22.9 C
Gujarat
November 14, 2024
Amdavad Live
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસ

સેમસંગ ઈનોવેશન કેમ્પસે ફ્યુચર- ટેક સ્કિલ્સમાં 3500 યુવાનોને તાલીમ આપીને 2024 પ્રોગ્રામ પૂર્ણ કર્યો

  • ફ્લેગશિપ સીએસઆર પહેલ ભારતીય યુવાનોને નોકરી માટે તૈયાર થવા AI, IoT, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં તાલીમ આપે છે.
  • પ્રોગ્રામના નેશનલ ક્મ્પ્લીશન સમારંભમાં વિવિધ ડોમેન્સમાં ટોપર્સને હવે રૂ. 1 લાખનું રોકડ ઈનામ અને સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે.
  • 2023માં અપસ્કિલિંગ પ્રોગ્રામે 3000 વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. 

ગુરુગ્રામ, ભારત 11 નવેમ્બર 2024: સેમસંગ ઈન્ડિયાએ વર્ષ 2024 માટે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) પ્રોગ્રામ હેઠળ 3500 વિદ્યાર્થીઓનું સર્ટિફિકેશન પૂર્ણ કર્યું છે.

ભારત સરકારની #કૌશલ્ય ભારત અને #ડિજિટલ ભારત પહેલો સાથે સુમેળ સાધતાં સેમસંગ ઈનોવેશન કેમ્પસ AI, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવાં ઉચ્ચ માગણીનાં ક્ષેત્રોમાં તેમને તાલીમબદ્ધ કરીને યુવાનોની રોજગારક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

2024માં સેમસંગની ફ્લેગશિપ સીએસઆર પહેલની પહોંચ 2023માં 3000 પરથી 3500 વિદ્યાર્થીઓની નોંધણી સુધી વિસ્તરી છે. તેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી એનસીઆર, તામિલનાડુ અને કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત 12 એસઆઈસી સર્ટિફિકેશન ઈવેન્ટ્સ સંકળાયેલી છે. એસઆઈસી હેઠળ કોર્સ છ યુનિવર્સિટી અને એક નેશનલ સ્કિલિંગ ઈન્સ્ટિટ્યૂટમાં સંચાલિત છે.

“AI નવી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ કરીને આપણા જીવનમાં પરિવર્તન લાવવા સુસજ્જ છે ત્યારે આજના યુવાનોને સહભાગી કરવાનું અને બહેતર ભવિષ્ય નિર્માણ કરવા તેમની સંભાવનાઓનો લાભ લેવાનું મહત્ત્વપૂર્ણ છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ સાથે અમે ભારતીય યુવાનોમાં કુશળતાનું અંતર દૂર કરવા માગીએ છીએ, જેથી તેઓ આવતીકાલના ઈનોવેટર બની શકે. પ્રોગ્રામ ભારતની વૃદ્ધિની ગાથા, સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયામાં મજબૂત ભાગીદાર અને યોગદાનકારી બની રહેવા માટે સેમસંગની કટિબદ્ધતાને મજબૂત બનાવે છે,’’ એમ સેમસંગ સાઉથ વેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ બી પાર્કે જણાવ્યું હતું.

સેમસંગના ઉત્કૃષ્ટતા માટે એકધાર્યા સહભાગના ભાગરૂપે આ શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક ડોમેનના ટોપર્સને હવે રૂ. 1 લાખનું રોકડ ઈનામ અને સેમસંગની પ્રોડક્ટો પ્રાપ્ત થશે. ચુનંદા રાષ્ટ્રીય ટોપર્સને કંપનીની આગેવાની સાથે સહભાગી થવા દિલ્હી એનસીઆરમાં સેમસંગનાં અત્યાધુનિક એકમોની મુલાકાત લેવાની તક મળશે.

“એકંદરે કોર્સે AI પ્રોજેક્ટો માટે મારી તૈયારીને મજબૂત બનાવી છે અને ક્ષેત્રમાં આકર્ષક તકો માટે દ્વાર ખોલી નાખ્યાં છે. અભ્યાસક્રમ મહત્ત્વપૂર્ણ AI સંકલ્પના સાથે શરૂ થઈને મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ એપ્લિકેશન્સ સુધી પ્રગતિ કરે છે. આ પ્રગતિને કારણે મારો થિયોરેટિકલ પાયો મજબૂત બન્યો અને તે વધુ ગૂંગભર્યા વિષયો તરફ આસાનીથી આગળ વધી હતી,” એમ તાજેતરમાં AI કોર્સ પૂર્ણ કરનાર કાંચન લતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

આ વર્ષે AI પ્રોગ્રામમાં સહભાગીઓએ 80 કલાકના પ્રોજેક્ટ વર્ક બાદ 270 કલાકની થિયોરેટિકલ તાલીમ પૂર્ણ કરી છે. IoT અને બિગ ડેટાના વિદ્યાર્થીઓ 160 કલાકની થિયરી અને 80 કલાકના હેન્ડ્સ-ઓન પ્રોજેક્ટ વર્ક હેઠળ પસાર થયા હતા, જ્યારે કોડિંગ અને પ્રોગ્રામિંગના વિદ્યાર્થીઓએ હેકેથોનમાં ભાગ લેવા પૂર્વે 80 કલાકની થિયરી પૂર્ણ કરી હતી. પ્રેક્ટિકલ લર્નિંગ મોડ્યુલ્સ, કેપસ્ટોન પ્રોજેક્ટ્સ અને વ્યાપક તાલીમ સાથે વિદ્યાર્થીઓને ઊભરતા ટેક ક્ષેત્રોમાં હાથોહાથનો અનુભવ મળ્યો હતો.

“ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ના ટ્રેનર તરીકે મને આજે ટેકનોસોજીનાં સૌથી આકર્ષક ક્ષેત્રમાંથી એક થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. કોર્સના માળખાએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ સાથે થિયરીને જોડવા, કનેક્ટિવિટી અને ઈનોવેશન પ્રેરિત કરવા IoTની સંભાવના સમજવામાં મદદ કરી છે. વિદ્યાર્થીઓ આપણી દુનિયામાં IoTના મહત્ત્વને ગ્રહણ કરી રહ્યા છે અને અસલ જીવનના સંજોગો પ્રત્યે પોતાની કુશળતા લાગુ કરે છે તે જોવાનું બહુ પુરસ્કૃત બની રહ્યું છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ વિદ્યાર્થીઓને ખોજ અને ઈનોવેટ રવા માટે ખરા અર્થમાં સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડે છે,’’ એમ નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (એનએસઆઈસી), નવી દિલ્હી ખાતે IoT ટ્રેનર અમન ખાને જણાવ્યું હતું. આ જ સંસ્થામાં 2024 પ્રોગ્રામનું આખરી ચરણ 28 ઓક્ટોબરે IoTમાં 200 વિદ્યાર્થીઓની સર્ટિફિકેશન ઈવેન્ટ સાથે પૂર્ણાહુતિ થઈ હતી.

સેમસંગની સેમસંગ ઈનોવેશન કેમ્પસ અને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો જેવી પહેલો થકી કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યે કટિબદ્ધતા ભારતના ફ્યુચર-ટેક આગેવાનોને પોષવા અને તાલીમ આપવાના તેના ધ્યેયને આલેખિત કરે છે. આ પ્રોગ્રામ થકી સેમસંગે ભારતના યુવાનોને ટેકો આપવાનું, તેમને અંગત અને વ્યાવસાયિક વૃદ્ધિ માટે કુશળતાથી સુસજ્જ કરવા સાથે વૈશ્વિક ટેકનોલોજી હબ તરીકે ભારતને સશક્ત બનાવવાનું પણ ચાલુ રાખ્યું છે.

સેમસંગ ઈનોવેશન કેમ્પસ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) સાથે ભાગીદારીમાં 2022માં ભારતમાં રજૂ કરાયું હતું.

 

Related posts

અમદાવાદમાં યુનિક ફેશન લૂક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો

amdavadlive_editor

સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં

amdavadlive_editor

આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

amdavadlive_editor

Leave a Comment