April 2, 2025
Amdavad Live
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

ગુજરાત, અમદાવાદ ૨૨ માર્ચ ૨૦૨૫: ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે આર્ષ અધ્યયન કેન્દ્ર તેમજ શિવાનંદ આશ્રમના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બ્રહ્માકુમારી ગાંધીનગરના કૈલાશ દીદી, આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિનભાઈ પરીખ, આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના શંકરભાઈ પટેલ,પ્રવીણભાઈ કોટકચેરમેનઓફઇસ્કોનત્યાં ઉપસ્થિતિરહ્યાં હતા. ભારત રક્ષા મંચના સંયોજક શ્રી સૂર્યકાંત કેલકરની ઉપસ્થિતિમાં થયું હતું.

ભારત રક્ષા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇલેવાન ઠાકરના જણાવ્યા અનુસાર, ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’માં બાંગ્લાદેશી ધૂસણખોરી જે ભારત માટે ખૂબ મોટું સંકટ છે એ વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિષયને લગતા વિવિધ પ્રસ્તાવો પણ પ્રારિત કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશી ધૂસણખોરીને કારણે આજે ભારતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે, દુષ્કર્મના કિસ્સાઓ પણ વધતા જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત દિન દહાડે અપરણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશી ધૂસણખોરીને કારણે આ બધી ગુનાખોરી પ્રમાણ ખુબ વધી રહ્યું છે અને સુરક્ષા અને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ભારત રક્ષા મંચ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરી એક રાષ્ટ્રીય મહા સંકટ” આ વિષય પર ભોપાલ ખાતે તારીખ ૨૭ જુન ૨૦૧૦ના રોજ એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં થયેલ ચર્ચામાં વિષયની ગંભીરતાને સમજીને સરકાર પાસે આ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવા સારુ એક સંગઠનની રચના કરવામાં આવી અને નામ રાખવામાં આવ્યું ભારત રક્ષા મંચ. ત્યારબાદ ૨૫ ડીસેમ્બર ૨૦૧૦માં વિદિશા ખાતે રાષ્ટ્રીય પ્રશિક્ષણ (તાલીમ) વર્ગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગઠનના ઉદેશ્યો અને કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યાં હતા.જેમાં પરિસંવાદો, ભાષણો, સીડી શો, પ્રદર્શનો, પ્રવાસો, ધરણાઓ, મેમેરોન્ડમ, પેમ્ફલેટ વિતરણ, પ્રેસ કોન્ફરન્સ વગેરે દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરી ની ગંભીરતા અને તેના ભય વિશેની જાણકારી છેલ્લા ૧૨ વર્ષથી આ સંગઠન દેશની જનતાને આપી રહી છે.

આ ગંભીર સમસ્યાના સમાધાનમાં મુખ્ય ભુમિકા કેન્દ્ર સરકારની હોવાને કારણે ભારત રક્ષા મંચ કેન્દ્ર સરકારના મંત્રીઓની પાછળ લાગી રહ્યું છે. અને ચાર દબાણ જુથ ૧. રાજનૈતિક દબાણ જુથ (પોલિટીકલી પ્રેશર ગ્રુપ), ૨. કાનૂનિ દબાણ જુથ (લીગલ પ્રેશર ગ્રુપ), ૩. મીડિયા દબાળ જુથ (મીડિયા પ્રેશર ગ્રુપ), ૪. જાહેર દબાણ જુથ (પબ્લીક પ્રેશર ગ્રુપ) દ્વારા સરકાર પર આ સમસ્યાનું સમાધાન લાવવા સારૂ દબાળ કરી રહ્યું છે. ભારત રક્ષા મંચના સતત દબાણ અને પ્રયત્નો થી ઘૂસણખોરીના થોડા તબક્કાઓના સમાધન લાવવામાં પણ ભારત રક્ષા મંચ સફળ રહ્યું છે.

આ ૧૨ વર્ષના પોતાના કાર્યકાળ દરમ્યાન ભારત રક્ષા મંચે પુરા દેશમાં બેઠકો, કાર્યકર્તા સમ્મેલનો, કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ, સદસ્યતા અભિયાન, મહાપુરુષોની જયંતિઓની ઉજવણી, કાર્યકર્તા સ્નેહ સમ્મેલનો, સદસ્યતા પ્રવાસ વગેરે દ્વારા દેશના દરેક રાજ્યોમાં પોતાના સંગઠનનો વિસ્તાર કર્યો છે. એટલું જ નહીં, દરેક દેશ ભક્ત નાગરિકોને ભારત રક્ષા મંચના આ કાર્યમાં તન, મન અને ધન થી સહયોગ મળી રહે તેવી ભારત રક્ષા મંચ અપેક્ષા રાખે છે.

Related posts

આ લગ્નસરામાં ઝિપ્પો સાથે આધુનિક મિનિમાલીઝમ અનુભવો

amdavadlive_editor

શાઓમી ઇન્ડિયા સાઇન લેંગ્વેજ સપોર્ટ સાથે તેના ગ્રાહક સુલભતા વિકલ્પોને વિસ્તૃત કરે છે

amdavadlive_editor

ક્રિકેટ પ્રેમીઓ માટે મફત પાસ! સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન ૧૧ સુરતમાં રોમાંચ ફેલાવવા માટે તૈયાર

amdavadlive_editor

Leave a Comment