18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે

  • બિગ ટીવી ડેઝ સેલ T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે અને આ ઑફર્સ 75 ઇંચ અને તેનાથી ઉપરના અલ્ટ્રા-પ્રીમિયમ ટેલિવિઝન પર લાગુ છે.

  • આ ઑફર અંતર્ગત ટીવીની ખરીદી કરનાર કસ્ટમર્સને રૂ. 89990 સુધીની સેરિફ ટીવી અથવા રૂ. 79990નું સાઉન્ડબાર ફ્રીમાં મળશે.

ગુરુગ્રામ, ભારત – જૂન 03, 2024 – ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ આજે ટીવી સેંગમેન્ટમાં એક રોમાંચક ઓફર્સની જાહેરાત કરી છે, જેમાં અલ્ટ્રા પ્રીમિયમ Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવીનો સમાવેશ થાય છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ‘બિગ ટીવી ડેઝ’ ઑફર્સની શરૂઆત કરવામાં આવી છે, જેથી ઘરને સ્ટેડિયમ જેવું બનાવીને યૂઝર્સ ક્રિકેટના એન્ટરટેઇમેન્ટનો આનંદ માણી શકે. 

બિગ ટીવી ડેઝ દરમિયાન સેમસંગ ટીવી ખરીદનારા કસ્મટમર્સને  ખરીદેલ ટીવીના આધારે રૂ. 89990 ની કિંમતનું મફત સેરિફ ટીવી અથવા રૂ. 79990 નું સાઉન્ડબાર મફતમાં મળશે. કસ્મટમર્સ રૂ. 2990 થી શરૂ થતા સરળ EMI અને 20% સુધીનું કેશબેક પણ મેળવી શકે છે. આ ઑફર્સ Samsung.comના અગ્રણી રિટેલ સ્ટોર્સ અને અન્ય વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે, જે દેશભરમાં કસ્મટમર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઑફર્સ જૂન 1 થી જૂન 30, 2024 સુધી ઉપલબ્ધ રહેશે. આ ઑફર્સ 98″/85″/83″/77″/75″ સાઇઝમાં Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવી રેન્જમાં પસંદગીના મોડલ્સ પર ઉપલબ્ધ છે.

સેમસંગ કસ્મટમર્સની લાઇફસ્ટાઇલ સુધારવા વ્યૂઇંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવા હોમ એન્ટરટેઇમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પરિવર્તનકારી શક્તિ લાવી રહ્યું છે. આ ટેલિવિઝન ઘરના મનોરંજનના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે, AIના પાવર સાથે સુલભતા, ટકાઉપણું અને ઉન્નત સુરક્ષા પ્રદાન કરે છે.

સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંઘ એ કહ્યું કે, ‘અમારું ‘બિગ ટીવી ડેઝ’ કેમ્પેઇન T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે, જેથી બિગ સ્ક્રીન સાઇઝ અને પ્રીમિયમ વ્યૂઇંગ એક્સપિરિયન્સની વધતી માંગને પહોંચી શકાય. આકર્ષક ઓફર્સ સાથે Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવી સહિતની અમારી અલ્ટ્રા પ્રીમિયમ રેન્જની ટીવી ઓફર કરીને અમે સ્ટેડિયમનો ઇમર્સિવ એક્સપિરિયન્સ સીધો  અમારા કસ્મટર્સના ઘર સુધી પહોંચાડવાનો ધ્યેય ધરાવીએ છીએ. અમારા અદ્યતન AI સંચાલિત ટેલિવિઝન સાથે કસ્મટર્સ મહત્વપૂર્ણ પિક્ચર ક્વાલિટી, ઇમર્સિવ ઓડિયો અને આકર્ષક ડિઝાઇનની અપેક્ષા રાખી શકે છે. વધુમાં AIનો ઉમેરો કસ્મટર્સને 8K AI અપસ્કેલિંગ અને AI મોશન એન્હાન્સર- પ્રો જેવી સુવિધાઓ સાથે ક્રિકેટ જોવાનો અનુભવ પૂરો પાડે છે, જે ન્યૂનતમ બોલ ડિસ્ટોર્શન અને બ્લરિંગની સાથે લાઇવ મેચ દરમિયાન મહત્વપૂર્ણ સ્પષ્ટતા લાવવા માટે સાથે મળીને કામ કરે છે,”.

સેમસંગે આ ટેલિવિઝનમાં ઉપલબ્ધ ગેમિંગ, મનોરંજન, શિક્ષણ અને ફિટનેસ જેવી સેવાઓની રેન્જનો સમાવેશ કરવા માટે ભારતીય ગ્રાહકો માટે સ્થાનિક સ્માર્ટ અનુભવો પણ તૈયાર કર્યા છે. ક્લાઉડ ગેમિંગ સેવા યૂઝર્સને પ્લગ સાથે એએએ ગેમ્સનો અનુભવ કરવા અને કન્સોલ અથવા પીસીની આવશ્યકતા વિના રમવા માટે સક્ષમ બનાવે છે. સેમસંગ એજ્યુકેશન હબ યૂઝર્સને તમારા બાળકો માટે વધુ ઇન્ટરેક્ટિવ અને ઇમર્સિવ શીખવતા લાઇવ ક્લાસ સાથે મોટી સ્ક્રીન શીખવાનો અનુભવ કરવામાં મદદ કરે છે. વધુમાં ટીવી કી ક્લાઉડ સર્વિસ સાથે યૂઝર્સને હવે સેટ ટોપ બોક્સની જરૂર નથી કારણ કે તે ક્લાઉડ દ્વારા કન્ટેન્ટનું સીધું પ્રસારણ સક્ષમ બનાવે છે. સેમસંગ ટીવી પ્લસ સમાચાર, મૂવી, મનોરંજન અને વધુની ત્વરિત ઍક્સેસ સાથે 100+ ચેનલો મફતમાં પ્રદાન કરે છે.

Neo QLED 8K

Neo QLED 8K રેન્જ NQ8 AI Gen2 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે પિક્ચર ક્વાલિટી જેવી લાઇફ પ્રદાન કરતા કન્ટેન્ટ માટે AI સંચાલિત અનુભવને સક્ષમ બનાવે છે. NQ8 AI Gen2 પ્રોસેસર 256 AI ન્યુરલ નેટવર્ક્સના માધ્યમથી સંચાલિત છે, જે 8K એક્સપિરિયન્સ આપવા માટે પિક્ચર અને સાઉન્ડ બંનેને રૂપાંતરિત કરવામાં મદદ કરે છે, પછી ભલે તમે તમારી મનપસંદ વિડિયો ગેમ્સ રમી રહ્યાં હોવ અથવા લાઇવ સ્પોર્ટ્સ જોતા હોવ. સેમસંગ Neo QLED 8K ટીવી પણ સતત ક્રિસ્પ વિઝ્યુઅલ બનાવવા અને હાઇ સ્પીડ ગેમિંગ માટે ફાસ્ટ સ્પિડ માટે મોશન Xcelerator ટર્બો પ્રો સાથે ઉપલબ્ધ છે.

Neo QLED 4K 

2024 Neo QLED 4K લાઇન અપ NQ4 AI Gen2 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે લગભગ કોઈપણ કન્ટેન્ટને જીવંત કરી દે છે અને શાનદાર 4K રીઝોલ્યુશનમાં પ્રસ્તુત કરે છે. ક્વોન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી દ્વારા ઉન્નત સ્ક્રીન જટિલ દ્રશ્યોમાં પણ દોષરહિત કોન્ટ્રાસ્ટની ખાતરી આપે છે. કલર એક્યુરસી માટે વિશ્વના પ્રથમ પેન્ટોન વેલિડેટેડ ડિસ્પ્લે અને ઇમર્સિવ ઓડિયો એક્સપિરિયન્સની માટે ડોલ્બી એટમોસની સાથે Neo QLED 4K ટીવીની રેન્જ એક શાનદાર 4K એક્સપિરિયન્સને વધારે છે.

QLED TV 

સેમસંગનું QLED ટીવી ક્વોન્ટમ ડોટ ટેક્નોલોજી સાથે શાનદાર પિક્ચર ક્વાલિટી પ્રદાન કરે છે. 100 % કલર વોલ્યુમની સાથે આ ટીવી સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બ્રાઈટનેસ લેવર પર કલર ટ્રૂ અને વાઇબ્રન્ટ રહે છે કે નહીં. તેની અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન કોઈપણ ઘરમાં એકીકૃત રીતે ભળી જાય છે અને રહેવાની જગ્યાઓમાં લાવણ્યનો સ્પર્શ ઉમેરે છે.

OLED TV

વિશ્વનું પ્રથમ ઝગઝગાટ મુક્ત OLED ટીવી કોઈપણ લાઇટિંગ સ્થિતિમાં ડિપ બ્લેક અને ક્લિયર ઇમેજને સાચવીને બિનજરૂરી પ્રતિબિંબને દૂર કરે છે. આ શાનદાર NQ4 AI Gen2 પ્રોસેસર દ્વારા સંચાલિત, સેમસંગના OLED ટીવીમાં રિયલ ડેપ્થ એન્હાન્સર અને OLED HDR પ્રો જેવી સુવિધાઓ છે, જે પિક્ચરની ક્વાલિટીને નવી ઊંચાઈએ લાવે છે. આ ઉપરાંત Motion Xcelerator 144Hz જેવી સુવિધાઓ સાથે સ્મૂથ મોશન અને ક્વિક રિસ્પોન્સ રેટ સુનિશ્ચિત કરે છે. સેમસંગ OLED એ ગેમિંગ માટે અંતિમ પસંદગી છે. આકર્ષક ડિઝાઇનની સાથે આ OLED ટીવી વ્યૂઇંગ સ્પેસને વધુ સારું બનાવે છે.

UHD TV

સેમસંગ UHD ટીવી ડાયનેમિક ક્રિસ્ટલ કલર ટેક્નોલોજીની સાથે કલરને જીવંત બનાવે છે, જે દરેક શેડમાં જીવંત વિવિધતાઓ અને સૂક્ષ્મ વિવરણ પ્રદાન કરે છે. મોશન એક્સેલેરેટર દરેક રમત, મૂવી અથવા શોને વધુ ઇમર્સિવ અને આનંદપ્રદ બનાવીને ઝડપી ગતિશીલ ક્રિયાને સરળ અને સ્પષ્ટ રાખે છે.

Related posts

આ ઉનાળામાં પૌષ્ટિક નાસ્તો ખાઓ અને તમારી ત્વચાને સ્વસ્થ બનાવો

amdavadlive_editor

ફેન્ઝા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડીકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ- 2024 3જી જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

amdavadlive_editor

મેક્સ ફેશને પોતાના નવા ‘ન્યૂન્યૂયૂ’ અભિયાનની સાથે કલ્કી કોચલિનને સ્ટાઇલમાં લોન્ચ કરી

amdavadlive_editor

Leave a Comment