21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન પ્રાઈમ ડે 2024 બની ભારતમાંની અત્યારસુધીની સૌથી મોટી પ્રાઈમ ડે ઈવેન્ટ

ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: એમેઝોન ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે પ્રાઈમ ડે 2024 એ સૌથી મોટી પ્રાઈમ ડે શોપિંગ ઈવેન્ટ રહી છે, જેના બે-દિવસના ગાળામાં અગાઉના કોઈ પણ પ્રાઈમ ડે ઈવેન્ટની તુલનામાં રેકોર્ડ વેચાણ સાથે સૌથી વધુ ચીજો વેચાઈ હતી. આ 8મા પ્રાઈમ ડે પર માત્ર કોઈ પણ પ્રાઈમ ડે દરમિયાન શોપિંગ કરનારા સર્વાધિક સંખ્યામાં પ્રાઈમ મેમ્બર્સ જ જોવા નહોતા મળ્યા, પરંતુ પ્રાઈમ ડે 2023ની સામે આ ઈવેન્ટમાં 24% વધુ પ્રાઈમ મેમ્બર્સે શોપિંગ કર્યું હતું, જેના પગલે આ ઈવેન્ટ દરમિયાન સર્વાધિક પ્રાઈમ મેમ્બર એન્ગેજમેન્ટ જોવા મળ્યું હતું. પ્રાઈમ ડે 2024 દરમિયાન પ્રાઈમ ડે પહેલાના અઢી સપ્તાહમાં સર્વાધિક સંખ્યામાં પ્રાઈમ મેમ્બર્સ સાઈનઅપ્સ પણ જોવા મળ્યું હતું.

ભારત અને ઉભરતા બજારોમાં, ડિલિવરી એન્ડ રિટર્ન એક્સપિરિયન્સીસના હેડ ઓફ એમેઝોન પ્રાઈમ શ્રી અક્ષય સોનીએ જણાવ્યું હતું કે, “ભારતમાં સૌથી મોટો પ્રાઈમ ડેનો અવસર ઊભો કરવામાં અમને મદદરૂપ થવા બદલ અમે અમારા તમામ વિક્રેતાઓ, બ્રાન્ડ્સ અને બેંક પાર્ટનર્સનો આભાર માનીએ છીએ. પ્રાઈમ મેમ્બર્સે આ વખતે અગાઉના કોઈ પણ પ્રાઈમ ડે શોપિંગ ઈવેન્ટ દરમિયાન કરેલી ખરીદી કરતા ઊંચો આંક નોંધાવ્યો હતો અને અમે સેમ ડે ડિલિવરીનો સર્વોચ્ચ આંક પણ નોંધાવ્યો હતો. અમે અમારા ગ્રાહકોને વધુ બચત કરવામાં મદદરૂપ થવા માગીએ છીએ, અને પ્રાઈમ ડે એ મૂલ્ય, ઝડપી ડિલિવરી, ગ્રેટ ડીલ્સ, નવા લોન્ચિસ અને બ્લોકબસ્ટર એન્ટરટેઈન્મેન્ટની સર્વોત્તમ ઉજવણી છે જે પ્રાઈમ મેમ્બરશીપ પૂરા પાડે છે.”

પ્રાઈમ મેમ્બર્સે ઈન્ટેલ, સેમસંગ, વનપ્લસ, ઓનર, iQOO, બજાજ, એગારો, ઈકોવાસ, ક્રોમ્પટન, સોની, મોકોબારા, આઈટીસી, ફોસિલ, પુમા, મોટોરોલા અને બોટ જેવી કેટલીક 450+ ટોચની ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા લોંચ કરાયેલી હજારો નવી પ્રોડક્ટ્સ ઉપરાંત બેહોમા, ડ્રીમ ઓફ ગ્લોરી, ઓરિકા સ્પાઈસીસ અને બીજી ઘણી ભારતીય મધ્યમ અને નાના વેપારીઓ તરફથી લોંચ કરાયેલી 3,200+ નવી પ્રોડક્ટ્સમાંથી શોપિંગ કર્યું હતું. ભારતના પ્રાઈમ મેમ્બર્સે શૂઝ, કપડાં, સ્માર્ટ ફોન, ટોપ લોડ વોશિંગ મશીન્સ, પેટ ફૂડ્સ, અનાજ-કરિયાણા વગેરે જેવી અલગ-અલગ કેટેગરીની પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. રસપ્રદ છે કે, શોપિંગ કરનારા દર 3માંથી 2 પ્રાઈમ મેમ્બર્સ નોન-મેટ્રો શહેરના હતા.

આ પ્રાઈમ ડે પર તમામ કેટેગરીઓમાં રસપ્રદ કસ્ટમર ટ્રેન્ડ્સ તથા વપરાશની પેટર્ન ઉદભવી હતી. સ્માર્ટફોનની 70%થી વધુ માગ ટિયર 2 અને 3 શહેરોમાંથી આવી હતી, જ્યારે એપલ આઈપેડ્સે વેચાણમાં 23x વૃદ્ધિ હાંસલ કરી હતી અને અગાઉના પ્રાઈમ ડેની તુલનામાં સેમસંગ ગેલેક્સી ટેબ્સના વેચાણમાં 17xનો ઉછાળો જોવા મળ્યો હતો. હોમ એન્ટરટેઈન્મેન્ટમાં ગત પ્રાઈમ ડે સામે વેચાણમાં 26% વૃદ્ધિ હાંસલ થઈ હતી કારણ કે મેમ્બર્સે સોની, સેમસંગ, ઝાઓમી, ટીસીએલ અને એલજી જેવી બ્રાન્ડ્સમાંથી શોપિંગનો આનંદ માણ્યો હતો. એમેઝોન ફ્રેશમાં, મુસલી, ઈંડા, સીડ્સ અને સૂકામેવા ભારતમાં બ્રેકફાસ્ટ માટેની ટોચની પસંદગી તરીકે ઊભરી આવ્યા હતા જેમાં ગત પ્રાઈમ ડેની તુલનામાં વાર્ષિક ધોરણે 1.6x વૃદ્ધિ હાંસલ થઈ હતી. ગ્રાહકો પ્રાઈમ ડે ડીલ્સ પર બ્યૂટી ઓફર્સથી સંતુષ્ઠ થતા જ નહોતા, કારણ કે વાર્ષિક ધોરણે મેકઅપ અને સ્કીનકેર બ્રાન્ડ્સમાં 3X વૃદ્ધિ નોંધાઈ હતી, જેની આગેવાની સુગર કોસ્મેટિક્સ, લેકમે અને મેબીલાઈન જેવી બ્રાન્ડ્સે લીધી હતી. D2C બ્રાન્ડ્સમાંથી આકર્ષક રંગો, મલ્ટિ-ફંક્શનલ ટ્રાવેલ બેક્સના વેચાણમાં 10X વૃદ્ધિ નોંધાઈ હતી જે ધસારો મોકોબારા, નેશર માઈલ્સ, સફારી અને અમેરિકન ટૂરિસ્ટરમાં જોવા મળ્યો હતો. જ્યારે લેપટોપ, હેડફોન, સ્પીકર્સ અને કમ્પ્યૂટર એસેસરીઝના વેચાણમાં પ્રાઈમ ડે 2023 કરતા 20% વૃદ્ધિ જોવા મળી હતી. સ્માર્ટફોનમાં નવા લોન્ચિસને ગ્રાહકોએ ખૂબ પસંદ કર્યા હતા જેમાં iQOO Z9 લાઈટ 5G, સેમસંગ ગેલેક્સી M35 5G અને વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5G ટોપ સેલિંગ નવા લોન્ચિસ બન્યા હતા.

પ્રાઈમ ડે 2024માં ભારતના નાના અને મધ્યમ વિક્રેતાઓને (SMBs) તો જાણે લોટરી જ લાગી હતી. SMBsના સભ્યોએ પ્રાઈમ ડે 2024 દરમિયાન કરેલા વેચાણનો આંક તમામ આવૃત્તિઓમાં ઓલ-ટાઈમ હાઈ હતો, જેમાં ગત વર્ષની તુલનામાં 30%થી વધુ ઉછાળો નોંધાયો હતો. પ્રાઈમ ડે 2024 દરમિયાન વેચાણ પ્રાપ્ત કરનારા 65%થી વધુ SMBs ટિયર 2-3 શહેરોમાંથી હતા. મહિલા આંત્રપ્રેન્યોર્સ, વણકરો અને કલાકારો સહિતના નાના અને મધ્યમ વિક્રેતાઓએ ઈવેન્ટ

્રાઈમ પર દરરોજ બન્યો સુંદર

એમેઝોન પ્રાઈમની ડિઝાઈન તમારા દરેક દિવસને સુંદર બનાવવા કરાઈ છે જેમાં શ્રેષ્ઠ શોપિંગ, બચત અને મનોરંજનનો એક જ મેમ્બરશીપ પર અહેસાસ પૂરો પડાય છે. ભારતમાં મેમ્બર્સને Amazon.in પર મફત અનલિમિટેડ સેમ ડે ડિલિવરી 10 લાખ પ્રોડક્ટ્સ પર મળે છે, નેક્સ્ટ ડે ડિલિવરીનો લાભ 40 લાખ પ્રોડક્ટ્સ પર મળે છે, અને સાથે એક્સક્લુઝિવ ડીલ્સ સુધી પહોંચ, શોપિંગ ઈવેન્ટ્સ પર વહેલી પહોંચ, પ્રાઈમ ડે પર એક્સક્લુઝિવ પહોંચ, એવોર્ડ વિજેતા ફિલ્મો અને ટીવી શો સુધી પ્રાઈમ વીડિયો દ્વારા અનલિમિટેડ પહોંચ, 20+ ભાષામાં લાખો ગીતો સુધી અનલિમિટેડ એડ-ફ્રી પહોંચ, એમેઝોન મ્યુઝિક સાથે 15+ મિલિયન પોડકાસ્ટ એપિસોડ સુધી પહોંચ, મફત રોટેટિંગ સિલેક્શન 3,000 પુસ્તકો, મેગેઝિન અને કોમિક્સમાંથી પ્રાઈમ રીડિંગ સાથે, પ્રાઈમ ગેમિંગ પર માસિક ફ્રી ઈન-ગેમ લાભો સુધી પહોંચ મળે છે. પ્રાઈમ મેમ્બર્સ અનલિમિટેડ 5% કેશબેક પણ મેળવી શકે છે Amazon.in પરથી એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા કરેલી તમામ ખરીદી પર. પ્રાઈમ વિષે વધુ જાણવા www.amazon.in/prime  પર જાવ.

Related posts

ટાટા મોટર્સની ઓટોમોટિવ સ્કિલ લેબ્સ પહેલ ભાવિ તૈયાર વાહન કુશળતાઓ સાથે વાર્ષિક 4000થી વધુ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે

amdavadlive_editor

ગોભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર

amdavadlive_editor

અમેરિકન પેકન્સે મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં એક્સક્લુઝિવ ફેસ્ટિવ મેનૂ “ધ ઈન્ડલજન્ટ”અમેરિકન પેકન્સ ફેસ્ટિવલ માટે હયાત ગ્રુપ સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

Leave a Comment