આપી હતી.

Related posts

LDLC સ્તરોને લક્ષ્યાંક બનાવતા: 40% દર્દીઓ ઊંચુ કોલેસ્ટરલ ધરાવે છે એમ અમદાવાદના નિષ્ણાત કહે છે

amdavadlive_editor

ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સમાં 150 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

amdavadlive_editor

અમદાવાદમાં 90 ટકા પ્રોફેશ્નલ કામના સ્થળે આગળ રહેવા વધુ માર્ગદર્શન ઇચ્છે છે

amdavadlive_editor

Leave a Comment