અમદાવાદ, 18 જુલાઇ, 2024: આંત્રપ્રિન્યોરશિપ, એજ્યુકેશન, રિસર્ચ, ટ્રેઇનિંગ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન્સ અને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે અમદાવાદ સ્થિત ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) એ 14 રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના ૮૫ વિદ્યાર્થીઓની ૨૦૨૪-૨૬ની બેચને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – આંત્રપ્રિન્યોરશિપ (પીજીડીએમ-ઇ) પ્રોગ્રામમાં સામેલ કરી. આ પીજીડીએમ-ઇની ૨૭મી બેચ છે.
આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NSDC) નવી દિલ્હીના સીઈઓ, સલાહકાર અને ઇડીઆઇઆઇ ગવર્નિંગ બોર્ડના સભ્ય શ્રી ડૉ. ઓ.પી. ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇડીઆઇઆઇ ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા તેમજ પીજીડીએમ-ઇના ચેરપર્સન ડૉ. સત્ય રંજન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય અતિથિ ડૉ. ગોયલે જણાવ્યું હતું કે, “દેશના અસંખ્ય યુવાનોમાંથી માત્ર ૮ ટકાને જ ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળે છે. તમે બધા ભાગ્યશાળી છો કારણ કે તમે બધા દેશની આ અગ્રણી ઉદ્યોગ સાહસિક સંસ્થામાં છો. હું દરેકને શાનદાર આંત્રપ્રિન્યોર્લ જર્નીની શુભેચ્છા પાઠવું છું અને તમને સાત આંત્રપ્રિન્યોર્લ મંત્રોને હંમેશા યાદ રાખવા વિનંતી કરું છું, જેમા પડકારનો સ્વિકાર કરો, નેટવર્ક બનાવો, સતત માર્ગદર્શન મેળવતા રહો, હંમેશા નવું શીખતા રહો અને આસપાસના લોકોની શક્તિ અને અનુભવોનો લાભ લો તેમજ સતત નવું શીખવા માટે જોખમો ઉઠાવતા રહો અને અડેપ્ટબિલિટી ડેવલોપ કરો.
આ અવસરે ડૉ. સુનિલ શુક્લાએ વિદ્યાર્થીઓને ઇડીઆઇઆઇ કેમ્પસમાં ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું, “મને આનંદ છે કે તમે ઉદ્યોગસાહસિકતાને અનુસરવાનું પસંદ કર્યું છે. ઈડીઆઇઆઇનો કરિક્યુલમ માર્કેટ ઓરિએન્ટેડ અને કન્ટેમ્પરરી છે. જેથી આ આટલો સુસંગત અને પ્રભાવશાળી છે. ઇડીઆઇઆઇ એ ઘણી સફળતાની વાર્તાઓ જોઈ છે અને મને ખાતરી છે કે ટૂંક સમયમાં તમે બધા પણ સિદ્ધિઓની આ બ્રિગેડમાં જોડાઈ જશો.”
એઆઇસીટીઇ માન્ય અને એનબીએ માન્યતા પ્રાપ્ત પીજીડીએમ-ઇ એ બે વર્ષનો ફૂલ ટાઇમનો પ્રોગ્રામ છે, જે ખાસ કરીને આંત્રપ્રિન્યોર્સ અને આંત્રપ્રિન્યોર્લ સંચાલકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ વિવેચનાત્મક અને બાજુની વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે, મહત્વાકાંક્ષાઓને પોષિત કરે છે અને શૈક્ષણિકના રૂપમાં સખત, બજાર-સંબંધિત અને ઉચ્ચ એપ્લિકેશન લક્ષી શિક્ષણ અનુભવ દ્વારા નવા સાહસોને સક્ષમ બનાવે છે.
કોર્સ વિશેની વધુ માહિતી માટે વેબસાઇટ www.ediindia.ac.in ની મુલાકાત લો.