40.3 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

માયટ્રાઇડેન્ટ એ પોતાના રિટેલ ટચપોઇન્ટ્સને બમણો કરીને નાણાકીય વર્ષ૨૦૨૫માં ૪૦ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખ્યો

આગામી ત્રણ વર્ષમાં આ સંખ્યાને બમણી એટલેકે ૫૦૦૦થી૧૦,૦૦૦સુધી કરવાનો લક્ષ્યાંક

“હોમ કમિંગ” થીમઅંતર્ગત ‘માયટ્રાઇડેન્ટ’ એ  5 દિવસની સૌથી મોટી રિટેલર મીટમાં પોતાના ઓટમ વિન્ટર 2024 કલેક્શનનું અનાવરણ કર્યું. 

નવી દિલ્હી, ઑગસ્ટ 09, 2024: ટ્રાઇડેન્ટ ગ્રૂપના મુખ્ય હોમ ફર્નિશિંગ બ્રાન્ડ માયટ્રાઇડેન્ટએ આજે નવી દિલ્હીના એરોસિટી સ્થિત અંદાઝમાં પોતાના ફોલ વિન્ટર 24 કલેક્શનને લૉન્ચ કર્યું. ટ્રાઇડેન્ટ ગ્રૂપનાચેરમેન એમેરિટસ ડૉ. રાજિન્દર ગુપ્તાએ ‘હોમકમિંગ’ની આકર્ષક થીમ હેઠળ ૧૫૦૦થી વધુ રિટેલર્સને સંબોધીને પાંચ દિવસીય એસોસિયેટ મીટનું ઉદ્ઘાટન કર્યું.

માયટ્રાઇડેન્ટ પોતાની રિટેલ ઉપસ્થિતિને વિસ્તૃત કરીને અને હાલના બજારોમાં તેના પગને મજબૂત કરીને આગામી 3 વર્ષમાં પોતાની આવકને બમણી કરીનેરૂ. ૧૦૦૦કરોડથી વધુ સુધી પહોંચાડવા માટે મહત્વ પુર્ણ વિકાસના માર્ગને લક્ષ્યાંકિત કરી રહી છે.  બ્રાન્ડનીવૃદ્ધિની વ્યૂહરચના તમામ મુખ્ય મેટ્રો, ટિયર 2 અને ૨ સીટીઝ પર ઑફલાઇન અને ઓનલાઈન બંને દ્વારા હાજરી વધારવી અને ઝડપી વાણિજ્યમાં તેની સ્થિતિ મજબૂત કરવાની છે.

માયટ્રાઇડેન્ટના ચેરપર્સન નેહા ગુપ્તા બેક્ટર જણાવ્યું કે, “અમે નવા બજારોમાં પ્રવેશ કરવા અને હાલના બજારોમાં અમારો પગ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી મહિનાઓમાં નોંધપાત્ર વૃદ્ધિના માર્ગને લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ. અમારું વિઝન છે, ‘ઘર ઘરમેં માયટ્રાઇડેન્ટ’ અને અમે માયટ્રાઇડેન્ટ ઉત્પાદનો સાથે સમગ્ર ભારતમાં પ્રવેશ કરવા માંગીએ છીએ.  દરેક રિટેલ ટચ પોઈન્ટ અમે અમારી આવકને બમણી કરવા અને અમારા બજાર હિસ્સામાં વધારો કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ,” 

માયટ્રાઇડેન્ટના સીઈઓ રજનીશ ભાટિયાએ કહ્યુંકે, “અમારો ધ્યેય અમારા રિટેલ ટચ પોઈન્ટને બમણો કરીને વ્યાપક પ્રેક્ષકો માટે માયટ્રાઇડેન્ટ પ્રોડક્ટને સુલભ બનાવવાનો છે. અમે મોટા ફોર્મેટ સ્ટોર્સમાં અમારી હાજરીને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ વર્ષ માટે વિશેષ ધ્યાન ઝડપી વાણિજ્ય પર છે.  અમારી વ્યૂહ રચના ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે અમારી સ્થિતિને મજબૂત કરવાની છે.  હાલમાં અમારા ઉત્પાદનો લગભગ 5,000 આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે અને અમે આગામી ત્રણ વર્ષમાં આ સંખ્યાને બમણી કરીને 10,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

આ કાર્યકમમાં ન્યુકલેશન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત રિટેલરોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નવા ફૉલ/વિન્ટર 2024 કલેક્શનમાં રોડટુજયપુર, સંસ્કૃતિ, અર્થ લવર્સ કલેક્શનથી લઈને ફેસ્ટિવ અને ઓરેન્જ તેમજ દરેક જગ્યાને પ્રેરીત કરવા અને ઉન્નત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

2014માં ભારતમાં પોતાની શરૂઆત કર્યા બાદથી જ માયટ્રાઇડેન્ટએ ભારતમાં હોમ અને હોરેકા બંને સેગમેન્ટની જરૂરિયાતને પૂરી કરનાર લિડિંગ હોમ ફર્નિશિંગ બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે.

Related posts

“હોમએન્ડમોર”નું ભવ્ય ઉદ્ઘાટન – સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડેસ્ટિનેશન, જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે

amdavadlive_editor

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

amdavadlive_editor

ડૉ. માધવ ઉપાધ્યાય સાથે આંતરદૃષ્ટિને અનલૉક કરો : કોરોનરી આર્ટરી ડિસીઝ, સાયલન્ટ મેનેસ ને નેવિગેટ કરો

amdavadlive_editor

Leave a Comment