અમદાવાદ ૧૩ મે ૨૦૨૫: હિંદવેરની પ્રીમિયમ બ્રાન્ડ QUEO એ ગુજરાતના અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલીને તેના રિટેલ ધંધામાં વધારો ચાલુ રાખ્યો છે. ગોટા ખાતે સ્થિત, સ્ટોર ‘રામ એન્ડ સન્સ’ પ્રીમિયમ બાથવેર અને એસેસરીઝ ખરીદવા માંગતા વિવેકપૂર્ણ ગ્રાહકો માટે એક અદભુત અનુભવ પ્રદાન કરે છે. આ સ્ટોરમાં તમને જોવા મળશે QUEO ના સેનિટરીવેર, નળ, શાવર, બાથટબ, શાવર એન્ક્લોઝર વગેરેનું વ્યાપક અને સમજદારીપૂર્વક પસંદ કરેલ કલેક્શન, જે દરેક બાથવેર સેગમેન્ટમાં આકર્ષક ડિઝાઇન અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
પોસાય તેવું ઘરગથ્થું સામાન ખરીદવાના મુખ્ય બજાર તરીકે અમદાવાદની લોકપ્રિયતા બાથરૂમ સહિત ઉચ્ચ-ગુણવત્તાવાળા ઘરગથ્થું ઉત્પાદનોની માંગને વેગ આપ્યો છે. આ વૃદ્ધિનો લાભ લેતા, હિંદવેરે ગુજરાતમાં તેના બીજા વિશિષ્ટ QUEO સ્ટોરના લોન્ચ સાથે તેની રિટેલ હાજરીને મજબૂત બનાવી છે. આ નવા સ્ટોર સાથે, બ્રાન્ડ હવે 14 હિંદવેર સ્ટોર્સ, 2 QUEO સ્ટોર્સ અને ગુજરાતમાં 800+ રિટેલ આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે, જે બજારમાં વધુ મજબૂત હાજરીની ખાતરી કરે છે.
નવા ખુલેલા સ્ટોર વિશે બોલતા, હિંદવેર લિમિટેડના બાથ એન્ડ ટાઇલ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નિરૂપમ સહાયે જણાવ્યું હતું કે, “અમે આ ધબકતા અને ઝડપથી વિકસતા શહેરમાં અમારું નવું QUEO બ્રાન્ડ સ્ટો ખોલવા માટે ઉત્સાહિત છીએ. અમે, અમારા વિસ્તરણના યોજનાબદ્ધ પ્રયાસો સાથે સુસંગત તેવા ગુજરાતના બજારની નોંધપાત્ર ક્ષમતાને સમજીએ છીએ. પ્રીમિયમ બાથરૂમ ઉત્પાદનોની માંગમાં વૃદ્ધિ સાથે, અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને નવીનતમ ઉત્પાદનો પ્રદાન કરવા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહેવા સહીત રાજ્યભરમાં અમારો ધંધો વધુ વિસ્તૃત કરીએ છીએ.”
ભારતભરમાં મજબૂત હાજરી સાથે, હિંદવેર 35,000 થી વધુ સક્રિય રિટેલ ટચપોઇન્ટ્સ, 700+ જિલ્લાઓમાં 500+ ડીલરો અને 575+ થી વધુ યોજનાબદ્ધ રીતે સ્થિત બ્રાન્ડ સ્ટોર્સ ધરાવે છે. આ વિસ્તૃત રિટેલ નેટવર્ક ભારતના 700+ જિલ્લાઓમાં 1,090+ ટેકનિશિયનોની સમર્પિત આફ્ટર સેલ્સ સર્વિસના નેટવર્ક દ્વારા સમર્થિત છે. હિંદવેર મેટ્રો શહેરોમાં 24 કલાક અને ઉપનગરીય વિસ્તારોમાં 48 કલાકના અદભુત TAT સાથે ઝડપી સહાયની ખાતરી આપે છે.