ગુજરાત, અમદાવાદ 21 ઓક્ટોબર 2024: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર કલાકાર તુષાર સાધુની ફિલ્મ “કર્મ વોલેટ” થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. એક જુદા વિષય પર બનેલી આ ફિલ્મનો પ્લોટ ઈન્ટરવલ બાદ એકદમ બદલાઈ જાય છે. અને એક સારી ફિલ્મની વ્યાખ્યા એ કહી શકાય કે જે તમારી ધારણાઓને તોડે “કર્મ વોલેટ” તમારી ધારણાઓને તોડતી ફિલ્મ છે. જેમાં દેવરાજ નામના બિઝનેસમેનની વાત છે જેના માટે પૈસા અને તેનું કામ ખુબજ મહત્વના છે. પૈસા માટે તે કઈ પણ કરી શકે તેવું પાત્ર છે. તુષાર સાધુ દેવરાજના પાત્રમાં જામે છે. ધીમે ધીમે આ ફિલ્મ એક પોલિટિકલ રૂપ પણ લેતી જોવા મળે છે, ફિલ્મની વાર્તામાં જેમ જેમ લેયર આવતા જાય છે તેમ દેશકોની વાર્તામાં આગળ શું થશે તેની તાલાવેલી વધતી જાય છે. ફિલ્મમાં મ્યુઝિક પણ પોતાની ભૂમિકા ભજવે છે દરેક કેરેક્ટરનું અને સીનનું મ્યુઝિક સ્ક્રીનપ્લે અનુરૂપ જાય છે. ફિલ્મમાં ડેન્ટિયાનું પાત્ર ભજવનાર જય પંડ્યા દર્શકોને ચોક્કસથી હસાવશે. જેમ તેમનું નામ રમૂજ છે તેમ તેમની એક્ટિંગ પણ રમૂજી છે.
“કર્મ વોલેટ” ફિલ્મને જાણીતા ડિરેક્ટર વિપુલ શર્માએ લખી અને ડિરેક્ટ કરી છે. વિપુલ શર્માની ડિરેક્ટોરિયલ ફિલ્મ “કર્મ વોલેટ” ને ૧૦ જુદા જુદા ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડમાં ઓફિશિયલ સિલેક્શન મળ્યું છે અને તેમાંથી ૪માં એવોર્ડ પણ મળી ચૂક્યા છે. અગાઉ ડિરેક્ટર વિપુલ શર્માની ફિલ્મ “ફ્રેન્ડો” પણ થિયેટરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂકી છે અને હવે તેમની ફિલ્મ “કર્મ વોલેટ”ને પણ દર્શકો પસંદ કરી રહ્યા છે. ફિલ્મ એક મેસેજ પણ આપી જાય છે કે તમારા કર્મો જ તમારી ડેસ્ટિની નક્કી કરે છે જેથી તમારા કર્મનું વોલેટ સારા કામોથી ભરેલું રાખો.