‘અનફોર્ગેટેબલ જર્નીઝ’ (ભૂલી ન શકાય તેવી યાત્રા) કેમ્પેનનો છેલ્લો ભાગ શ્રેષ્ઠતાના જુસ્સા અને અનુસરણ પર ફોકસ કરે છે.
વિશ્વના અગ્રણી સિંથેટિક એન્જિન ઓઇલ બ્રાન્ડ Mobil 1™ને અત્યંત નવીન અને સૌથી વધુ પર્ફોમન્સ એન્જિન ઓઇલ્સ દર્શાવતુ બતાવવામાં આવ્યુ છે, જે તમારા એન્જિનને નવા જેવુ જ ચાલતુ રાખે છે.
નવી દિલ્હી, ભારત ૦૩ મે ૨૦૨૫: એક્સોનમોબિલની ભારત ખાતેની સંલગ્ન કંપની કે જે Mobil™ બ્રાન્ડનું વેચાણ કરે છે તેવી એક્સોનમોબિલ લ્યૂબ્રીકન્ટ્સ પ્રા. લિમીટેડએ પોતાની આગળ ધપી રહેલી કેમ્પેન ‘અનફોર્ગેટેબલ જર્નીઝ’ (ભૂલી ન શકાય તેવી યાત્રા)ના ભાગરૂપે પોતાની નવી કોમર્શિયલ લોન્ચ કરી છે. બોલીવુડના આઇકોન હૃતિક રોશનને દર્શાવતી આ કોમર્શિયલ ઋતિકના અભિયાન, સ્વપ્ન જોનારાઓ અને કર્તાઓના રાષ્ટ્ર તરીકે ભારત અને મોબિલ 1™ ના પ્રદર્શન વચ્ચે એક શક્તિશાળી તાલમેલ દર્શાવે છે, જે બધા સહિયારા જુસ્સા અને શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ દ્વારા એક થયા છે.
તાજેતરની આ કોમર્શિયલ બોલિવુડના આઇકોન હૃતિક રોશન અને તેમના પિતા, ભારતીય ફિલ્મ નિર્મતા રાકેશ રોશનને સૌપ્રથમ વખત સ્ક્રીન પર એક સાથે લાવે છે. કહો ના પ્યાર હૈ ફિલ્મમાં સફળ શરૂઆત પછી હૃતિક ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, ત્યારે તેઓ અવિસ્મરણીય પ્રદર્શન આપી શકે તે માટે આ ઝુંબેશ તેમના અવિશ્વસનીય જુસ્સા અને શ્રેષ્ઠતાના પ્રયાસની ઉજવણી કરે છે. તેમની યાત્રા ભારતને એક એવા રાષ્ટ્ર તરીકે પણ પ્રતિબિંબિત કરે છે – જ્યાં સ્વપ્ન જોનારાઓ અવરોધોનો સામનો કરે છે અને કર્તા મહત્વાકાંક્ષાને સિદ્ધિમાં ફેરવે છે. તે એક એવા દેશની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે સતત વિકસિત થઈ રહ્યો છે, જ્યાં દરેક પેઢી વધુ સારા ભવિષ્યની કલ્પના કરવાની હિંમત કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરે છે. આ જ ભાવનાને શેર કરી રહી છે Mobil 1™ – એક બ્રાન્ડ જે એન્જિન ઓઇલની શક્યતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સંચાલિત, તે સમય સાથે વિકસિત થાય છે જેથી સૌથી નવીન અને ઉચ્ચતમ પ્રદર્શનવાળા એન્જિન ઓઇલ પહોંચાડી શકાય જે તમારા એન્જિનને નવાની જેમ ચાલુ રાખે છે.
એક્સોનમોબિલ લ્યૂબ્રીકન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ચાર્લીન પરેરાએ જણાવ્યું હતું કે, “દશકાઓથી, Mobil 1™એ સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં – લેબ-ટેસ્ટેડ, રોડ-ડ્રાઇવ્ડ અને ટ્રેક-પ્રૂવ્ડ – પ્રદર્શન કરવાનું સાબિત કર્યું છે, જેમાં એન્જિન નોંધપાત્ર માઇલેજ પછી પણ નોંધપાત્ર સ્થિતિમાં રહે છે. Mobil 1™ બ્રાન્ડ પ્રતિબદ્ધતા સૌથી નવીન અને ઉચ્ચતમ પ્રદર્શન એન્જિન ઓઇલ પહોંચાડવાની છે જે “તમારા એન્જિનને નવાની જેમ ચાલુ રાખે છે” જેથી તમે મુક્તપણે ભારતની શોધ કરી શકો અને જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકો.”
અભિનેતા હૃતિક રોશન કે જેઓ Mobil™ માં 2023માં બ્રાન્ડ એમ્બેસડર તરીકે જોડાયા છે, તેમણે “અનફોર્ગેટેબલ જર્નીઝ” કેમ્પેનને ચાલુ રાખવા વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ ઝુંબેશ વિશે વાત કરતાં તેમણે કહ્યું, “Mobil 1™️ સાથે મારો સહયોગ હંમેશા સરળ રહ્યો છે, તે એક એન્જિન ઓઇલ બ્રાન્ડ છે જે ઉચ્ચતમ પ્રદર્શન અને નવીનતા માટે વપરાય છે, જે આત્મવિશ્વાસને ઉજાગર કરે છે. ‘અનફોર્ગેટેબલ જર્નીઝ’ ઝુંબેશ મારા પોતાના વિશ્વાસને વ્યક્ત કરે છે કે જીવન ફક્ત સ્થળો વિશે નથી – તે એવા અનુભવો વિશે છે જે અનફોર્ગેટેબલ જર્નીનું નિર્માણ કરે છે. આ કેમ્પેને મને એક અવિસ્મરણીય અને અવિશ્વસનીય રીતે ખાસ અનુભવ – મારા પિતા સાથે પહેલી વાર સ્ક્રીન શેર કરવાની તક આપી છે.”
ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક, રાકેશ રોશને ઉમેર્યું, “હું ખરેખર મારા પુત્ર હૃત્વિક સાથે પહેલી વાર સ્ક્રીન શેર કરવા માટે ઉત્સાહિત છું. આ ફક્ત એક પિતા તરીકે જ નહીં પરંતુ તેની અદભૂત સફરના સાક્ષી તરીકેની એક ખાસ ક્ષણ છે. ‘અનફોર્ગેટેબલ જર્નીઝ’ ઝુંબેશમાં અમારો સહયોગ વધુ અર્થપૂર્ણ લાગે છે, કારણ કે અમે બંને શ્રેષ્ઠતાની શોધ માટે ઉત્સાહ શેર કરીએ છીએ.”
આ જાહેરાત હવે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ છે. તેને જોવા માટે [https://youtu.be/zBqDd8pkMI8]ની મુલાકાત લો.
તમે Mobil 1™ ઉત્પાદનો Mobil Car Care અને દેશભરના ઓટોમોટિવ રિટેલર્સ પર શોધી શકો છો. વધુ માહિતી માટે મુલાકાત લો Mobil™ Engine Oils | Mobil™ Lubricants | Mobil™ Oil Company | Mobil™ India