ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫ – ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે પોતાના આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસની ઉજવણી નિમિત્તે પોતાનું પ્રશંસનીય પ્રદર્શન, ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ: અ ગોદરેજ સ્ટોરી’ માટે સત્તાવાર કેટલોગનું વિમોચન કર્યું. આ કેટલોગનું વિમોચન ગોદરેજ આર્કાઇવ્ઝ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ફેરોઝા.જે. ગોદરેજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમૃદ્ધ ચિત્રોવાળો કેટલોગ ગોદરેજના ત્રણ પ્રતિષ્ઠિત ઉત્પાદનો – સ્ટીલ કપબોર્ડ, ચેર અને રેફ્રિજરેટરના વારસાને પ્રદર્શિત કરે છે, જે મધ્યમ વર્ગના ભારતની સફરના પર્યાય બની ગયા છે અને ભારતના અસંખ્ય લોકો માટે આધુનિકતાનું પ્રતીક છે. આ કેટલોગ સંશોધકો, ડિઝાઇનર્સ, ઇતિહાસકારો અને ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના ઉત્સાહીઓ માટે એક મૂલ્યવાન સંસાધન તરીકે વિકસાવવામાં આવ્યો છે, જે ડિઝાઇન અને રોજિંદા જીવનના આંતરછેદમાં ઊંડા ઉતરવાની તક આપે છે. આ સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ₹ 1500/- ની કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે અથવા તમે નકલો ખરીદવા માટે archives@godrej.com પર લખી શકો છો.
આ કેટલોગના વિમોચન બાદ એક પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પેનલમાં વર્મોન્ટ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ડૉ. એબીગેઇલ મેકગોવન, હેનોના ડિઝાઇનર અને સ્થાપક સરિતા સુંદર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદના સિનિયર ફેકલ્ટી તનિષ્કા કાચરુ ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનનું સંચાલન સેપ્ટઆર્કાઇવ્ઝના આર્કિટેક્ટ અને આર્કાઇવિસ્ટ સમન કુરૈશી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ સાથે મળીને ડિઝાઇન વારસાને જાળવવામાં કેટલોગના હેતુ અને ભૂતકાળની નવીનતાઓને આધુનિક ઓળખ સાથે જોડવામાં તેની ભૂમિકાની શોધ કરી.
આ કેટલોગ જે પ્રદર્શનનો ભાગ છે એ ડિઝાઇન ઇતિહાસકાર અને શિક્ષિકા દીપિકા શ્રીવાસ્તવ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે તેમજએનાઇડીની ભૂતપૂર્વ વિદ્યાર્થી ધારિણી પઢ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આનું ઉદ્ઘાટન ૧૨ મે ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું અને સેપ્ટ યુનિવર્સિટીની લીલાવતી લાલભાઈ લાઇબ્રેરીમાં ૧૩ જુલાઈ સુધી સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સમાંથી વિન્ટેજ એડવર્ટાઈઝમેન્ટ, પ્રોડક્ટ કેટલોગ, કોરસ્પોન્ડન્સ એન્ડ પર્સનલ સ્ટોરી જેવા વ્યાપક સંગ્રહનું પ્રદર્શન કરે છે. આ કલાકૃતિઓ છેલ્લા ૧૨૮ વર્ષોમાં ભારતીય ઘરોની આકાંક્ષાઓ અને જીવનશૈલીને આકાર આપવામાં બ્રાન્ડની સફર દર્શાવે છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સના હેડ વૃંદા પાથારે જણાવ્યું કે, “આર્કાઇવ્સ આપણી સામૂહિક સ્મૃતિના રક્ષક છે. આ કેટલોગ ગોદરેજની ત્રણ પ્રતિષ્ઠિત રચનાઓ – સ્ટીલ કપબોર્ડ, ચેર અને રેફ્રિજરેટર દ્વારા નવીનતા અને ડિઝાઇનની ૧૨૮ વર્ષની સફરને દર્શાવે છે જેણે લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે. આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્સ દિવસ પર આપણે આપણા સહિયારા વારસાને જાળવવા અને ભાવિ સર્જનાત્મકતાને પ્રેરણા આપવામાં આર્કાઇવ્સ ભજવે છે તે મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરીએ છીએ. આ ખાસ પ્રદર્શનમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે સહયોગ કરવાનો અમને આનંદ છે,”
સેપ્ટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ત્રિદીપ સુહૃદે જણાવ્યું કે, “આ કેટલોગ ગોદરેજ આર્કાઇવ્ઝના દૃષ્ટિકોણના માધ્યમથી ભારતમાં ડિઝાઇન, ઈનોવેશન અને રોજિંદા જીવનની એક સદીની શોધ કરે છે. આર્કાઇવલ ઇમેજિસ, ઇમર્સિવ ટાઈમલાઈન અને ઇન્ટરેક્ટિવ ડાયરોમા આધુનિક ભારતીય આકાંક્ષાઓને આકાર આપવામાં ગોદરેજની ભૂમિકાને જીવંત બનાવે છે. સેપ્ટ યુનિવર્સિટીમાં ડિઝાઇન અમારા શૈક્ષણિક દ્રષ્ટિકોણના કેન્દ્રમાં છે અને અમે ભૂતકાળને સાચવવામાં જ નહીં પરંતુ ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ અને વિચારકોની ભાવિ પેઢીઓને માહિતી અને પ્રેરણા આપતા શક્તિશાળી શૈક્ષણિક સાધનો તરીકે આર્કાઇવ્ઝની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખીએ છીએ. આ પ્રદર્શનમાં ગોદરેજ આર્કાઇવ્ઝ સાથે સહયોગ કરવાનો અમને આનંદ છે,”.