31 C
Gujarat
April 4, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

કોટક પ્રાઈવેટ દ્વારા મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ઉત્કૃષ્ટતાનાં 20 વર્ષની ઉજવણી

કેમ્પેઈન ઈનોવેશન અને બીસ્પોક સેવાઓ પ્રત્યે કટિબદ્ધતાની ઉજવણી કરે છે 

મુંબઈ, 6ઠ્ઠી ઓગસ્ટ, 2024 કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ” અથવા “કોટક”)નો વિભાગ કોટક પ્રાઈવેટ બેન્કિંગ દ્વારા તેની સૌપ્રથમ મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ભારતીય ખાનગી બેન્કિંગ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના બે દાયકાની ગૌરવભેર ઉજવણી કરે છે. આ માઈલસ્ટોન ભારતની અગ્રણી ખાનગી બેન્કિંગ કંપનીમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે. કેમ્પેઈમાં પ્રિંટ એડ્સ, આઉટ-ઓફ-હોમ (ઓઓએચ) ડિસ્પ્લેઝ અને ડિજિટલ મંચોનો સમાવેશ થાય છે, જે કોટકનાં વિશ્વસનીયતામાં રોકાણ અને દેશની સૌથી ધનાઢ્ય નાગરિકોના 58%* સહિત ભારતના અમુક સૌથી સમૃદ્ધ પરિવારો પર તેના પ્રભાવની ઉજવણી કરે છે.

કોટક પ્રાઈવેટ યુએચએનઆઈ (અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ) અને એચએનઆઈ (હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુલ્સ)ના ગ્રાહકોને તેમની સંપત્તિનું વ્યવસ્થાપન કરવામાં સહાય કરવા સાથે મૂળભૂત રોકાણ ક્ષિતિજોની પાર જાય છે અને તેમને તેમના હેતુઓને જીવવા માટે અભિમુખ બનાવે છે. સૂઝબૂઝપૂર્વક ઘડવામાં આવેલી મલ્ટીમિડિયા કેમ્પેઈનમાં આકર્ષક જાહેરાતોનો સમાવેશ થાય છે, જે કોટક પ્રાઈવેટ દ્વારા ઓફર કરાતા વ્યાપક સમાધાન અને બીસ્પોક સેવાઓ દર્શાવે છે. અત્યાધુનિક, નવા યુગના સમાધાન સાથે કોટક પ્રાઈવેટ નાવીન્યપૂર્ણ રોકાણ તકો સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે.

કેમ્પેઈન લોન્ચ કરતાં કોટક મહિંદ્રા બેન્કના કોટક પ્રાઈવેટ બેન્કા સીઈઓ ઓઈશર્ય દાસે જણાવ્યું હતું કે, “અમને અત્યાધુનિક રોકાણ સમાધાનો સાથે અમારા ગ્રાહકોને સેવા આપવાના બે દાયકાની ઉજવણી કરવાની ખુશી છે. અગ્રણી ખાનગી બેન્કિંગ કંપની તરીકે અમે અમારા વિવિધ ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળ્યા છીએ. અમારી નવી મલ્ટીમિડિયા કેમ્પેઈન અમારા ગ્રાહકોને સલામી આપે છે, જેઓ અમારા પ્રવાસનો આંતરિક ભાગ હોઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત ખાનગી બેન્ક તરીકે અમારું સ્થાન જાળવી રાખવામાં અમને મદદ કરે છે.”

અગ્રણી ખાનગી બેન્કિંગ સંસ્થા તરીકે કોટક પ્રાઈવેટ નાગરિકોને તેમની સંપત્તિ, વૃદ્ધિ અને સંવર્ધનની જરૂરતોનું નિષ્ણાતો થકી વ્યવસ્થાપન કરવા સાતે જીવનના વધુ નોંધપાત્ર પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સશક્ત બનાવે છે. ભારતીય નિવાસી અને અનિવાસી સહિત એન્ટરપ્રેન્યોર, વેપારી પરિવારો અને વ્યાવસાયિકો સહિત ભારતના અડધોઅડધ પ્રતિષ્ઠિત પરિવારોને સેવા આપતાં કોટક પ્રાઈવેટ વિવિધ પેઢીઓને પહોંચી વળે છે. તેની ઓફરોમાં આરઈઆઈટી (રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) # અને ઈન્વિટ્સ# (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) જેવી રોકાણ યોજનાઓ વિશિષ્ટ બેન્કિંગ સમાધાન અને એસ્ટેટ પ્લાનિંગ# તથા ફેમિલી ઓફિસ$  મેનેજમેન્ટ જેવી અવ્વલ સેવાઓનો સમાવેશ થાય છે.

આ કેમ્પેઈન પર બોલતાં કોટક મહિંદ્રા બેન્કના રિટેઈલ લાયેબિલિટીઝ પ્રોડક્ટના હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને ઉમેર્યું હતું કે, “અમારી મલ્ટીમિડિયા કેમ્પેઈન ઉદ્યોગના પ્રવાહોમાં આગળ રહેવા માટે અમારો નાવીન્યપૂર્ણ અભિગમ અને મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. અમારા લક્ષ્યના ગ્રાહકો સુધી પહોંચવાની વાત આવે ત્યારે અમે તેઓ સક્રિય રીતે સહભાગી હોય તે પ્રીમિયમ મંચો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે અમારી કેમ્પેઈન ટોચના યુએચએનઆઈ અને એચએનઆઈ પરિવારો સાથે અસરકારક રીતે સુમેળ સાધે તેની ખાતરી રાખે છે. આ વિશિષ્ટ ચેનલો પ્રત્યે અમારો અભિગમ તૈયાર કરીને અમે અમારી બીસ્પોક ઓફરો પ્રદર્શિત કરવાનું અને અમારા રોકાણ નિષ્ણાતો પર ભાર આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાઈવેટ બેન્કિંગમાં ઉત્કૃષ્ટતાની પ્રદાતા તરીકે અમારા સ્થાનને વધુ મજબૂત બનાવે છે.”

જાહેરાતો માટે લિંક્સ જુઓ:

https://images.kotak.com/bank/mailers/2024/files/KP%203%20print%20ads%20link%20for%20mailer.pdf

આ કેમ્પેઈનમાં ઈચ્છનીય ગ્રાહકોને સેવા આપતી અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામાંકિત લક્ઝરી અને લાઈફસ્ટાઈલ ટાઈટલ્સનો સમાવેશ રહેશે. એસ્થેટિક્સ અને મેસેજિંગ પર ભાર આપતાં જાહેરાતો યુએચએનઆઈ/ એચએનઆઈ ગ્રાહકો સાથે સુમેળ સાધે તે રીતે તૈયાર કરાઈ છે, જે તેમની આધુનિક રુચિઓ અને નાણાકીય આકાંક્ષાઓ પ્રદર્શિત કરે છે.

Related posts

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

amdavadlive_editor

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

amdavadlive_editor

અનંત અંબાણીની હલ્દી સમારોહમાં ઈકો-ચીક લુક

amdavadlive_editor

Leave a Comment