27.5 C
Gujarat
August 5, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા

ગુજરાત, અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં યોજાયેલી પ્રતિષ્ઠિત હોસ્પેક્સ એક્સ્પો 2025 દરમિયાન “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યો છે.

આ એવોર્ડ વિટ્રિશન દ્વારા હેલ્થ અને વેલનેસ ક્ષેત્રે કરાયેલા નવીન પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ છે. વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ હાલમાં એસિડિટી રીલીફ, જોઇન્ટ હેલ્થ, પેટ કાલ્મિંગ અને સ્કિન એન્ડ કોટ જેવી વિવિધ કેટેગરીઝમાં ઉપલબ્ધ છે, તેમજ આગામી સમયમાં અનેક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

આ અવસર પર વત્સલ દિક્ષિતે જણાવ્યું કે: “આ એવોર્ડ માત્ર અમારી ટીમ માટે નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. અમારા મિશન મુજબ અમે આરોગ્યને વધુ સરળ, ઝડપી અને પ્રભાવશાળી બનાવવા સતત પ્રયત્નશીલ રહીશું.”

આ સિદ્ધિ વિટ્રિશનને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરણા આપશે.

Related posts

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (TCI) એ નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિની જાહેરાત કરી

amdavadlive_editor

મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ

amdavadlive_editor

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

amdavadlive_editor

Leave a Comment