ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: એક દાયકાથી બાલવીર શોથી પણ વિશેષ બની રહ્યો છે. તે ફક્ત શો નથી, પરંતુ સાહસ, સચ્ચાઈ અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બનીને યુવા દર્શકોની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે. તેની લીજેન્ડરી વાર્તાના હાર્દમાં દેવ જોશી રહ્યો છે, જે 2012થી મુખ્ય પાત્રના રૂપમાં સુપરહીરો તરીકે છવાઈ ગયો છે. બાલવીર-5 સોની લાઈવ પર 5મી એપ્રિલથી શરૂ થઈ રહી છે ત્યારે દેવ જોશી તેની કારકિર્દી અને જીવનને પણ આકાર આપનારા અવિસ્મરણીય પ્રવાસ પર નજર ફેરવી છે.
દેવ જોશીએ તેના પ્રવાસ વિશે જણાવ્યું કે, ‘‘બાલવીર 2012માં અમે શૂટિંગ શરૂ કર્યું ત્યારથી મારા જીવનનો આંતરિક ભાગ બની રહ્યો છે. હવે સીઝન-5 રિલીઝ થવાની હું તૈયારી કરી રહ્યો છું ત્યારે રોમાંચ અને કૃતજ્ઞતાથી મારું મન ઊભરાઈ આવ્યું છે. આ શોએ મને અસંખ્ય વિશેષ અવસરો આપ્યા છે અને આ પ્રતીકાત્મક પાત્ર સાથે મેં વિતાવેલા દરેક દિવસ મને યાદ આવેછે. એક ખાસ અવસર 2019નો છે, જે સમયે કળા અને સંસ્કૃતિમાં મારી સિદ્ધિઓ માટે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. બાલવીરે આ સન્માનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, કારણ કે આ પાત્ર દુનિયાભરના દર્શકો સાથે સુમેળ સાધે છે, હકારાત્મકતા અને સચ્ચાઈ ફેલાવે છે. બાલવીર મારા જીવનના પ્રવાસનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે તે બદલ હું ખરેખર ગદગદ અને આભારી છું.’’
સતત ઉત્ક્રાંતિ પામતી વાર્તારેખા સાથે બાલવીરે કાલ્પનિક વાર્તાકથન, એકશનસભર દ્રશ્યો અને વિઝ્યુઅલ ઈક્ટ સાથે સતત પોતાની સીમાઓને પારકરી છે. હવે સિરીઝ તેની વધુ એક સઘન સીઝન તરફ આગળ વધી રહી છે ત્યારે ચાહકોને વધુ રોમાંચકારી પ્રસંગો જોવા મળશે.
બાલવીર તરીકે દેવ જોશી, કાશ્વી તરીકે અદિતિ સંવાલ અને શક્તિશાળી આજીલ તરીકે અદા ખાન અભિનિત આ સીઝન વધુ રોમાંચક એકશન, ફેન્ટસી અને ભાગ્યના જંગનું વચન આપે છે. શું બાલવીર તેની શક્તિઓ પાછી મેળવી શકશે અને અંધકારનાં બળોને હરાવી શકશે?
જોતા રહો બાલવીર-5, 7મી એપ્રિલથી સ્ટ્રીમ થશે, સોમવારથી શુક્રવારે સાંજે 5 વાગ્યાથી, ખાસ સોની લાઈવ પર!