27 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતટુરિઝમબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

કોટક દ્વારા યુએઈના પ્રવાસીઓ માટે ખાસ ફાલ્કન ફોરેક્સ કાર્ડ રજૂ કરાયું

કોટક ફાલ્કન કાર્ડનો ઉપયોગ કરતા પ્રવાસીઓને ટુરિસ્ટ આકર્ષણો, એડવેન્ચર સ્પોર્ટસ, શોપિંગ, ડાઈનિંગ અને અજોડ અનુભવો પર 100થી વધુ ઓફરો મળશે.

પ્રવાસીઓ સહિતના યુએઈમાં પ્રવાસ કરનારા આકાંક્ષાત્મક ભારતીય પ્રવાસીઓને પહોંચી વળવા માટે કાર્ડ રૂ. 20,000 સુધી બચત આપે છે.

મુખ્ય ફાયદાઃ
રોકડને બદલે પ્રીપેઈડ ફોરેક્સ કાર્ડ થકી પ્રવાસ દરમિયાન પેમેન્ટ્સ કરવા સુરક્ષા અને સુવિધા.
યુએઈમાં કોટક ફાલ્કન કાર્ડનો ઉપયોગ કરતા પ્રવાસીઓને 100થી વધુ ટુરિસ્ટ આકર્ષણો, એડવેન્ચર સ્પોર્ટસ, શોપિંગ, ડાઈનિંગ અને અજોડ અનુભવો ખાતે તુરંત ડિસ્કાઉન્ટ્સ મળશે.
વિવિધ ટુરિસ્ટ આકર્ષણો જોવા માટે જોવા માટે ટિકિટો પર 50 ટકા સુધી છૂટ.
રેસ્ટોરાંમાં 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ્સ.
ફાલ્કન ફોરેક્સ કાર્ડસ યુએઈમાં સર્વ મુખ્ય મર્ચન્ટ આઉટલેટ્સ અને ટુરિસ્ટ આકર્ષણો ખાતે સ્વીકારાશે.

મુંબઈ 30 ઓગસ્ટ 2024 – કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“KMBL/Kotak”) દ્વારા આજે કોટક ફાલ્કન કાર્ડ રજૂ કરાયું હતું. આ સિંગલ કરન્સી પ્રીપેઈડ ફોરેક્સ કાર્ડ યુનાઈટેડ એરબ એમિરેટ્સ (યુએઈ)માં પ્રવાસ કરનારા ભારતીયોની વધતી સંખ્યા માટે છે. કોટક ફાલ્કન કાર્ડની ખૂબી તેની સુરક્ષા અને સુવિધા સાથે રૂ. 20,000* સુધીની બચત છે, જે તેને આકાંક્ષાત્મક ભારતીયો માટે આકર્ષક બનાવે છે.

યુએઈમાં પેમેન્ટ્સ માટે કોટક ફાલ્કન કાર્ડનો ઉપયોગ કરતા પ્રવાસીઓને 100થી વધુ ટુરિસ્ટ આકર્ષણો, એડવેન્ચર સ્પોર્ટસ, શોપિંગ, ડાઈનિંગ અને અજોડ અનુભવો ખાતે તુરંત ડિસ્કાઉન્ટ્સ મેળવવા માટે કરી શકે છે. વધારાના લાભોમાં કોમ્પ્લિમેન્ટરી વીમા રક્ષણ, 24*7 રિલોડ સેવા, ઈન્સ્ટન્ટ ફંડ અને ઝંઝટમુક્ત કાર્ડ રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.

કોટક ફાલ્કન કાર્ડ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ખાતે કોટક મહિંદ્રા બેન્કના એફ્લુઅન્ટ, એનઆરઆઈ, બિઝનેસ બેન્કિંગના પ્રેસિડેન્ટ- હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીન, મર્ક્યુરી પેમેન્ટ્સ સર્વિસીસના સીઈઓ મુઝફ્ફર હમીદ અને એનપીસીઆઈના સન્માનનીય અધિકારીઓનો સમાવેશ થાય છે. યુએઈ આધુનિકતા અને લક્ઝરીનું ઉત્તમ સંમિશ્રણ આલેખિત કરે છે. તે એકીકૃત નાણાકીય અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે ભારતની તૃતીય સૌથી વિશાળ ટ્રેડિંગ પાર્ટનર પણ છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે 2023^ માં 246 મિલિયન ઓવરનાઈટ પ્રવાસીઓએ દુબઈની મુલાકાત લીધી હતી, જે ન્યૂઝ રિપોર્ટસ અનુસાર કોઈ પણ દેશમાં ઉચ્ચ છે. વિશાળ ભારતીય ક્ષિતિજ, દેશભરનાં ઘણાં બધાં શહેરથી સીધી ફ્લાઈટ અને વિદેશમાં પ્રથમ ટ્રિપ સહિત આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વધતી આકાંક્ષાએ યુએઈમાં દર વર્ષે વધુ ને વધુ ભારતીયોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે.

રોહિત ભસીન કહે છે, “આકાંક્ષાત્મક ભારતીયો માટે સૌથી અગ્રતાની બેન્ક બનવાના અમારા લક્ષ્યના ભાગરૂપ અમને ખાસ યુએઈના પ્રવાસીઓ માટે આકર્ષક મૂલ્ય પરિમાણ કોટક ફાલ્કન કાર્ડ રજૂ કરવાની ખુશી છે. સિંગલ કરન્સી પ્રીપેઈડ ફોરેક્સ કાર્ડ પ્રથમ વારના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સહિત યુએઈમાં જતા ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યા માટે અજોડ ઓફર છે અને તેમને યુએઈમાં પેમેન્ટ્સ કરવાની સુરક્ષા અને સુવિધા અને લીઝર પ્રવૃત્તિઓ માટે પેમેન્ટ્સ પર અદભુત બચતો પૂરી પાડે છે.”

મુઝફ્ફર હમીદ કહે છે, “કોટક ફાલ્કન કાર્ડ અભિમુખ બનાવીને મર્ક્યુરી સમાવેશક પેમેન્ટ્સના અમારા ધ્યેયની પ્રગતિ છે. અમે યુએઈમાં રુપેની હાજરી વધારવા માટે એનપીસીઆઈ ઈન્ટરનેશનલ અને કોટક મહિંદ્રા બેન્ક સાથે ભાગીદારી કરી છે, જેથી નાણાકીય સેવાઓ વધુ પહોંચક્ષમ બને અને વ્યાપક બજાર માટે પેમેન્ટ્સનું લોકશાહીકરણ કરવાની અમારી કટિબદ્ધતા પ્રદર્શિત થાય.” કોટક ફાલ્કન કાર્ડ આગામી બે મહિનામાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

અનુક્રમ મર્ચન્ટ શ્રેણી ઓફર
1 સ્કી દુબઈ એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 30% છૂટ માણો
2 દુબઈ ફ્રેમ એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 10% છૂટ માણો
3 હોટ એર બલૂન રાઈડ એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ હોટ એર હલૂન રાઈડ પર 40% છૂટ માણો
4 બુર્જ ખલીફાની ટોચ પર એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 15% છૂટ માણો
5 યસ વોટર વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 30% છૂટ માણો
6 ફેરારી વર્લ્ડ થીમ પાર્ક એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 25% છૂટ માણો
7 દુબઈ ગાર્ડન ગ્લો એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 25% છૂટ માણો
8 દુબઈ એક્વેરિયમ અને અંડરવોટર ઝૂ એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 20% છૂટ માણો
9 મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર એન્ટરટેઈનમેન્ટ અને એક્સપીરિયન્સીસ 10% છૂટ માણો
10 રામાદા હોટેલ અને વિન્ધમ જેબીઆર દ્વારા સ્યુટ્સ ડાઈનિંગ લંચ/ડિનર/ઈન્ટરનેશનલ બુફે પર ખરીદી કરો 1 મેળવો 1 મફત
11 સ્પ્લેશ ફેશન્સ ફેશન એઈડી 200 પર ફ્લેટ 15%

Related posts

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે સ્થાન ધરાવે છે

amdavadlive_editor

મલેશિયામાં રજાઓનું આયોજન કરી રહ્યાં છો? અહીં 5 શહેરો છે જે તમારી મુસાફરીની ઇચ્છા સૂચિમાં હોવા જોઈએ

amdavadlive_editor

‘લાઉડ લર્નિંગ’ ભારતમાં પ્રોફેશનલ્સ માટે તેમના કૌશલ્યને વિકસિત કરવા માટેનો નવો મંત્ર છેઃ લિંક્ડઈન

amdavadlive_editor

Leave a Comment