May 3, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

મનીબોક્સ ફાઇનાન્સ સૌરાષ્ટ્ર T20 લીગમાં ટીમ અનમોલ કિંગ્સ હાલાર સાથે સહયોગી સ્પોન્સર તરીકે જોડાઈ

  • મનીબોક્સ ફાઇનાન્સે ગુજરાતમાં સૌરાષ્ટ્ર T20 લીગ સાથે સ્પોન્સરશિપ અને ભાગીદારી કરીને પાયાના સ્તરે હાજરી મજબૂત બનાવી

ભારત ૧૬ જૂન ૨૦૨૫: ભારતમાં સેવાઓથી વંચિત સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ધિરાણની સુલભતામાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી BSEમાં લિસ્ટેડ NBFC કંપનીમનીબોક્સ ફાઇનાન્સ લિમિટેડે, પાયાના સ્તરેથી જોડાણ વધારવાના ઉદ્દેશ્ય સાથેભારતના ઝડપથી વિકસી રહેલી પ્રાદેશિક T20 ક્રિકેટ લીગમાંથી એક સાથે સ્પોન્સરશિપ પહેલની જાહેરાત કરી છે. કંપનીએ સૌરાષ્ટ્ર પ્રો T20 લીગમાં અનમોલ કિંગ્સ હાલાર સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત ટીમ માટે બંને પગ પર ટ્રાઉઝરમાં આગળના ભાગે બ્રાન્ડિંગ પ્રાપ્ત થયું છે.

કંપનીનો ઉદ્દેશ્ય ખેલાડીઓના બંને પગ પર ટ્રાઉઝરમાં આગળના ભાગે બ્રાન્ડિંગ કરીને પરંપરાગત બ્રાન્ડ એક્સપોઝરથી આગળ વધવાનો અને કંપની જે સમુદાયોને સેવા આપે છે તેમની સાથે ઊંડો ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાનો છે. T20 લીગ 7 થી 20 જૂન 2025 દરમિયાન યોજાશે. સૌરાષ્ટ્ર પ્રો T20 લીગમાં 5 ટીમો છે જેમાં લીગ દરમિયાન કુલ 20 મેચ રમાશે.

આ અભિયાનઅંગે ટિપ્પણી કરતા, મનીબોક્સ ફાઇનાન્સ લિમિટેડના શ્રી મયુર મોદીએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ અને ક્રેડિટ જાણેઅલગ-અલગ દુનિયાના હોયએવું લાગે છે, પરંતુ મનીબોક્સ ખાતે, અમે વિશ્વાસ, તક અને સફળતાની સમાન ગાથા જોઈએ છીએ. જે રીતે ક્રિકેટ નાના શહેરોની પ્રતિભાને ચમકવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, એવી જ રીતેમનીબોક્સસેવાથી વંચિત પ્રદેશોમાં ઉદ્યોગસાહસિકોને મૂડી અને વિકાસ માટે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. આ ભાગીદારી ઉત્સાહ, દિલ અને આશાની એ સહિયારી ભાવનાની ઉજવણી કરે છે, જે અમને ગુજરાતમાં પણ દેખાઈ રહી છે, જ્યાં અમે પાયાના ઉદ્યોગસાહસિકોને સહકાર આપવા માટે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા છીએ અને નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં ₹50 કરોડની લોન વિતરણ કરતાં આગળ નીકળવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

ભારતમાં, ક્રિકેટ ફક્ત એક રમત નથી પરંતુ તેનાથી વિશેષ છેઅને સૌરાષ્ટ્ર T20 લીગ, જેની હવે 2025માં તેની ચોથી એડિશન રમાઈ રહી છે, તેણે સ્થાનિક પ્રતિભાને લોકોની નજરમાં લાવવામાં અને પાયાના સ્તરે સ્પર્ધા તેમજ શ્રેષ્ઠતાની ભાવનાને પોષવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ લીગ મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે, જે તેમને જયદેવ ઉનડકટ, હાર્વિક દેસાઈ, ચિરાગ જાની, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને સમર્થ વ્યાસ જેવા અનુભવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ફિલ્ડ શેર કરવાની દુર્લભ તક આપે છે.

મજબૂત સમુદાયિક હાજરી અને પ્રાદેશિક વફાદારી ધરાવતી ટીમ સાથે જોડાણ કરીને, મનીબોક્સ તેના મુખ્ય પ્રેક્ષકોની નજીક પહોંચી રહી છે. આ T20 લીગ માત્ર મનોરંજનની બાબત નથી પરંતુતેમાં ઓળખ, જુસ્સા અને સ્થાનિક ગૌરવની પણ વાત છે, જેના કારણે તે હેતુ-આધારિત જોડાણ બનાવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ બની છે.

ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં વધી રહેલીઉપસ્થિતિ સાથે, મનીબોક્સ આ તકનો ઉપયોગ બ્રાન્ડ રિકોલને મજબૂત કરવા અને પાયાના સ્તરે હાજરીને મજબૂત કરવા માટે કરી રહી છે.

મનીબોક્સ હાલમાં 12 રાજ્યોમાં 163 શાખાઓ ચલાવે છે, જેમાં ગુજરાતમાં 8 શાખાઓ છે, જે એક મજબૂત ફિજિટલ લેન્ડિંગ મોડેલનો ઉપયોગ કરીને મજબૂત ઓન-ગ્રાઉન્ડ હાજરીને ડિજિટલ કાર્યક્ષમતા સાથે સાંકળે છે. વધી રહેલી ઉપસ્થિતિ અને ગ્રાહક તરફથી મળી રહેલા પ્રતિસાદ સાથે, મનીબોક્સ તેના પદચિહ્નને વધુ ગાઢ બનાવવા અને પાયાના ઉદ્યોગસાહસિકતા પર પોતાનોપ્રભાવ વધુ વ્યાપક બનાવવા માટે સારી સ્થિતિમાં છે.

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

amdavadlive_editor

હર્બલાઈફ ઈન્ડિયાએ પ્રતિષ્ઠિત આઈઆઈટી મદ્રાસ સીએસઆર એવોર્ડ 2024 જીત્યો

amdavadlive_editor

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

amdavadlive_editor

Leave a Comment