18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11 ઓક્ટોબર, 2024 દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ, ઓગણજ ચાર રસ્તા પાસે, સરદાર પટેલ રિંગ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના નવ દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે.

આ નવરાત્રી મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરશે, જે લાઇવ ગરબા અને રાસના માધ્યમથી માં દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 પારંપરિક ગરબા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભક્તિની ભાવના સાથે એક યાદગાર મહોત્સવની ખાતરી આપે છે. આ કાર્યક્રમ પરિવારો, મિત્રોને ભેગા કરીને ઉત્સવની ભાવનામાં વધારો કરવા તથા માતા દુર્ગાની ભક્તિનો અવસર પ્રદાન કરશે. દરેક ગરબા રસિકને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે આયોજકોએ સ્વાદિષ્ટ વાનગીઓ માટે માટે એક ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ અને કડક સુરક્ષા સામેલ છે.

આ અંગે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે શક્તિ સાધના રાસ-ગરબાની બીજી સિઝન પ્રસ્તુત કરતાં ઉત્સાહિત છીએ. આ વર્ષે નવરાત્રીની ઉજવણી ગરબા અને દાંડિયા રાસની સુંદર પ્રસ્તુતિ સાથે આપણા સમૃદ્ધ વારસાને પણ રજૂ કરશે. અમે આ વાઇબ્રન્ટ ઉજવણી માટે દરેક વ્યક્તિને આમંત્રિત કરીએ છીએ.

Related posts

GSEB HSC – 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટી બીએ પ્રોગ્રામ્સ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રારંભ કર્યો

amdavadlive_editor

પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે “સબકા સાથ સબકા વિકાસ” પહેલની સફળતાની ઉજવણી કરી

amdavadlive_editor

પૂજ્ય મોરારી બાપૂએ ચિત્રકૂટમાં શતાબ્દી સમારોહમાં રામકિંકરજી મહારાજના વારસાનું સન્માન કર્યું

amdavadlive_editor

Leave a Comment