⇒ ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6માં 8 ફ્રેન્ચાઈઝીઓ 23 ટાઈમાં ટકરાશે, ફાઈનલ 15મી જૂને રમાશે
રાષ્ટ્રીય ૧૬ મે ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન 6 નો પ્રારંભ રોમાંચક ડબલ હેડર સાથે 31મેનાં રોજ અમદાવાદના એકા અરેના ખાતે થશે. ઓપનિંગની રાત્રિએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને હોમ ટીમ અમદાવાદ એસજી પાઈપર્સ પ્રાઈટમાઈમ મુકાબલામાં ટકરાશે. જે પહેલા સિઝન-2ની વિજેતા દબંગ દિલ્હી ટીટીસીનો સામનો શ્રી અકુલાના નેતૃત્તવવાળી જયપુર પેટ્રિઓટ્સથી થશે. આ ઓપનિંગ મુકાબલા થકી સિઝનનો ધમાકેદાર અંદાજમાં પ્રારંભ થશે, 8 ટીમો સિઝનની 23 ટાઈમાં ટકરાશે.
વિશ્વની 14મી ક્રમાંકિત ખેલાડી બર્નાડેટ સ્ઝોક્સ અને ઉભરતી ભારતીય સ્ટાર યશસ્વિની ઘોરપડેની આગેવાની હેઠળની યુ મુમ્બા ટીટી, 1 જૂને સ્પેનિશ ખેલાડી અલ્વારો રોબલ્સના નેતૃત્ત્વવાળી પીબીજી પુણે જગુઆર્સ સામે રમાનારી મહારાષ્ટ્ર ડર્બી સાથે સિઝનમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. વર્લ્ડ યુથ નંબર-5 અંકુર ભટ્ટાચાર્ય અને ઓલિમ્પિયન્સ કાદરી અરુણા અને એડ્રિયાના ડિયાઝ સાથે ડેબ્યુ કરતી કોલકાતા થંડરબ્લેડ્સ 2 જૂને સિઝન 3ની વિજેતા ચેન્નાઈ લાયન્સ સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. જે ટીમમાં આ વર્ષની હરાજી દરમિયાન સૌથી મોંઘા ખેલાડી રહેલ ચીનનો ફેન સિકી અને ભૂતપૂર્વ વર્લ્ડ યુથ નંબર-1 (અંડર-17) પાયસ જૈન સહિતના ખેલાડીઓ સામેલ છે.
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ના નેજા હેઠળ આયોજિત અને વિતા દાની અને નીરજ બજાજ દ્વારા પ્રમોટેડ કરાતી ઈન્ડિયન ઓઈલ યુટીટી ઝડપથી ટેબલ ટેનિસમાં સૌથી લોકપ્રિય ગ્લોબલ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝમાં સ્થાન મેળવી ચૂકી છે. લીગના તમામ મુકાબલાઓ સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તામિલ પર લાઈવ પ્રસારિત થવા ઉપરાંત જીસોહોટસ્ટાર પર પણ પ્રસારિત કરાશે.
ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024માં 20 મિલિયન વ્યૂઅર્સ નોંધાયા હતા, જે અગાઉની સિઝન કરતા 1.3 ગણો વધારો દર્શાવે છે. સિઝન ઓપનર ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને જયપુર પેટ્રિઓટ્સ વચ્ચેની મેચને 1.33 મિલિયન તથા યુ મુમ્બા ટીટી તથા અમદાવાદ એસજી પાઈપર્સ વચ્ચેની ડર્બીને 1.83 મિલિયન વ્યૂઝ ટીવી પર મળ્યા હતા. લીગના તમામ મુકાબલાઓને સરેાશ એક મિલિયનથી વધુ વ્યૂઅર્સે નિહાળી હતી.
સિઝન 6 જ્યાંથી છોડી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે, જેમાં 2 જૂને મુંબઈ અને અમદાવાદ વચ્ચે વેસ્ટર્ન ડર્બી સહિત મુખ્ય મુકાબલાઓ રમાશે.દબંગ દિલ્હી અને ડેમ્પો ગોવા ચેલેન્જર્સ વચ્ચેની ગત સિઝનની ફાઈનલની રિમેચ- જેમાં સાથિયાન જ્ઞાનશેખરન અને દિયા ચિતાલે વિરુદ્ધ હરમીત દેસાઈ અને સિંગાપુરના ઝેંગ જિયાન વચ્ચેનો મુકાબલો 4 જૂને રમાશે. સેમિફાઈનલ 13 અને 14 જૂને રમાશે, જેને જીતી ટીમો ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચશે.
દરેક ટીમો ગ્રૂપ સ્ટેજ દરમિયાન 5 ટાઈ રમશે, દરેક ટાઈમાં 5 મુકાબલાઓ રમાશે. જેમાં 2 પુરુષ સિંગલ્સ, 2 મહિલા સિંગલ્સ અને 1 મિક્સ્ડ ડબલ્સ સામેલ રહેશે. લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલની ટોચની 4 ટીમો નૉકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવશે. સેમિફાઈનલમાં નંબર-1 અને નંબર-4 ટીમ તથા નંબર-3 અને નંબર-3 ટીમ વચ્ચે મુકાબલો રમાશે. મોટાભાગની ટાઈ રાત્રે 7.30 વાગ્યાથી શરૂ થશે. સિઝન દરમિયાન કુલ 7 ડબલ-હેડર રમાશે. આ સમયે ડબલ હેડરની પ્રથમ મેચ સાંજે 5 વાગ્યાથી અને પછી બીજી મેચ 7.30 વાગ્યાથી રમાશે.
ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6નો કાર્યક્રમ
31 મે 5 વાગે જયપુર પેટ્રિઓટ્સ Vs દબંગ દિલ્હી ટીટીસી
31 મે 7.30 વાગે અમદાવાદ એસજી પાઈપર્સ Vs ડેમ્પો ગોવા ચેલેન્જર્સ
1 જૂન 5 વાગે યુ મુમ્બા Vs પીબીજી પુણે જગુઆર્સ
2 જૂન 5 વાગે ચેન્નાઈ લાયન્સ Vs કોલકાતા થંડરબ્લેડ્સ
2 જૂન 7.30 વાગે યુ મુમ્બા Vs અમદાવાદ એસજી પાઈપર્સ
3 જૂન 5 વાગે જયપુર પેટ્રિયોટ્સ Vs ચેન્નાઈ લાયન્સ
4 જૂન 5 વાગે દબંગ દિલ્હી ટીટીસી Vs ડેમ્પો ગોવા ચેલેન્જર્સ
4 જૂન 7.30 વાગે પીબીજી પુણે જગુઆર્સ Vs કોલકાતા થંડરબ્લેડ્સ
5 જૂન 5 વાગે જયપુર પેટ્રિઓટ્સ Vs યુ મુમ્બા ટીટી
5 જૂન 7.30 વાગે ચેન્નાઈ લાયન્સ Vs અમદાવાદ એસજી પાઈપર્સ
6 જૂન 5 વાગે પીબીજી પુણે જગુઆર્સ Vs ડેમ્પો ગોવા ચેલેન્જર્સ
6 જૂન 7.30 વાગે દબંગ દિલ્હી ટીટીસી Vs કોલકાતા થંડરબ્લેડ્સ
7 જૂન 5 વાગે જયપુર પેટ્રિઓટ્સ Vs અમદાવાદ એસજી પાઈપર્સ
7 જૂન 7.30 વાગે યુ મુમ્બા ટીટી Vs ચેન્નાઈ લાયન્સ
8 જૂન 5 વાગે ડેમ્પો ગોવા ચેલેન્જર્સ Vs કોલકાતા થંડરબ્લેડ્સ
8 જૂન 7.30 વાગે દબંગ દિલ્હી ટીટીસી Vs પીબીજી પુણે જગુઆર્સ
9 જૂન 7.30 વાગે ચેન્નાઈ લાયન્સ Vs ડેમ્પો ગોવા ચેલેન્જર્સ
10 જૂન 7.30 વાગે અમદાવાદ એસજી પાઈપર્સ Vs કોલકાતા થંડરબ્લેડ્સ
11 જૂન 7.30 વાગે જયપુર પેટ્રિઓટ્સ Vs પીબીજી પુણે જગુઆર્સ
12 જૂન 7.30 વાગે યુ મુમ્બા ટીટી Vs દબંગ દિલ્હી ટીટીસી
13 જૂન 7.30 વાગે ટીમ1 Vs ટીમ4
14 જૂન 7.30 વાગે ટીમ2 Vs ટીમ3
15 જૂન 7.30 વાગે સેમિફાઈનલ-1 વિજેતા Vs સેમિફાઈનલ-2 વિજેતા
##########