35.1 C
Gujarat
May 20, 2025
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેલોઇટ ઇન્ડિયાએ પ્રાદેશિક વ્યવસાયોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2024 માટે એન્ટ્રીઓ શરૂ કરી

નવી દિલ્હી 05 નવેમ્બર 2024: ડેલોઈટ ઈન્ડિયાએ એન્ટરપ્રાઈઝ ગ્રોથ એવોર્ડ્સ 2024 (EGA 2024) ની પ્રથમ આવૃત્તિ શરૂ કરી છે, જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં અસાધારણ કુટુંબ-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સૂનિકોર્નના યોગદાનને ઓળખવાની પહેલ છે.આ પ્રાદેશિક એવોર્ડ જે હવે સહભાગિતા માટે ખુલ્યા છે, તે એવી કંપનીઓની ઉજવણી કરશે જે ઉત્કૃષ્ટ નેતૃત્વ, વિઝન અને ગ્રોથને દર્શાવે છે અને તેમના સ્થાનિક સમુદાયોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

એવોર્ડ પ્રક્રિયા નાણાકીય કામગીરી, નવીનતા અને સામાજિક અસર જેવા મુખ્ય માપદંડોના આધારે કંપનીઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરશે. કૌટુંબિક વ્યવસાયોમાં ભાગ લેવા માટેનો એક માપદંડ એ છે કે નોંધપાત્ર પ્રમોટરની માલિકી (26 ટકાથી વધુ)ની સાથે વેચાણ ટર્નઓવર રૂ.1,000 કરોડથી રૂ.5,000 કરોડની વચ્ચે હોય.$500 મિલિયન ડોલરથી $1 બિલિયન ડોલર વચ્ચેના વેલ્યુએશન વાળા સ્ટાર્ટ-અપ્સને પણ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારો તેમની વૃદ્ધિની યાત્રા અને તેમના સમુદાયોમાં યોગદાનનું મૂલ્યાંકન કરવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં દરેક કંપનીના નાણાકીય રેકોર્ડની સમીક્ષા કરશે.

“કૌટુંબિક માલિકીના વ્યવસાયો, વિકસીત થતી કંપનીઓ, યુનિકોર્ન અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી શૂનીકોર્ન આપણા અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે, તેમ છતાં તેઓ ઘણી વખત ઓછી ઓળખાય છે.આ કંપનીઓ પ્રાદેશિક વિકાસ અને રાષ્ટ્રીય પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે રોજગાર સર્જન, ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે. EGA લૉન્ચ કરીને અમે ઉદ્યોગના આ વારંવાર અવગણના કરાયેલા ચેમ્પિયનને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ જે તેમને તેઓના માટે એક અલગ યોગ્ય ઓળખ આપીએ છીએ. તેમની સિદ્ધિઓની ઉજવણી કરીને, અમે સમગ્ર ભારતમાં ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતી કંપનીઓના ગતિશીલ નેટવર્કને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ, સતત પ્રગતિ માટે સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહિત કરીએ છીએ અને ભારતના લાંબા ગાળાના આર્થિક વિકાસને ટેકો આપીએ છીએ.અમે તમામ પાત્ર કંપનીઓને ભાગ લેવા અને આ પહેલને સફળ બનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ તેવો નિર્દેશ ડેલોઇટ પ્રાઇવેટ, ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર અને લીડર કે.આર. શેખરે જણાવ્યું હતું.

“EGAના માધ્યમ દ્વારા, અમારું લક્ષ્ય વ્યવસાયિક સફળતાને પ્રકાશિત કરવા કરતાં વધુ કાંઇક કરવાનું છે. અમે આ કંપનીઓના સમર્પણ, સ્થિતિસ્થાપકતા અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને સ્વીકારવા માંગીએ છીએ. જેમ જેમ કુટુંબ-માલિકીના વ્યવસાયો, યુનિકોર્ન અને સુનિકોર્ન વૃદ્ધિ પામે છે, તેઓ તેની સાથે વિશેષ પડકારોનો સામનો કરે છે, અને તેમના સમુદાયોમાં અર્થપૂર્ણ યોગદાન આપતી વખતે આને દૂર કરવાની તેમની ક્ષમતા તેમના મૂલ્યો અને દ્રષ્ટિ વિશે મોટા પ્રમાણમાં કાંઇ અલગ પાડે છે.આ પહેલ તેમના પ્રદર્શન તેમજ તેમની મક્કમતાને ઓળખવા વિશે છે. મને આશા છે કે આ એવોર્ડ કંપનીઓને તેમની સફર શેર કરવા પ્રોત્સાહિત કરશે,આ ઉપરાંત અન્યને પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે અને આખરે ટકાઉ અને સમાવિષ્ટ આર્થિક પ્રગતિના વ્યાપક ધ્યેયમાં યોગદાન આપશે,” તેમ ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર ધીરજ ભંડારીએ જણાવ્યું હતું. 

એવોર્ડ વ્યવસાયોને દરેક પ્રાદેશિક એવોર્ડની સાંજે સાથીદારો સાથે નેટવર્ક અને ઇન્ડસ્ટ્રીઝના લીડર્સ સાથે જોડાવા માટે પરવાનગી આપશે. એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડના વિજેતાઓ ડેલોઇટના બેસ્ટ મેનેજ્ડ કંપનીઝ પ્રોગ્રામમાં પણ ભાગ લઈ શકશે, જે વૈશ્વિક સ્તરે માન્ય માર્કી એવોર્ડ પ્રોગ્રામ છે.

Related posts

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઇપીઓ સોમવાર, 25 નવેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 320-335

amdavadlive_editor

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains 2025 (સેશન2) માં 99 ટકા અને તેથી વધુ સ્કોર કર્યો; AIR 675, 775, 900, 950, 990, 1023, 1065, 1150 રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ ‘આકાશિયન’

amdavadlive_editor

બજાજ બ્રોકિંગનો ગુજરાતમાં વિસ્તર્યો વ્યાપાર; જામનગરમાં નવી શાખાનો પ્રારંભ

amdavadlive_editor

Leave a Comment