રાષ્ટ્રીય 25 નવેમ્બર 2024: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન આકાસા એર ઊડ્ડયન ક્ષેત્રની સૌ પ્રથમ ગણી શકાય તેવી વિશિષ્ટ ઓફર્સ થકી હવાઇ મુસાફરીને નવું જ સ્વરૂપ આપી રહી છે. પોતાની સેવાઓ પૂરી પાડતી વખતે હંમેશા મુસાફરોને કેન્દ્રમાં રાખતી આ ઓફર્સ આરામદાયક મુસાફરી, સુગમતા અને ગ્રાહક સંતુષ્ટતાના નવા માપદંડો પ્રસ્થાપિત કરે છે. વર્તમાન સમયનો પ્રવાસ કેવો હોવો જોઇએ તેની એક તદ્દન નવીન કલ્પના સાથે આકાસા એર ઇન-ફ્લાઇટ ડાઇનિંગથી લઇને પેટ-ફ્રેન્ડલી ટ્રાવેલ સુધી સેવાઓની વિવિધ પહેલ હાથ ધરી છે, જે તમામ સમાવેશિતા અને ઉત્કૃષ્ટ સેવાની કટિબદ્ધતાથી પ્રેરિત છે.
આકાસા એરની સમજદાર અને યુથ પર્સનાલિટી, કર્મચારીને અનુકૂળ કાર્યસંસ્કૃતિ, ગ્રાહક-સેવાની ભાવના અને ટેક્નોલોજી આધારિત અભિગમે તેને લાખો ગ્રાહકોની સૌથી પસંદગીની એરલાઇન કંપની બનાવી છે. પોતાની શરૂઆતથી જ આકાસા એર ઉડ્ડયન ક્ષેત્રની પ્રથમ ગણી શકાય તેવી અને ગ્રાહકલક્ષી બહુવિધ ઓફર્સ સાથે ભારતમાં હવાઇયાત્રાના અનુભવને નવી દિશા બતાવી રહી છે.
આકાસા એરના કો–ફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ તથા એક્સપિરિયન્સ ઓફિસર બેલ્સન કાઉન્ટિન્હોએ જણાવ્યું હતું કે, “આકાસા એર ખાતે, સેવાની ઉત્કૃષ્ટતા અમારી સેવા સંસ્કૃતિનો મુખ્ય આધારસ્તંભ અને અમારા DNAનો ભાગ છે. બે વર્ષ પહેલા અમે એક વિશ્વાસપૂર્ણ અનુભવ ઉપલબ્ધ કરાવવાના વચન સાથે અમારી સેવાઓની શરૂઆત કરી હતી અને અમને આનંદ થાય છે કે ટીમ આકાસાએ અમારા સહાનુભૂતિપૂર્ણ અને કાર્યક્ષમ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ થકી અમારા વચનને પાલન કર્યું છે. આકાસા એર ખાતે અમે જે કોઇપણ કામગીરી કરીએ છે તેના કેન્દ્રબિંદુમાં હંમેશા અમારા ગ્રાહકો રહેલા છે અને આકાસા ખાતે કસ્ટમર એક્સપિરિયન્સના મજબૂત પાયાનું નિર્માણ કરવા માટે અમે ગ્રાહકોના પ્રતિભાવનો ઉપયોગ કરવાનું સતત ચાલુ રાખીશું. અમે હવે ઇન્ટરનેશનલ એરલાઇન છીએ અને વિશ્વ સમક્ષ આકાસાનો અનુભવ અને ભારતીય આતિથ્ય રજૂ કરીને અમે ગર્વ અનુભવીએ છીએ.”
વૈવિધ્યસભર અને નવીન ઇન–ફ્લાઇટ અનુભવ
દરેક એરપ્લેન બોઇંગ સ્કાય ઇન્ટિરિયરની વિશેષતા ધરાવે છે, જે મોર્ડન સાઇડવૉલ્સ, વિન્ડો રિવીલ્સ અને LED લાઇટિંગ ધરાવે છે જે ગ્રાહકોના કેબિન એક્સપિરિયન્સમાં વૃદ્ધિ કરે છે. કેબિનમાં મુસાફરોના આરામદાયક સફર સોફ્ટ ક્યુશન ધરાવતી સિટ્સ અને સ્પેસિયસ લેગરૂમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને નવીન સિટ ડિઝાઇનની મદદથી શક્ય બનાવવામાં આવ્યો છે. તેના મોટાભાગના એરક્રાફ્ટ ફ્લાઇટ દરમિયાન ડિવાઇસ ચાર્જ કરવા માટે USB પોર્ટ્સથી સજ્જ છે. વધુમાં, સ્પેસિયસ ઓવરહેડ સ્પેસ બિન્સ તે સુનિશ્ચિત કરે છે કે 7 કિ.ગ્રા. સુધીના કેબિન બેગેજને સુવિધાજનક અને સુરક્ષિત રીતે મુસાફરી દરમિયાન સાથે રાખી શકાય છે. કેબિનનું તાજગીપૂર્ણ વાતાવરણ આરામદાયક મુસાફરીની ખાતરી આપે છે અને સ્પેસિયસનેસ મુસાફરોની હવાઇયાત્રાનો અનુભવ સગવડપૂર્ણ બનાવે છે.
આકાસા એરે એરક્રાફ્ટ બોર્ડિંગ અને ડિપ્લેનિંગ દરમિયાન વિશિષ્ટ મ્યુઝિકલ એક્સપિરિયન્સ ઉપલબ્ધ કરાવવા માટે ‘સ્કાયબીટ્સ બાય આકાસા’ રજૂ કર્યું છે. સ્થાનિક ભારતીય સંગીતકારો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સંગીત – સવાર, બપોર અને સાંજ – એમ દિવસના જુદા-જુદા ત્રણ સમય દરમિયાન સંગીતકારો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલું મધૂર સંગીત રજૂ કરે છે – જે ભારતના પરંપરાગત સંગીતનું મિશ્રણ છે. આકાસા એર બોઇંગ સ્કાય ઇન્ટિરિયરના લાઇટિંગ ફિચર્સનો નવીન રીતે ઉપયોગ કરીને ગ્રાહકોનો અનુભવ વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ‘સ્કાયલાઇટ્સ બાય આકાસા’ પણ રજૂ કરે છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવીને આકાસા એર તેના ગ્રાહકો માટે આરામદાયક અને શાંતિપૂર્ણ વાતાવરણનું સર્જન કરવાનો હેતુ ધરાવે છે. વધુમાં, આકાસા એર તેની ‘સ્કાયસ્કોર બાય આકાસા’ તરીકે ઓળખાતી પહેલ મારફતે તેની ફ્લાઇટ્સમાં મુસાફરી કરતી વખતે સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી મહત્ત્વની મેચોના મેચ સ્કોર અંગે અપડેટ્સ પણ પૂરી પાડે છે.
કેફે આકાસા સાથે ઇન–ફ્લાઇટ ડાઇનિંગ એક્સપિરિયન્સનો આનંદ
તાજેતરમાં કેફે આકાસાએ વૈવિધ્યસભર ભોજન, નાસ્તા અને રિફ્રેશિંગ બેવરેજિસનો સમાવેશ કરવા માટે સમજી વિચારીને તૈયાર કરેલું રિફ્રેશ મેનુ રજૂ કર્યું છે. આ નવું મેનુ તેની ખાતરી કરે છે કે તે તેના ગ્રાહકોને આહાર અને રસોઇ સંબંધિત વિવિધ પસંદગીઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવી શકે. આ નવું મેનુ 45+ મીલ્સ ઓપ્શન ઉપલબ્ધ કરે છે, જેમાં ફ્યુઝન મિલ્સ સહિત રિજિયોનલ ટ્વિસ્ટ સાથે એપિટાઇઝર્સ અને મનપસંદ વાનગીઓનો સમાવેશ થાય છે. આ તમામ મીલ્સ સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત શેફ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે. આકાસા એર ખાસ તૈયાર કરવામાં આવેલા મીલ્સ ઓપ્શન ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે, જે વિવિધ ઉજવણીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ રજૂ કરે છે. મકર સંક્રાંતિથી લઇને વેલેન્ટાઇન ડે, હોળી, ઇદ, મધર્સ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિન, ચોમાસાની ઋતુ, નવરોઝ, ઓનમ, ગણેશ ચતૂર્થી, દશેરા, દિવાળી અને ક્રિસમસ સહિત તમામ તહેવારો માટે, કેફે આકાસા ઉત્સવોની વિશેષ વાનગીઓ પિરસીને ગ્રાહકોનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ નિરંતર સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખશે. હવાઇ મુસાફરી કરતી વખતે પોતાના સ્નેહીજનોની વર્ષગાંઠ અને વિશેષ પ્રસંગોની ઉજવણી કરવા ઇચ્છતાં હવાઇ મુસાફરો માટે એરલાઇન રેગ્યુલર મેનુ ઉપરાંત કેકનું પ્રી-સિલેક્શન પણ ઉપલબ્ધ કરે છે.
પેટ્સ ઓન આકાસા સાથે પેટ્સના માલિકો માટે સંપૂર્ણ ટ્રાવેલ એક્સપિરિયન્સ તૈયાર કરાયો
પેટ્સ ઓન આકાસા, આકાસા એરની પેટ-ફ્રેન્ડલી કેરેજ પોલિસી તમામ પ્રકારના હવાઇ મુસાફરો તરફથી અત્યંત પ્રોત્સાહનજનક પ્રતિસાદ પ્રાપ્ત કરી રહી છે. ગ્રાહકોના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, એરલાઇને કેબિનમાં માન્ય પેટ્સની વજનની મર્યાદા અગાઉના 7 કિ.ગ્રા.થી વધારીને 10 કિ.ગ્રા. સુધી કરી છે. નવેમ્બર 2022માં પોતાની સેવાના પ્રારંભથી આકાસા એરે તેના ડોમેસ્ટિક નેટવર્કમાં 4800 પેટ્સ સાથે મુસાફરોને ઉડાન કરાવી છે.
ક્વાઇટફ્લાઇટ્સ સાથે શાંતિપૂર્ણ મોડી રાત્રીની અને વહેલી સવારની ફ્લાઇટ્સ
રાત્રે 11.00 વાગ્યાંથી સવારે 6.00 વાગ્યાં સુધી ઓપરેટ કરતી ફ્લાઇટ્સમાં શાંતિપૂર્ણ વાતાવરણનું સર્જન કરવા માટે આકાસા એરે આવશ્યક સલામતી સંદેશાઓ અને કેબિન લાઇટ એડજસ્ટ કરવા માટે કરાતી એનાઉસમેન્ટ ઓછામાં ઓછી રાખી છે, જે મુસાફરોને વિક્ષેપરહિત શાંતિ અને ગોપનીયતાનો આનંદ ઉઠાવવાની સુવિધા આપે છે.
સર્વસમાવેશી, આકાસા હોલીડે સાથે વિશેષ તૈયાર કરેલો ટ્રાવેલ એક્સપિરિયન્સ
આકાસા હોલીડે સમગ્ર ભારત અને વિદેશના હોલીડે ડેસ્ટિનેશન્સ માટે એફોર્ડેબલ અને વિશેષ તૈયાર કરેલા હોલીડે પેકેજિસની વિસ્તૃત શ્રેણી પૂરી પાડે છે. હવાઇ મુસાફરોની વૈવિધ્યસભર જરૂરિયાતો અને પસંદગીઓને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા આકાસા હોલીડેની મદદથી ગ્રાહકો ફેમિલી વેકેશન, રોમેન્ટિક ટૂર અને કોર્પોરેટ પ્રવાસનું પણ વિશેષ આયોજન કરી શકે છે. તે એર ટ્રાવેલ અને હોટલમાં રોકાણથી લઇને ટ્રાન્સફર્સ, એક્ટિવિટિઝ અને 24/7 ઓન-ટૂર આસિસ્ટન્સ સહિત એક સર્વસમાવેશી સેવાઓ પૂરી પાડીને મુસાફરોને સુવિધાયુક્ત રીતે રજાઓ માણવાની સુવિધા પૂરી પાડે છે.
અદ્વિતીય ગ્રાહક સેવાના વચન પૂર્ણ કરવા માટે 25+ સહાયક સેવાઓ
આકાસા એર તેના કસ્ટમર-ફર્સ્ટ અભિગમ સાથે સેવાઓની ઉત્કૃષ્ટતા ઉપર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરે છે જે વધારે આરામદાયક અને વધારે આનંદદાયક ટ્રાવેલ એક્સપિરિયન્સની ખાતરી કરે છે. આકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ, એક્ટ્રા સીટ જેવી સેવાઓ સાથે એરલાઇન અવિરતપણે વર્તમાન ગ્રાહકોની ઉભરી રહેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત નવીન સેવાઓ પૂરી પાડે છે.