39.8 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LG ઈલેક્ટ્રોનિક્સ પ્રસ્તુત કરે છે એક્સક્લુઝિવ સ્વતંત્રતા દિવસ ઓફર્સ

નવી દિલ્હી, ઓગસ્ટ 13, 2024  –  LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની અગ્રણી હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ છે તે આ સ્વતંત્રતા દિવસની પોતાની પ્રોડક્ટ્સ પર રોમાંચકારી ઓફર્સ સાથે ઉજવણી કરે છે. આ રોમાંચકારી ઓફર્સ હેઠળ LG પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પર અદભુત ડીલ્સ અને ડિસ્કાઉન્ટ પ્રસ્તુત કરીને સ્વતંત્રતાની ભાવનાને ઉજાગર કરવામાં આવી છે.

ફ્રીડમ ઓફર્સના ભાગરૂપે, ગ્રાહકો હવે ચુનંદા પ્રોડક્ટ્સ* પર INR 40,000 અથવા 26% કેશબેક સુધીના ડિસ્કાઉન્ટને માણી શકે છે, જેના થકી LGની નવતર અને ઉચ્ચ-ગુણવત્તાશીલ પ્રસ્તુતિ દ્વારા પોતાના ઘરને અપગ્રેડ કરવાનો આ સર્વોત્તમ સમય બને છે. તદુપરાંત, ગ્રાહકો હવે INR 15 જેટલી નાની રકમના ડાઉન પેમેન્ટ વડે પ્રોડક્ટ્સ ખરીદી શકશે, જેમાં બાકીની રકમની સુગમ EMIsમાં ચૂકવણી કરવાની રહેશે. આ ઉપરાંત ચુનંદા મોડેલ્સ પર INR 888ના ફિક્સ્ડ EMIનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આ સેલમાં લાઈફઝ ગુડ ઓફર્સનો પણ સમાવેશ થાય છે, જેમાં ગ્રાહકો ચુનંદા LG ટીવી પર 3-વર્ષની વોરન્ટીનો લાભ મેળવવાની સાથે OLED ઓફર્સ હેઠળ INR 50,000 સુધીના મૂલ્યના લાભો પણ માણી શકે છે. સાઉન્ડબાર્સને ચુનંદા LG ટીવી સાથે ખરીદવા પર 30% સુધીનો ડિસ્કાઉન્ટ મળશે, અને LG XBOOMના ચુનંદા મોડેલ્સની સાથે મફત માઈકનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ગ્રાહકો મર્યાદિત સમય માટે ચુનંદા વોશિંગ મશીન મોડેલ્સ પર એક EMI-ફ્રી જેવી ઓફર્સનો લાભ માણી શકે છે અને ચુનંદા વોટર પ્યોરિફાયર્સ પર 1-વર્ષના પેકેજના ભાગરૂપે INR 4,200ના મૂલ્યનું ફ્રી મેન્ટેનન્સ પણ મળશે. જ્યારે ઈન્ટાવ્યૂ સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટરની ખરીદી પર INR 11,999ના મૂલ્યનું મિનિ રેફ્રિજરેટર ફ્રી મળશે. આ ઉપરાંત, સ્પ્લિટ અને વિન્ડો એર કન્ડિશનર્સ પર 5-વર્ષની વોરન્ટી ઉપલબ્ધ છે જ્યારે ચુનંદા માઈક્રોવેવ મોડેલ્સ પર ચાર્કોલ લાઈટિંગ હીટર પર 10-વર્ષની વોરન્ટી પ્રાપ્ત થશે.

ઓફરની તારીખો અને ઉપલબ્ધતા: આ એક્સક્લુઝિવ ઓફર્સ 20મી ઓગસ્ટ, 2024 સુધી ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકો આ રોમાંચકારી ઓફર્સનો લાભ માણવા માટે તેમની નજીકની LG બ્રાન્ડ શોપ તથા અન્ય સ્ટોર્સની મુલાકાત લઈ શકે છે.

આ સ્વતંત્રતા દિવસ પર LG ઈલેક્ટ્રોનિક્સ લોકોને ‘ફ્રીડમ ફ્રોમ E-WASTE’ ઝુંબેશમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે, જે ઈ-વેસ્ટનું જવાબદારીપૂર્વક રિસાઈક્લિંગ કરવા લોકોને જાગૃત બનાવવા માટેની એક પહેલ છે; જેની લોકો https://rb.gy/sljogk મુલાકાત લઈને શપથ લઈ શકે છે. વિજેતાઓને રોમાંચકારી મર્ચેન્ડાઈઝ સાથે પુરસ્કૃત કરાશે.

LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર, શ્રી હોંગ જુ જેઓને જણાવ્યું હતું કે: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ તરીકે, LG ઈલેક્ટ્રોનિક્સ સ્પેશિયલ ઓફર્સની સાથે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા આનંદ અનુભવે છે. અમે અમારા ગ્રાહકોને LGની લેટેસ્ટ પ્રોડક્ટ લાઈનઅપ વડે તેમના ઘરોને ઉન્નત કરવા રોમાંચકારી તક પૂરી પાડી રહ્યા છીએ.” 

LGને શ્રેષ્ઠ રીતે શોધોઃ 

LG હોમ એપ્લાયન્સીસ: LGના હોમ એપ્લાયન્સીસ એ સ્ટાયલીશ, નવતર અને પર્યાવરણને અનુકૂળ છે, જેમાં LED ડિસ્પ્લે પેનલ્સ, સહજ કંટ્રોલ્સ, અને વિવિધ કલર વિકલ્પો જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટની રેન્જમાં એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, વોટર પ્યોરિફાયર્સ, માઈક્રોવેવ્સ અને ડિશવોશર્સ સામેલ છે. 

LG હોમ એન્ટરટેઈન્મેન્ટ: અનુભવ કરો અતુલ્ય મનોરંજનનો LGના ટીવી, સ્પીકર્સ અને પ્રેજેક્ટર્સની રેન્જ સાથે. LG TVકે જે સજ્જ છે બિલ્ટ-ઈન વોઈસ આસિસ્ટન્ટ્સ સાથે જેમકે ગુગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને LG ThinQ AI, જેની સાથે આવે છે યુનિવર્સલ રિમોટ કે જે મોટાભાગના ડિવાઈસને કંટ્રોલ કરી શકે. વિવિધ સાઈઝ અને OLED, QNED, અને નેનોસેલ જેવી ટેકનોલોજીમાં ઉપલબ્ધ LGની હોમ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડક્ટ નિહાળવાનો અલૌકિક અનુભવ પૂરો પાડે છે.

સ્વતંત્રતા દિવસની ઓફર્સ વિશે વધુ જાણવા, કૃપા કરીને મુલાકાત લો https://www.lg.com/in/independenceday-offers/

Related posts

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

amdavadlive_editor

અમદાવાદમાં ૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન

amdavadlive_editor

Amazon.Inના ઓનમ સ્ટોર પર આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી ખુશીઓની લણણી કરો

amdavadlive_editor

Leave a Comment