21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

Amazon.inએ સમગ્ર ભારતમાં K-12 પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે NCERT સાથે ભાગીદારી કરી

ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે સરળ અને સસ્તી સુલભતા સુનિશ્ચિત કરવા માટે Amazon.in પર શરૂ કરાયેલા NCERT બુકસ્ટોર પર પાઠયપુસ્તકોની વિશાળ રેન્જ ઉપલબ્ધ થશે

બેંગલુરુ 07 ઑક્ટોબર 2024: એમેઝોન ઇન્ડિયાએ આજે ​​Amazon.in પર કિન્ડરગાર્ટનથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ UPSCના ઉમેદવારો માટે પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતાનું વિસ્તરણ કરવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીને લેટર ઓફ એન્ગેજમેન્ટ (LoE) દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવ્યું છે જે ભારતમાં સેવા પહોંચાડી શકાય તેવા તમામ પિન કોડ વિસ્તારમાં મહત્તમ છૂટક વેચારણ કિંમતે (MRP) NCERT પુસ્તકો ઉપલબ્ધ થવાની ગેરંટી આપે છે તેમજ સાથે સાથે વિદ્યાર્થીઓને વાસ્તવિક શિક્ષણ સામગ્રી અને સંસાધનો સુલભ કરાવવાનું પણ સુનિશ્ચિત કરે છે.

એમેઝોન અને NCERT વચ્ચેના આ સહયોગ દ્વારા ભારતમાં સેવા પહોંચાડી શકાય તેવા તમામ પિન કોડ વિસ્તારમાં વર્તમાન અને સચોટ પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતા અને ગ્રાહકોના દ્વાર સુધી ડિલિવરીની સુવિધા સુનિશ્ચિત કરીને વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, “મજબૂત અને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને ઇઝ ઓફ લિવિંગ જરૂરી છે. NCERT અને એમેઝોન ઇન્ડિયા વચ્ચેનો આ સહયોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે અસલ, સસ્તા સંસાધનો ઉપલબ્ધ હોય કે જે તેમને તેમની શૈક્ષણિક યાત્રામાં મદદ કરવાની સાથે સાથે એકંદરે તેમના માટે ઇઝ ઓફ લિવિંગ થઈ શકે તે દિશામાં લેવામાં આવેલું એક પગલું છે. Amazon.in પર NCERT પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવીને અમે સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓને કોઈપણ અવરોધ વિના અને વધુ સુવિધાજનક રીતે તેમનું શિક્ષણ આગળ ધપાવવા સક્ષમ બનાવી રહ્યા છીએ.”

એમેઝોન ઇન્ડિયાના કેટેગરીઝના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશના લાખો ભારતીયોને દરરોજ આવશ્યક ઉત્પાદનો સરળતાથી સુલભ બનાવવા બદલ લાખો ભારતીયોએ એમેઝોન પર ભરોસો મૂક્યો છે અને અમે માનીએ છીએ કે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પણ તેમાંથી અપવાદ ન હોવું જોઈએ. અસલ NCERT પાઠ્યપુસ્તકો વાજબી ભાવે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરીને, એમેઝોન વધુ પારદર્શક તેમજ ભરોસાપાત્ર શૈક્ષણિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં પોતાની ભૂમિકા નિભાવે છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને જરૂરી સંસાધનો સરળતાથી સુલભ થશે, તેમની અભ્યાસની સફરમાં સહેજ પણ બાંધછોડ કર્યા વગર તેમને સમર્થન મળશે.”

Amazon.in પોતાના વ્યક્તિગત ગ્રાહકોને સેવા પૂરી પાડવા ઉપરાંત, સરકારી એજન્સીઓ અને શાળાઓ માટે જથ્થાબંધ ઓર્ડર આપવાનું સરળ બનાવવા માટે પણ NCERT સાથે કામ કરશે, જેનાથી સંસ્થાઓ સરળતાથી મોટા જથ્થામાં પાઠ્યપુસ્તકો મેળવી શકશે. આને કાર્યમાં સમર્થન આપવા માટે, NCERT દ્વારા વિતરણ વિક્રેતાઓ નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ Amazon.in પર વિક્રેતાઓ સાથે સમયસર અને કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

આ પહેલને વધુ સમર્થન આપવા માટે, Amazon.in પર એક સમર્પિત NCERT બુકસ્ટોરની શરૂઆત કરવામાં આવી છે, જ્યાંથી ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વગર સરળતાથી એક જ સુલભ સ્થળેથી પાઠ્યપુસ્તકોની સંપૂર્ણ રેન્જ મેળવી શકશે. એમેઝોન ઇન્ડિયા અને NCERT વચ્ચેની આ ભાગીદારીનો મૂળ ઉદ્દેશ્ય વધુ પારદર્શક અને ભરોસાપાત્ર શૈક્ષણિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સંસાધનો સુલભ થાય તેની ખાતરી કરવા માટે એમેઝોન અને NCERT સાથે મળીને કામ કરી રહ્યા છે.

અસ્વીકરણ: Amazon.in પર પ્રદર્શિત ડીલ્સ, ઓફરો અને ડિસ્કાઉન્ટ સંબંધિત વિક્રેતાઓ અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. Amazon.in એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દ વિક્રેતા દ્વારા ઓફર કરવામાં આવતા સિલેક્શનવાળા સ્ટોરફ્રન્ટનો સંદર્ભ આપે છે.

અમારા નિયમો અને શરતો અહીં વાંચો

Related posts

તૈયાર થઈ જાવ આ ઉત્સવોની સિઝન માટે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024ની સાથે જે શરૂ થાય છે 27 સપ્ટેમ્બરથી

amdavadlive_editor

મેગી અનોખાં ખાદ્ય ચમચી-કાંટા સાથે પરિવર્તન પ્રેરિત કરે છે

amdavadlive_editor

એનર્જીના નવો યુગનો હવે પ્રારંભ થયો છે: શ્રીપદ વાય. નાઈક

amdavadlive_editor

Leave a Comment