ગુજરાત, અમદાવાદ ૧૯ એપ્રિલ ૨૦૨૫: ફ્યુચરટેક ઓટોમોટિવ્સ ઈન્ડિયા, જે 1982 થી ઓટોમોટિવ ક્ષેત્રમાં નવીનતા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે, તેણે ભારતીય ઓટોમોટિવ આફ્ટરમાર્કેટ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના હેતુથી તેની નવી મોબાઇલ એપ્લિકેશન કાર્સમેક લોન્ચ કરી.
કાર્સમેક એપ કાર માલિકો દ્વારા સામનો કરવામાં આવતી જૂની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે, જેમાં વધારે ખર્ચ, અપ્રશિક્ષિત ટેકનિશિયન, નકલી ઉત્પાદનો અને બોજારૂપ વોરંટી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. વન-સ્ટોપ ડિજિટલ સોલ્યુશન ઓફર કરીને, આ એપ્લિકેશન યુઝર્સને તેમના ફોન પર થોડા ટેપ સાથે જેન્યુઇન, હાઈક્વોલિટી કાર એસેસરીઝનો ઓર્ડર આપવા, ટ્રેઈન્ડ પ્રોફેશનલ્સ દ્વારા મફત ડોરસ્ટેપ ઇન્સ્ટોલેશન બુક કરવા અને સમગ્ર ભારતમાં સર્વિસ અથવા વોરંટી રિકવેસ્ટ મેનેજ કરવા સક્ષમ બનાવે છે.
લોન્ચિંગ પ્રસંગે બોલતા, ફ્યુચરટેક ઓટોમોટિવ્સ ઇન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ભોજવાણીએ જણાવ્યું હતું કે, “કાર્સમેક માત્ર એક એપ નથી પરંતુ ભારતીય ઓટોમોટિવ આફ્ટરમાર્કેટમાં પારદર્શિતા અને ગુણવત્તા તરફ એક પગલું છે.અમારું લક્ષ્ય દરેક કાર માલિકના અનુભવને સરળ, સ્માર્ટ અને વધુ અનુકૂળ બનાવવાનું છે.અમારું વિઝન કાર સર્વિસિંગ અને એસેસરીઝમાં ડિજિટલ-ફર્સ્ટ અભિગમ સાથે વિશ્વાસને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું છે જે ગ્રાહકને કેન્દ્રમાં રાખે છે અને તેમને સામાન્ય મુશ્કેલી વિના જેન્યુન પ્રોડ્યૂક્ટર્સ અને ટ્રસ્ટેડ સર્વિસ મેળવવામાં મદદ કરે છે, અને તે પણ પરંપરાગત આફ્ટરમાર્કેટ કરતાં નોંધપાત્ર રીતે ઓછા ખર્ચે.”
ઓથોરાઇઝ્ડ મેન્યુફેક્ચરર્સ પાસેથી સીધા જ ઉચ્ચ-ગુણવત્તાવાળા બ્રાન્ડેડ એક્સેસરીઝ પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે, કાર્સમેક પારદર્શિતા, વિશ્વાસ અને સુવિધા સુનિશ્ચિત કરે છે. આ એપ્લિકેશન બહુભાષી ચેટબોટ (અંગ્રેજી અને હિન્દી) દ્વારા સમર્થિત એક સાહજિક ઇન્ટરફેસ ધરાવે છે, જે ગ્રાહકોને કમ્પેટીબલ પાર્ટ્સ ઝડપથી શોધવા, ટ્રેઇન્ડ ટેકનિશિયન બુક કરવા અને વાસ્તવિક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સક્ષમ બનાવે છે. નિયુક્ત પ્રાદેશિક અધિકારીઓનું નેટવર્ક ગ્રાહક સંતોષ અને સ્ટોક ઉપલબ્ધતાને વધુ સમર્થન આપે છે.
શરૂઆતમાં ગુજરાતના આશરે 30 ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં લોન્ચ કરાયેલ, કાર્સમેક ક્વોલિટી પ્રોડક્ટ્સ અને રિલાયેબલ સર્વિસ મેળવવા માંગતા યુવા વ્યાવસાયિકો, કાર ઉત્સાહીઓ, પ્રીમિયમ વાહન માલિકો અને ઓટોમોટિવ ડીલરોને લક્ષ્ય બનાવી રહ્યું છે.વચેટિયાઓને દૂર કરીને અને સ્પર્ધાત્મક ભાવે ગ્રાહકોને સીધા OEM-ગ્રેડ એક્સેસરીઝ પહોંચાડીને, આ એપ્લિકેશન પરંપરાગત સપ્લાય ચેઇનની તુલનામાં ખર્ચ અને પ્રયત્નોને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
2028 સુધીમાં 14 બિલિયન યુએસ ડોલરના અંદાજિત આફ્ટરમાર્કેટ મૂલ્ય સાથે, જે 7.5% ના સીએજીઆર થી વધી રહ્યું છે, ભારતનું ઓટોમોટિવ સર્વિસ ઇકોસિસ્ટમ એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. કાર્સમેક એ ફ્યુચરટેક ઓટોમોટિવનું આ સંભાવનાને કબજે કરવાની દિશામાં એક સાહસિક પગલું છે, સાથે સાથે ગ્રાહક વિશ્વાસ, સેવા કાર્યક્ષમતા અને ટેકનોલોજીકલ એકીકરણમાં નવા માપદંડો પણ સ્થાપિત કરે છે.
કાર્સમેક આગામી તબક્કામાં પડોશી રાજ્યોમાં કામગીરી વિસ્તારવાની અને ત્રણ વર્ષમાં રાષ્ટ્રવ્યાપી કવરેજ પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. વધુ યોજનાઓમાં સબ્સ્ક્રિપ્શન-આધારિત સેવાઓ, એક્સિડેન્ટ ક્લેઇમ્સ માટે વીમા કંપનીઓ સાથે ભાગીદારી અને હાઇબ્રિડ વાહનો માટે માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે.