સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની અંતિમ તક
ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) 12 એપ્રિલ, 2025 ના રોજ સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) 2025 અને SITEEE (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવા જઇ રહી છે. SET અને SITEEE બંને યોગ્યતા-આધારિત, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) છે, જે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં BBA, BCA, BA, BSc અને B.Tech સહિત પૂર્ણ-સમયના UG પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે આયોજીત કરવામાં આવે છે. ઉમેદવારો બે ટેસ્ટ અટેમ્પટ પસંદ કરી શકે છે, જેમાં ઉચ્ચ સ્કોરને પર્સેન્ટાઇલ ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલાં સત્તાવાર પોર્ટલ www.set-test.org ના માધ્યમથી તેમની અરજીઓ પૂરી કરવાની રહેશે.
સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) પુણે, નોઈડા, નાગપુર, બેંગલુરુ અને હૈદરાબાદમાં આવેલા કેમ્પસ સાથે મેનેજમેન્ટ, માસ કોમ્યુનિકેશન, અર્થશાસ્ત્ર, એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ અને ડેટા સાયન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સ્પોર્ટ એન્ડ એક્સરસાઇઝ સાયન્સ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ અને લિબરલ આર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં 11 પ્રખ્યાત અંડરગ્રેજ્યુએટ સંસ્થાઓમાં પ્રવેશનો માર્ગ મોકળો કરે છે.
દરમિયાન, SITEEE 3 સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, કમ્પ્યુટર સાયન્સ, રોબોટિક્સ અને ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, તેમજ સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા રોમાંચક ભવિષ્ય-કેન્દ્રિત ક્ષેત્રોમાં વિશિષ્ટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ પ્રદાન કરે છે. સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કેમ્પસ પુણે, નાગપુર અને હૈદરાબાદમાં છે.
સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) ઉમેદવારોનું મૂલ્યાંકન સામાન્ય અંગ્રેજી, જથ્થાત્મક યોગ્યતા, સામાન્ય જાગૃતિ અને વિશ્લેષણાત્મક અને તાર્કિક તર્ક પર કરે છે, જે નિષ્પક્ષ અને સર્વાંગી મૂલ્યાંકન પ્રદાન કરે છે. એન્જિનિયરિંગના ઇચ્છુક ઉમેદવારો માટે ડિઝાઇન કરેલ, સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (SITEEE) ભૌતિકશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને ગણિતમાં મુખ્ય દક્ષતાઓનું મૂલ્યાંકન કરે છે. બંને પરીક્ષામાં ત્રણથી ચાર વિભાગોમાં ફેલાયેલા 60 ઓબ્જેક્ટિવ પ્રશ્ન હોય છે, જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, જે વિદ્યાર્થીઓને બધા પ્રશ્નોના આત્મવિશ્વાસથી જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વિચારપૂર્વક રચાયેલ પરીક્ષા ઉમેદવારોને વ્યાપક અને તણાવમુક્ત મૂલ્યાંકન અનુભવ પ્રદાન કરે છે, જે સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) (SIU) ખાતે પ્રતિષ્ઠિત અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે માર્ગ મોકળો કરે છે. ઉમેદવારો 5 મે, 2025 અને 11 મે, 2025 ના રોજ પ્રવેશ પરીક્ષાઓ માટે હાજર રહી શકે છે, અને પરિણામો 22 મે, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે.
પાત્રતા માપદંડ:
SET 2025 માટે અરજદારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 (10+2) અથવા સમકક્ષ પરીક્ષા ઓછામાં ઓછા 50% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટે 45%) સાથે ઉતીર્ણ કરેલી હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓ રિસર્ચ સાથે ઓનર્સનો વિકલ્પ પસંદ કરવા માંગતા હોય તેમણે સેમેસ્ટર-6 ના અંતે 7.5 CGPA અને તેથી વધુ મેળવવું આવશ્યક છે. મલ્ટીપલ પ્રવેશ માટે પાત્રતા માપદંડ FYUG કાર્યક્રમો માટે યુનિવર્સિટીના લેટરલ એન્ટ્રી નિયમો મુજબ હશે.
SITEEE 2025 માટે ઉમેદવારોએ 10+2 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જેમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત ફરજિયાત વિષયો તરીકે હશે, સાથા સાથ નીચેનામાંથી કોઈપણ એક વિષયમાં પાસ થવું જરૂરી: કેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોલોજી, ઇન્ફોર્મેટિક પ્રેક્ટિસ, બાયોટેકનોલોજી, ટેકનિકલ વોકેશનલ વિષય, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, બિઝનેસ સ્ટડીઝ અથવા એન્ટરપ્રિન્યોરશિપ. ઓછામાં ઓછા 45% માર્કસ જરૂરી છે (SC/ST ઉમેદવારો માટે 40%). વૈકલ્પિક રીતે જે ઉમેદવારોએ સમાન અથવા સંલગ્ન ક્ષેત્રમાં D.Voc. પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે તેઓ પણ પાત્ર છે. યુનિવર્સિટી ગણિત, ભૌતિકશાસ્ત્ર, એન્જિનિયરિંગ ડ્રોઇંગ વગેરે જેવા વિષયોમાં બ્રિજ કોર્સ પણ ઓફર કરશે, જે વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને મજબૂત પાયો બનાવવામાં અને ઇચ્છિત શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા:
સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) 2025 અને SITEEE (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) 2025 માટે નોંધણી કરાવવા અરજદારોએ 12 એપ્રિલ, 2025 સુધીમાં www.set-test.org દ્વારા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. પ્રતિ ટેસ્ટ 2250 રૂપિયા અને પ્રતિ પ્રોગ્રામ 1000 રૂપિયાની બિન-રિફંડપાત્ર ફી લાગુ પડે છે. ચુકવણી ઓનલાઈન અથવા “Symbiosis Test Secretariat” ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે.
SET 2025 અને SITEEE 2025 માટે ટેસ્ટ 01 માટે એડમિટ કાર્ડ 25 એપ્રિલ, 2025 થી અને ટેસ્ટ 02 માટે એડમિટ કાર્ડ 30 એપ્રિલ, 2025થી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. વધુ વિગતો માટે અરજદારો નોંધણી લિંકની મુલાકાત લઈ શકે છે registration link.
વધુ માહિતી માટે મુલાકાત લો – https://www.set-test.org/