32.4 C
Gujarat
May 19, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન અને વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું

અમદાવાદ 02 ઓગસ્ટ 2024: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા પોતાના ફ્લેગશિપ કાર્યક્રમ લાઇફ્સ ગુડ ન્યુટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત આ વર્ષે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત કુમાર વિનય મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ સાથે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓના આયોજનની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશન અને અન્નપૂર્ણા ટ્રસ્ટના સહયોગથી યોજવામાં આવેલો આ કાર્યક્રમ વર્ષ 2024 માટે આ પ્રોગ્રામના તબક્કાની શરૂઆત અંકિત થઈ છે, જે અંતર્ગત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકોની શૈક્ષણિક અને પોષક સુખાકારીમાં વૃદ્ધિ કરવા પર કંપની દ્વારા નિરંતર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 204 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેઓ તેમનામાં રહેલી સર્જનાત્મકતાને ઉત્તેજીત કરવા અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. બાળકોએ કલરિંગ અને ડ્રોઈંગ સેશનમાં ભાગ લીધો હતો અને દરેક વિદ્યાર્થીને તેમની કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે કલરિંગ ક્રેયોન આપવામાં આવ્યા હતા. પૌષ્ટિક ભોજન અને ગિફ્ટ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણને સમર્થન આપવા માટે આવશ્યક પોષણ પૂરું પાડવું એ આ પ્રોગ્રામનું મુખ્ય મિશન છે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ LGના લાઇફ્સ ગુડ ન્યુટ્રિશન પ્રોગ્રામ હેઠળ યોજવામાં આવ્યો હતો, જેની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ સમગ્ર ભારતમાં બાળકોના પોષણની સ્થિતિમાં વૃદ્ધિ કરવામાં, તેમના એકંદર વિકાસ અને શૈક્ષણિક સફળતામાં યોગદાન આપવા માટે મહત્વપૂર્ણ છે. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સાથે અનુરૂપ આ પ્રોગ્રામ ઝીરો હંગર, સારા સ્વાસ્થ્ય અને સુખાકારી, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને અસમાનતાઓમાં ઘટાડા પર નિરંતર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોગ્રામની શરૂઆતથી જ તેમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે અને 2024માં, આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર દેશમાં 1.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય છે.

Related posts

30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઝ સાથે શિયાળાનું સ્વાગત કરો

amdavadlive_editor

રણવીર સિંહ અને આદિત્ય ધર તેમની ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યા.

amdavadlive_editor

સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે

amdavadlive_editor

Leave a Comment