33.2 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેગી અનોખાં ખાદ્ય ચમચી-કાંટા સાથે પરિવર્તન પ્રેરિત કરે છે

મેગી દેશ કે લિયે 2 મિનિટ’ પહેલમાં વધુ એક માઈલસ્ટોન ઉમેરે છે ~ 

મેગની દેશ કે લિયે 2 મિનિટ પહેલ 2020માં રજૂ કરાઈ હતી, જેનું લક્ષ્ય નાની કૃતિઓ થકી મોટો પ્રભાવ નિર્માણ કરવાનું છે. તેનું એક લક્ષ્ય સિંગલ- યુઝ પ્લાસ્ટિકના સક્ષમ વિકલ્પો પ્રદાન કરવાનું છે. આ હેતુથી મેગી દ્વારા નેસલે આરએન્ડડી ઈન્ડિયા (નેસલે એસ.એ.ની સબસિડિયરી અને નેસલે ગ્લોબલ આરએન્ડડી નેટવર્કનો હિસ્સો) તેમ જ ભારતીય સ્ટાર્ટ-અપ ત્રિશુલા સાથે ભાગીદારીમાં ખાદ્ય ચમચી-કાંટા લાવી છે. ઘઉંના લોટમાંથી બનાવેલા આ નવા ચમચી- કાંટા મેગી કુપ્પા નૂડલ્સ ખાવાનો અનુભવ વધુ રોચક બનાવીને તેની સૂપી, લહેજતદાર અને મસાલેદાર ખૂબીમાં ઉમેરો કરે છે.

2023માં મેગીએ ભારતમાં ફોલ્ડેબલ, કમ્પોસ્ટેબલ ફોર્કસ રજૂ કર્યા હતા, જે લુસેન,  સ્વિટઝર્લેન્ડ, કનેકા ઈન્ડિયા પ્રા. લિ. અને નેસલે ઈન્ડિયા આરએન્ડડીમાં નેશલેન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ સાયન્સીસ સાથે જોડાણમાં સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા હતા. ફોલ્ડેબલ, કમ્પોસ્ટેબલ ફોર્કસની રજૂઆતથી વાર્ષિક પ્લાસ્ટિકના ઉપયોગમાં આશરે 35 મે.ટનનો ઘટાડો પરિણમી શકે છે.

ખાદ્ય ચમચી-જ કાંટાના ટેસ્ટ લોન્ચ પર બોલતાં નેસલે ઈન્ડિયાના ફૂડ્સના ડાયરેક્ટર શ્રી રજત જૈને જણાવ્યું હતું કે, “નેસલેમાં અમે અમારા ગ્રાહકો અને પૃથ્વીના બહેતર ભવિષ્ય માટે હંમેશાં નવી નવી રીત ખોજ કરવાનો પ્રયાસ કરીએ છીએ. કુપ્પા નૂડલ્સ સાથે ચમચી- કાંટા રજૂ કરીને ગ્રાહકલક્ષી પહેરોમાં આગેવાની કરીને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અમારી કટિબદ્ધતામાં નોંધપાત્ર માઈલસ્ટોન સ્થાપિત કર્યું છે. આ ઈનોવેશન અનોખી ટુ-પીસ ફોર્ક ડિઝાઈન વિકસાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં પ્રદર્શિત અમારી વૈશ્વિક આરએન્ડડી ક્ષમતાઓનો દાખલો છે. અમને વિશ્વાસ છે કે આ લોન્ચ ઉત્તમ હરિત સમાધાન માટે મજબૂત દાખલો પણ સ્થાપિત કરશે.”

નેસલે આરએન્ડડી સેન્ટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (સોસાયટી દેસ પ્રોડ્યુટ્સ, નેસલે એસએની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી)ના હેડ શ્રી જગદીપ મરાહરે જણાવ્યું હતું કે, “અમારી વૈશ્વિક પેકેજિંગ નિપુણતા સાથે અમારા સ્થાનિક પેકેજિંગ નિષ્ણાતોની ઈનસાઈટ્સ અમને પ્લાસ્ટિક્સનો ઉપયોગ ઓછો કરવા ઈનોવેટિવ રીતની શોધ અને પરીક્ષણ કરવાની અનુકૂળતા આપે છે. અમારી ટીમ  વેલ્યુ ચેઈનમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ મહત્તમ બનાવવા અને સ્થાનિક ગ્રાહકો દ્વારા સ્વીકાર્ય સક્ષમ વિકલ્પો નિર્માણ કરવા માટે નવા પેકેજિંગ મટીરિયલ્સ અને અત્યાધુનિક ટેકનોલોજીઓની સતત ખોજ કરે છે.”  

ખાદ્ય ચમચી-કાંટાની રજૂઆત હાલમાં મર્યાદિત સમયગાળાની ઓફર છે. મેગી મસાલા કુપ્પા નૂડલ્સ સાથે એડિબલ ફોર્ક મુખ્ય મહાનગરોમાં મે 2024થી 79.5 ગ્રા પેક માટે રૂ. 50માં મળશે.

Related posts

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

amdavadlive_editor

બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

amdavadlive_editor

વિશ્વ શાંતિ વિશ્વબંધુત્વ માટે સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર મહામથક(યુનો)-ન્યૂયોર્ક અમેરિકા ખાતે ઐતિહાસિક ગણી શકાય એવી ૯૪૦મી રામકથાનાં આરંભ.

amdavadlive_editor

Leave a Comment