May 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં બહુવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

ગુજરાત, અમદાવાદ | ૧૭મી જાન્યુઆરી ૨૦૨૬ — તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં ગુજરાતી સિનેમા, સંગીત, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ફંક્શનમાં ઇન્ડિયન સિનેમામાં ૩૦ વર્ષ પૂર્ણ કરનાર અભિનેત્રી રાની મુખર્જી ને ‘એક્સેલેન્સ ઇન ઇન્ડિયન સિનેમા’ એવોર્ડથી નવાજવામાં આવ્યા. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં હોરર અને સસ્પેન્સથી નવી દિશા દર્શાવતી ફિલ્મ ‘વશ લેવલ-૨’ ફિલ્મ તથા અર્બન ગુજરાતી હ્યુમરમાં ક્રાંતિ લાવનાર ‘ લવારી શો’ને પણ વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પ્રજ્ઞા વાકા લક્ષ્મી, મોહમ્મદ વાણિયા, સ્નેહા દેસાઈ, હિતુ કનોડિયા, નિધિ શાહ, સુનીલ વ્યાસ, અતુલ પુરોહિત, ઉર્વશી રાદડિયા, સુચેતા ત્રિવેદી, અમીર મીર, ત્રિવેણી આચાર્ય, સંદીપ પોરિયા, હિરેનકુમાર રામાની, ઓમ પંડયા, રાજભા અને રિશિતા ઠાકરને તેમની ક્ષેત્રસપેક્ષ સિદ્ધિઓ અને સમાજ પર પડતા સકારાત્મક પ્રભાવ બદલ એવોર્ડ આપી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગૌરવવંતા ગુજરાતી એવોર્ડના આયોજક ઇન્ટરનેશનલ ક્રિએટીવ આર્ટ સોસાયટીના ફાઉન્ડર અત્રિસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતી સંસ્કૃતિને જીવંત અને સશક્ત રાખવામાં કલાકારો, ખેલાડીઓ અને સમાજસેવકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આવા એવોર્ડ માત્ર સન્માન પૂરતા નથી પરંતુ નવી પેઢીને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અનુભવું તે માટે પ્રેરણા આપે છે.

કાર્યક્રમમાં ફિલ્મ, સંગીત, રમતગમત અને સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણી વ્યક્તિત્વો, મહેમાનો તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સમગ્ર સમારોહ ઉત્સાહી, ભાવસભર અને ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો.
‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’ માત્ર એક એવોર્ડ સમારોહ નહીં પરંતુ ગુજરાતી ઓળખ, સર્જનાત્મકતા અને સમાજપ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ બની રહ્યો.

==♦♦♦♦==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

amdavadlive_editor

ત્રીજા ત્રિમાસિકનાં પરિણામ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ

amdavadlive_editor

આવાજ દબાશે નહીં – Bela Gujarati Urban Film નો સશક્ત સંદેશ દર્શકોના દિલ સુધી પહોંચ્યો

amdavadlive_editor

Leave a Comment