ઉજ્જવળ વાહન ભાવિ માટે વંચિત સમુદાયોના યુવાનોને સશક્ત બનાવે છે છોકરીઓ દ્વારા 30 ટકા નોંધણી લિંગ–સમાવેશક અભિગમ દર્શાવે છે
મુંબઈ, 15મી જુલાઈ, 2024:વાહન ઉદ્યોગ માટે કુશળ કાર્યબળ નિર્માણ કરવા અને પ્રતિભા પોષવાની તેની કટિબદ્ધતા પર ફરી એક વાર સમર્થન આપતાં ટાટા મોટર્સ દ્વારા નવોદય વિદ્યાલય સમિતિ (એનવીએસ) સાથે સહયોગમાં જવાહર નવોદય વિદ્યાલય (જેએનવી) ખાતે સમર્પિત ઓટોમોટિવ સ્કિલ લેબ્સ સ્થાપવામાં આવી છે. આજ સુધી મહત્ત્વપૂર્ણ સાધનોથી સંપૂર્ણ સમૃદ્ધ 25 લેબ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચુનંદી જેએનવીમાં સ્થાપવામાં આવી છે. આ અજોડ ઉદ્યોગ- શૈક્ષણિક સંયુક્ત પહેલ 30 ટકા વિદ્યાર્થિનીઓની નોંધણી સાથે પ્રેક્ટિકલ ઓટોમોટિવ કુશળતા સાથે વર્ષિક આશરે 4000 વિદ્યાર્થીને સુસજ્જ કરશે.
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં લક્ષિત વ્યાવસાયી અભ્યાસક્રમો સાથે સુમેળ સાધતાં ટાટા મોટર્સની ઓટોમોટિવ સ્કિલ લેબ્સ સ્કૂલનાં સંકુલોમાં મહત્ત્વપૂર્ણ વિષયનું જ્ઞાન, હાથોહાથની કુશળતા અને મૂલ્યવાન ઉદ્યોગ સન્મુખતા માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક વિદ્યાર્થી (9માથી 12મા ધોરણમાં અભ્યાસ કરતા)ઓને પૂરી પાડવા કેન્દ્રિત છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ટાટા મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈ શકે છે, સેવા અને ડીલરશિપ વ્યાવસાયિકો સાથે આદાનપ્રદાન કરી શકે અને અસલ દુનિયાના અનુભવ પ્રાપ્ત કરવા અને તેમનું જ્ઞાન વધારવા માટે ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા લેક્ચરોમાં હાજરી આપી શકે છે. ઉપરાંત આ લેબમાં શીખવતા શિક્ષકોને કંપનીનાં પ્લાન્ટનાં સ્થળો ખાતે જરૂરી તાલીમ પૂરી પાડવામાં આવશે. આ રોમાંચક અભ્યાસ કરવાનો અનુભવ પુણેમાં સ્કિલ લેબ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત ઈ-રિક્ષા છે.
કાર્યક્રમ સફળતાથી પૂર્ણ થવા પર વિદ્યાર્થીઓને ટાટા મોટર્સ અને એનવીએસ દ્વારા સંયુક્ત સર્ટિફિકેટ્સ પ્રાપ્ત થશે. શાળા અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ ટાટા મોટર્સના ઉત્પાદન એકમો ખાતે ફુલ સ્ટાઈપેન્ડ અને ઓન-ધ-જોબ તાલીમ સહિત મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા અપનાવી શકે છે. વૈકલ્પિક રીતે ટાટા મોટર્સ સાથે ચાલુ રહેવા માગનારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં બીટેક કરી શકે છે, જે ચુનંદી એન્જિનિયરિંગ સંસ્થાઓ સાથે સહયોગમાં 3.5 વર્ષનો એક્ઝિક્યુટિવ શૈક્ષણિક કાર્ય્રમ છે, જે પાંચ વર્ષ પછી તેમને કાયમી રોજગાર આપશે.
યુવાનોના જીવનને સમૃદ્ધ બનાવવાની કટિબદ્ધતા પર ભાર આપતાં અને વાહન ઉદ્યોગમાં કુશળતા વચ્ચેનું અંતર દૂર કરતાં ટાટા મોટર્સના સીએસઆર હેડ વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “અમારી ઓટોમોટિવ સ્કિલ લેબ્સ વંચિત સમુદાયના યુવાનોને રોજગારક્ષમ કુશળતા પૂરી પાડે છે, જે ભારતમાં ઉત્ક્રાંતિ પામતા વાહન ક્ષેત્ર માટે સુસંગત હોય. તે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને રોજગારની તકો સંરક્ષિત કરવા માટે માર્ગ કરી આપે છે. સ્કિલ ઈન્ડિયા મિશનમાં યોગદાન આપતાં આ પ્રોગ્રામ નાવીન્યપૂર્ણ વિચાર, વેપાર સાહસિક જોશ, વિશ્લેષણાત્મક વિચારધારા અને મહત્ત્વપૂર્ણ સંદેશવ્યવહાર કુશળતા વિદ્યાર્થીઓમાં સિંચન કરે છે. વિદ્યાર્થિનીઓ પાસેથી પ્રતિસાદે વિકસિત ભારત@2047 દ્વારા લક્ષ્ય રખાયેલા વૈશ્વિક મંચ પર ભારતના વર્ચનમાં યોગદાન આપવા ભાવિ આગેવાનોને સશક્ત બનાવવા અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
2023માં આ કાર્યક્રમના 1600થી વધુ વિદ્યાર્થીઓએ ઓટોમોટિવ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એએસડીસી) દ્વારા આયોજિત નેશનલ ઓટોમોબાઈલ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે, જેમાંથી સફળ થનારા 17 વિદ્યાર્થી સ્પર્ધાના બીજા તબક્કામાં પહોંચશે.